________________
૮૭] તમારમાં વેડનુવરિત વીરા - [સિદ્ધાન્તકારડ ભ૦ ગી. અવે ૧૮/૬ તથા સામાન્ય ધર્મો અને સાંખ્યશાસ્ત્ર એટલે તત્ત્વજ્ઞાન સમજાવવાની યુકિત વડે પ્રકૃતિ પુરુષ કિંવા માયા અને બ્રહાનો વિવેક સારી રીતે સમજાવ્યો. તેનો ઉદ્દેશ એ કે, મારા અનિર્વચનીય એવા સાચા આત્મસ્વરૂપનું તને જ્ઞાન થાય તેટલા માટે જ અનેક વાદીઓના તે ઉપર તકે, તેના ખંડન મંડનાદિ પ્રકારો ઇત્યાદિ સર્વ ધર્મો તને વિસ્તૃત રીતે સમજાવ્યા અને નિયતિવાદ પણ સારી રીતે સમજાવ્યો, પરંતુ વસ્તુતઃ તે મારા આત્મસ્વરૂપમાં હું, જીવ, કે કર્તા ઈત્યાદિ કાંઈ જ ઉત્પન્ન થયેલું જ નથી. એ જ મારું સૌથી પરમસત્યરૂપ છે; તેથી જ મેં તને વારંવાર કહ્યું છે કે હું એટલે આ શરીરાદિક અથવા નામરૂપ આકારવિકારવાળે કૃષ્ણ નહિ પરંતુ આત્મસ્વરૂપ છે અને તે આત્મા એટલે જેમાં “હું' એવા ભાવની કદિ ઉત્પત્તિ જ થવા પામેલી નથી એવા પ્રકારનો છે, એ તારા ધ્યાનમાં આવે એટલા માટે જ મેં તને પ્રથમ “હું, કેણુ તેનું સાચું સ્વરૂપ વારંવાર સમજાવેલું છે. તાત્પર્ય હું એટલે આત્મા છે. એ તારો નિશ્ચય થયો કે તે આત્માના ગુણધર્મો જ્ઞાન થતાં સુધોને માટે વ્યવહારમાં સમજાવવા પૂરતાં શાસ્ત્રકારોએ જે કહેલા છે, તે ગુણધર્મો એ જ મારા ગાણુધર્મો છે; તે ધોરણે આત્માનો અર્થ અનિર્વચનીયતા કે જયાં કશું ઉત્પન્ન થતું નથી, થયું છે અથવા તેને જાણનારો કેઈ સાક્ષી હશે એ પૈકી કઈ ભાવ છે જ નહિ. અરે! છે જ નહિ એ પણ જ્યાં નથી, એવા પ્રકારની સમજ. આનું નામ જ અનિર્વચનીયતા હોઈ એ જ પરમ સત્ય છે. જેમ હું' આકાશ જેવો છે એને અર્થે જ્યાં આ દશ્યાદિભાવો છે જ નહિ એવો. અનિર્વચનીય છે, તેમ જે કોઈ પણ પ્રકારના વિવાદોથી રહિત, વિરુદ્ધતાથી રહિત, જેમાં કશાને પણ સ્પર્શ નથી, જે તદ્દન અસંગ, અજ અને અવ્યય છે, એવો એ આત્મા છે. તેને માટે કેટલાક વાદીઓ વિદ્યમાનમાંથી ઉત્પત્તિ માને છે તથા કેટલાક અવિદ્યમાનમાંથી ઉત્પત્તિ માનીને પરસ્પર વાદવિવાદો કરે છે; આ બે પ્રકારના વાદોમાં જ સર્વ વાદીઓનો સમાવેશ થઈ જાય છે, પરંતુ તે વાદવિવાદનો ઉત્તર તો ફક્ત એટલે જ છે કે, જે છે તેને શું કહેનારો બીજ હોય છે કે તે વસ્તુ જ પિતાને જ છે એમ કહે છે? જે બીજે કઈ હેય તે તે વસ્તુથી ભિન્ન છે કે અભિન્ન ? આ રીતે તે વસ્તુને આ અમુક વસ્તુ છે એમ કહેનારે તે વસ્તુથી બીજો કોઈ હોય છે એવો વ્યવહારમાં અનુભવ છે. પરંતુ તે વસ્તુ કોઈ હું અમુક વસ્તુ છું એમ પોતાને માટે કહેતી કે ઓળખતી નથી, તેમ આત્મા સ્વતઃસિદ્ધ હોવાથી તેના ઉપર વાદ કયાંથી સંભવે? અર્થાત વાદવિવાદનું અસ્તિત્વ આત્મામાં હોઈ શકે જ નહિ. જે વસ્તુ વિદ્યમાન હોય તે તો છે જ; તેની તે વળી ઉત્પત્તિ કેવી ? અને જે વસ્તુ અવિદ્યમાન હોય તેના કદી પણ ઉત્પત્તિ છે જ નહિ. આ રીતે સર્વ દૈતવાદીઓનો વાદ પણ વસ્તુતઃ અજાતવાદનો જ પ્રકાશ કરે છે. એટલા માટે જ જે આત્મસ્વરૂપને અનુત્પત્તિનો પ્રકાશ પાડે તેને અર્થાત આત્માનું અપરોક્ષજ્ઞાન થતાં સુધી આત્મામાં કદી કાંઈ ઉત્પન્ન થયેલું જ નથી, અથવા તે આ બધું આત્માના જ વિવર્તરૂ૫ છે, એવા પ્રકારની યુકિતવાદ વડે સમજાવનારા અદ્વૈતવાદીઓને જ અમો અનુમોદન આપીએ છીએ; તેઓની સાથે અમારે કાંઈ વાદ રહેતા નથી. આથી જેમ વાયુ, વહિ, જલ અને પૃથ્વી એ ચાર મહાભૂતો જ્યાં નથી તે જ આકાશ કહેવાય તેમ , આ અદ્વૈતસિદ્ધાંતને કોઈપણ વિવાદથી રહિતરૂપે જાણવો. આ રીતે આત્મા કે જે જન્મ૨૫ ધર્મથી રહિત છે, તેની તે વળી ઉત્પત્તિ કેવી? અર્થાત પ્રકાશમાં જેમ અંધકાર નથી તેમ આત્મામાં હું ૨૫ ધર્મની ઉત્પત્તિ જ થવા પામેલી નથી, તો પછી એવી અજન્મા વસ્તુને તે વળી વાદ છે? આ પ્રમાણે શ્રત્યાદિ શાસ્ત્રોને નિર્ણય છે. (માંડ ઉ૫૦ ગૌપાદકારિકા, અદ્વૈત પ્રકરણ - ૪૮ તથા અલાત શાંતિ કારણું સ્લો૧ થી ૮ જુઓ).
મારા સ્વાસ્વપને નિશ્ચય સાંભળ હે વત્સ! મારા સાચા સ્વરૂપનું વર્ણન તને પ્રથમ તે વખતો વખત કહેવામાં આવ્યું છે, છતાં બોધ સારી રીતે દર થવાને માટે ફરીથી સ્પષ્ટ રીતે કહું છું. નિર્વિકાર અને શાંત પરબ્રહ્મ જ એક સત્ય હેઈ તે જ મારું સાચું સ્વરૂપ છે. જે અખંડિત, પૂર્ણ, પરમશાંત, નિર્વિકલ્પ, નિરાભાસ, અનાદિ, અનંત અને “અહમ' એવી સુર્તિથી પણ રહિત એવું જે બ્રહ્મરૂપ છે, તે જ મારું સ્વસ્વરૂપ હેઈ તે અજન્મા એટલે