________________
ગીતાહન] જે એક હેવા છતાં અનેક રૂપ ધારણ કરે છે; છતાં તે બધા આત્મરૂપે– [૮૭૧
આકૃતિવાળે દસ્યરૂપે તને દેખાઉં છું એવો સાડા ત્રણ હાથવાળો નહિ પરંતુ નિર્વિકાર, નિસંગ, ચરાચરમાં વ્યાપક અને સર્વને અધિષ્ઠાતા એવો આત્મા કિંવા પુરુષોત્તમ છે. કૃષ્ણ એટલે કે? તે સંબંધે શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે વર્ણન છે.
કૃષ્ણ એટલે કેણ “ આ શ્રીકૃષ્ણ ભગવાન જ આત્મસ્વરૂપ એવા આદિ પુરુષ સાક્ષાત નારાયણ છે. તે કેવળ વિવરૂપે ઈશ્વરાદિ રૂપ બની પોતાની માયાશક્તિ વડે ગૂઢ રીતે મોહ ઉપજાવતાં જાણે કે આ યાદોમાં વિહાર કરી રહ્યા ન હોય એમ ભાસે છે. હે રાજા ! પરંતુ આ શ્રીકૃષ્ણના સાચા સ્વરૂપને તથા પ્રભાવને તે સાક્ષાત શંકર, દેવર્ષિનારદ અને કપિલ મહર્ષિ જ જાણે છે. જેમને તું મામાનો પુત્ર, પ્રિયમિત્ર અને શ્રેષ્ઠ સંબંધી સમજે છે તથા જેમને તે વિશ્વાસથી મંત્રી, દૂત અને સારથિ કર્યો એમ માને તે ભગવાનનું વાસ્તવિક વરૂપ તે જુદું જ છે. તે તે સર્વેના અધિષ્ઠાતા આત્મા છે. સમદષ્ટિવાળા છે. અદ્વિતીય છે. અહંકારથી રહિત છે. રાગદ્વેષાદિથી પણ રહિત તેમ જ અજન્મા, શાંત, અવિનાશી દયાદિ ભાવોથી રહિત એવા કર્મોતીત છે, તેથી તેમને ઊંચ નીચ કમથી થતી બુદ્ધની વિષમતા કદાપિ છે જ નહિ, એવા ખરું સ્વરૂપ તે તદ્દન અનિર્વચનીય એવું છે. આ દેહ કિંવા શરીરાદિ એ તેમનું માયાવી સ્વરૂપ છે, એમ જાણ (ભા. ૧/૯/૧૮થી ૨૧).
તાત્પર્ય એ કે, કષ્ણ એટલે આત્મા હોઈ આત્માના ગુણધર્મો તે તને વખતોવખત કહેવામાં આવ્યા છે. માટે આત્મસ્વરૂપ એ જે હું તે મારે વિષે જ મનવાળો થા; અર્થાત મનમાં જે જે કાંઈ સંકો વિકો થાય તે આત્મસ્વરૂપ એવું મારું જ રૂપ છે, એવી રીતે તેને હંમેશ મારામાં જ પરોવી દે. આત્મા સિવાય મનમાં બીજા કોઈ સંકલ્પોનું ઉત્થાન થવા ન દે. આત્મસ્વરૂપ એવા મારાથી કિંચિત્માત્ર પણ વિભક્તતા અર્થાત જ્યાં બીલકુલ ભેદભાવ છે જ નહિ એવી રીતે મારી સાથે તદ્દન અભેદદષ્ટિવાળો ભક્ત થા. આત્મસ્વરૂપે એવા મારું જ પૂજન કરનાર અને નિત્યપ્રતિ આત્મસ્વરૂપ એવા મને જ નમસ્કાર કરનાર થા. આ રીતે જે તું સર્વભાવ વડે કેમળ એક મારે શરણ આવશે એટલે આત્મરૂપ એવા મારા વિના અંતઃકરણમાં બીજા કોઈ ભાવ ઊઠવા પામે જ નહિ એવી રીતના દઢ નિશ્ચય અને અભ્યાસ વડે મારામાં જ સ્થિર કરશે, તે છેવટે મને જ પામશે; એટલે આત્મસ્વરૂપ એવા મારા સાચા સ્વરૂપની સાથે તદાકાર બની જઈશ. આમ હું અને તું એ બંને ભાવો નીકળીને નદી જેમ સમુદ્રમાં મળતાં સમુદ્રાકાર બને તેમ તું પણ હું એટલે તે આત્મસ્વરૂપ એ ભક્ત જ બની જઈશ. હે પાર્થ! હું તને આ સત્ય પ્રતિજ્ઞાથી કહું છું કે આ ભi જ મતે અત્યંત પ્રિય છે અર્થાત જે મારી સાથે એકરૂપ બને છે તે ભકત જ મને અત્યંત વહાલો છે. નહિ રે જાડાપણાની ભાવના રાખનારો. એમાં પોતાને કો ભકત પ્રિય છે તેને ભગવાને સત્ય પ્રતિજ્ઞાપુર્વક સ્પષ્ટીકરણ કરેલું છે.
રિઘ મા શri s. अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॥६६॥
આત્મા સંબંધી વાને નિર્ણય ભગવાન કહે છે હે શુદ્ધ અંતઃકરણવાળા પાર્થ ! સર્વ ધર્મોને પરિત્યાગ કરીને આત્મસ્વરૂપ એવા એક મારું જ શરણ લે. હું તને સર્વ પાપ થકી મુક્ત કરીશ. શોક ન કર. તાત્પર્ય એ કે, મેં તને અત્યાર સુધી અનેક પ્રકારના ધર્મો સમજાવ્યા. આ સર્વ ધર્મોને મુખ્યત્વે સાંખ્ય, યોગ, અને ભકિત એ ત્રણ માર્ગમાં જ માવેશ થાય છે. આથી મેં તને આ ત્રણ અને તેની અંતર્ગત જેને સમાવેશ થાય છે એવો પેટા વર્ણાશ્રમાદિ
લ