________________
ગીતાહન ] જે અનેક ભૂતેમાં એક અંતરાત્મારૂપે નિયમન કરી રહ્યો છે. [ ૮૬૯ પિષણ કરનાર નથી એવા ગરીબ, અનાથ અને વનમાં વસેલાં ધૃતરાષ્ટ્ર વગેરે શી રીતે રહેશે? એવી અજ્ઞાનતા વડે થયેલી વ્યાકુળતાને તમે ત્યાગ કરો. જેને સપને દંશ થયેલ છે તે જેમ બીજાની રક્ષા કરી શકતો નથી તેમ કાળ, કર્મ અને ગુણને અધીન તથા પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતેથી થયેલે આ સપ્તધાતુને દેહ અથવા વાસનામક દેહાભિમાની કદી પણ બીજાનું રક્ષણ કરી શકતો નથી કેમ કે એ તો ઈશ્વરના તંત્રને તદ્દન અધીન હોય છે. આ પ્રમાણે પોતે જ જ્યાં પરાધીન હોય તે બીજાનું રક્ષણ કેવી રીતે કરી શકે? આ પરાધીને માટે ઈશ્વરે નિયતિતંત્ર પ્રથમથી જ તદ્દન નિશ્ચિત કરી રાખ્યું છે. તે મુજબ જેને તેને યોગ્ય સમય પર સુખદુઃખાદિ પ્રાપ્ત થયે જાય છે, તેમાં હર્ષશોકાદિ જેવું કાંઈ છે જ નહિ (ભા. ૧-૧૭–૩૯ થી ૪૬).
ઈશ્વરની કૃપા વિનાના સર્વ ઉપાયો નકામા છે છે જે કાંઈ પ્રામાપ્રાપ્ત થાય છે તે સર્વ ઈશ્વરની કૃપા વડે મેળવી શકાય છે. પ્રાચીન કર્મો અનંત હાઈ તે એવાં તો બળવાન છે કે ઈશ્વરની કૃપા વિના કેવળ કુલીનતા, સદાચાર, ન્યાયીપણું અથવા પરાક્રમ, તેને કદી પરાજય કરી શકતાં નથી. માટે તમો શાસ્ત્રોમાં કહેલા વિવિધ ઉપાયે કરા ખેદ પામવા કરતાં એક તે ઈશ્વરને જ સર્વભાવે શરણે જાએ; કારણ કે એક વખત લલાટમાં લખાયું એટલે પોતે ઈપર પણ તેને ભૂંસી શકતો નથી. પરંતુ જે અહમભાવને સમૂળ વિલય થાય તો જ ઈશ્વરના દેવરૂપ કાળચક્રમાંથી છૂટી શકાય છે. ( નિઃ પૂ૦ ૧૨૭/૩૮૪૦).
પ્રકૃત્યર્થને જ પુરુષાર્થ માનનારા મૂઢ છે આત્મસ્વરૂપને નહિ ઓળખનારા, અહમભાવ ધારણ કરેલા આ બધા લેકે ભીલ લોકેની પેઠે માત્ર પિતાના ગામમાં એટલે દેહાભિમાનમાં જ પડયા રહે છે અને પોતે જંગલી જેવા હોવાથી પ્રારબ્ધવશાત અનેક પ્રકારનાં દુઃખ ભોગવ્યા કરે છે. તેઓ અશાસ્ત્રીય માર્ગે ચાલનારા અને અવિચારી હોવાથી પિતાના અભિમાનમાં જ મગરૂર રહે છે, તેવા દુરાચરણીઓ ઈશ્વરીય નિયતિતંત્ર પ્રમાણે યંત્ર વડે બનાવેલી પત્થરની પૂતળીઓની પેઠે કામ, અર્થ, વિષયવાસના અને દ્વેષાદિવડે પોતાનું કાર્ય કર્યું જાય છે અને તે કાર્યને જ હું પોતે પુરુષાર્થ કરી રહ્યો છું, એમ સમજીને કિંવા માનીને તેમાં જ આનંદ માને લે છે. આમ પરાધીન હોવા છતાં પિતાને પુરુષાર્થી માનનારાઓની બુદ્ધિ અભિમાનને લીધે મલિન થએલી હેવાથી તે આત્મસ્વરૂપ પુરુષાર્થ સમજવા શક્તિમાન હોતી નથી (ગનિ. ૩-૨૩/૧૬ થી ૧૮), સારાંશ, આ તમામ દશ્ય જાળ ઈશ્ચરાધીન હોઈ તેની આજ્ઞા વગર એક તણખલું પણ પિતાનું કાર્ય કરવા શક્તિમાન નથી, તસ્માત ઈશ્વરના આ યંત્રવત ચાલનારા દેવ૩૫ કાળચક્કરના પાશમાંથી છૂટીને આત્મસ્વરૂપમાં સ્થિત થવાને માટે એક જ ઉપાય છે તે કહું છું.
तमेव शरणं गच्छ सर्वभावेन भारत । પ્રાણાવિ શક્તિ સ્થાને વાસ્થતિ ખ્યતન્ હરા
મા શાશ્વત સ્થાનની પ્રાપ્તિ હે ભારત ! સર્વ ભાવ વડે તે ઈશ્વરનું જ શરણ લેવું. તેની કૃપાથી મારી પર એટલે આત્મસ્વરૂપ શાંતિને તથા શાશ્વત સ્થાનને પામીશ. ઉદેશ એ છે, ઉપર કહ્યા પ્રમાણે આ બધું નિયતિતંત્ર ઈશ્વરને અધીન છે માટે તેને જ શરણે જા. વ્યવહારમાં પ્રાપ્ત થતાં સર્વ કર્મો તેને જ અર્પણ કરતા રહે એટલે તે તે ઈશ્વરનાં છે એમ સમજીને અહંકારને ત્યાગ કર. ટૂંકમાં એ કે, હું, તું, તે, આ, મા, તારું, તને, મને, છે, નથી છત્યાદિ જે જે કાંઈ હસ્યભાવ છે તે સર્વ ઈશ્વરના છે અને તે બધા ઈશ્વર૫ છે. આમ