________________
૮૭૪ ]
તૈષ સુ શાશ્વતં મૈતરવાનું છે
.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગા૦ અ૦ ૧૮%
વિવાદો અથવા તે ઇતર કઈ સાધન વડે શી રીતે પ્રાપ્ત થઈ શકે? જે સર્વ શાસ્ત્રભેદના અર્થનું પણ ઉલ્લંધન કરીને રહેલું છે, કઈ પણ પ્રકારના ચિહ્ન વા સંજ્ઞાઓ રહિત છે, સ્વછ છે, એક છે, જેને કદી જન્મ થવો શક્ય નથી, જે નામરૂપાદિથી રહિત છે, જે સર્વના આદિ૨૫ હેઈ કલ્પના કરનારું કઈક છે એવી કલ્પનાથી પણ રહિત છે, જ્યાં “હું” એવો ભાવ જ કદી ઉત્પન્ન થઈ શકતો નથી. શુદ્ધ, નિર્મળ, અત્યંત પવિત્ર અને નિર્વિકાર, નિરામય અને જે કેવળ અનુભવ વડે જ કળી શકાય છે એવું એ મારું આત્મસ્વરૂ૫ છે, માટે તેમાં દશ્યાદિ નિરુપયોગી મેલ હોવાની ખોટી શંકાઓ રાખવાનું છોડી દઈ તેવા મારા સાચા સ્વરૂપની સાથે જ એકરૂપ થઈ જવું, એ જ શ્રેષ્ઠ અને ઉત્તમ માર્ગ છે. મારા સ્વસ્વરૂપની પ્રાતિને માટે આ સિવાય બીજો કઈ પણ માર્ગ છે જ નહિ એ નિશ્ચયાત્મક જાણુ.
સર્વ ધર્મોને છોડી મારું જ શરણ લે હે પાર્થ! આ મુજબ મારું સાચું સ્વરૂ૫ તને કહ્યું, તે તે તદ્દન શુદ્ધ એવું એક આત્મરૂપ જ છે અને આ આત્મા એટલે “હું” એવા ભાવનું પણું જયાં ધારણ કરાયેલું હોતું નથી એવો તદ્દન અસંગ, શાંત, નિર્મળ, અજન્મા, અવ્યય, અવિકારી ઇયાદિ ધર્મવાળા ગણાય છે; નહિ કે આ મૃગજળ જેવા જોવામાં આવનાર દશ્યાદિ પવાળા ! આ દયાદિ પ્રપંચ તે કોઈ પણ કાળ કિંવા દેશમાં થયેલો જ નથી. અરે ! કાળ, દેશ જ થયેલ નથી તો પછી તેના આધાર વડે ભાસનારા આ દશ્યની તે વાત જ ક્યાં રહી? તેવી જ આ જગત વંધ્યાના પુત્ર જેવું છે, એમ શાસ્ત્રકારો પિકારી પોકારીને કહી રહ્યા છે. આ રીતનું મારું સાચું સ્વરૂ૫ તારા ધ્યાનમાં આવ્યું ને? માટે સર્વ ધર્મોને પરિત્યાગ કરીને એટલે હું, . તું, તે, આ ઈત્યાદિ ભાવોનો વિલય કરીને કેવળ એક આત્મસ્વરૂપ એવા મારા જ શરણને પ્રાપ્ત કરી લે, એ જ માર્ગ શ્રેષ્ઠ છે, પરંતુ જો તેમ થવું તારાથી શક્ય ન હોય તે હું, તું, તે, આ ઇત્યાદિ તમામ ભાવ કેવળ એક કૃષ્ણરૂપ છે, એવા દઢ નિશ્ચય વડે મારે જ શરણે આવ. મારા સિવાય બીજી કોઈ પણ વૃત્તિનું કદાપિ પણ અંત:કરણમાં ઉત્થાન જ થવા નહિ દે. આ રીતે જે સવભાવે કેવળ એક મને જ શરણ આવશે તે પણ તુ ક્રમે કરીને મારા સાચા આત્મસ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ એટલા માટે સર્વભાવે હું આમવરૂપ છે એવા નિશ્ચય વડે સર્વધર્મોને છોડીને કેવળ એક મારે જ શરણે આવ. હું તને સર્વ પાપ થકી મુક્ત કરીશ, માટે તું શોક કરવાનું છોડી દે,
___ इदं ते नातपस्काय नाभक्ताय कदाचन ।। म चाशुश्रूषवे वाच्यं न च मां योऽभ्यस्यति ॥६७॥
આ જ્ઞાનમાં નાલાયક કેણ? ભગવાન શ્રીકૃષ્ણ આગળ કહે છેઃ હે ધનુધર! આ રીતે તેને જે કાંઈ કહેવાનું હતું તે સર્વ કર્યું છે. જે તપથી રહિત, ભક્તિથી રહિત અને સેવાભાવથી રહિત છે તથા જે મારી અસૂયા કરે છે, તેને કદી પણ આ જ્ઞાન કહેવા યોગ્ય નથી. સારાંશ એ કે, યજ્ઞ, અધ્યયન અને દાન મળી પ્રથમ ધ; ત૫ એ બીજે અને ગુરુને ઘેર રહી તેમની સેવા કરવી એ ત્રીજે કંઇ કહેવાય આ રીતે ધર્મના મુખ્ય ત્રણ રક છે (છાં ઉ૫૦ ૨-૧૩–૧; તેનું જેણે સારી રીતે પાલન કર્યું હોય તેવાઓ જ આ જ્ઞાનના અધિકારી છે, પરંતુ જેઓ કાયિક, વાચિક અને માનસિક તપાચરણથી રહિત છે અર્થાત જેઓ પશુઓની માફક ઇકિયો દ્વારા વિષયાનું જ સેવન કર્યો જ જાય છે અને કદી પણ સંયમન કરતા નથી તેવા તપથી રહિત, જેઓ બપણાની ભાવનાને છેડી દઈ મારામાં એકરૂપપણાની ભાવના વડે ભક્તિ કરવા સમર્થ હોતા નથી તેવા અભક્તો; જેઓ તત્ત્વબોધ કરનારા ગુરુની સેવાશુશ્રષાથી રહિત છે, જેઓ તત્ત્વવિદ્દ ગુરુ પાસે નમ્રતાદિ ભાથી રહિત છે,ગુસેવામાં તત્પર નથી અને મનમાં જાણે હું કઈ મેટ , એવું મિથ્યાભિમાન ધારણ