________________
૮૭૦ ]
gષા : જલિ (સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૬ પ્રકૃતિનાં (વૃક્ષાંક ૩ થી ૧૫ ૫ સુધીનાં ) તમામ કર્મોને ઈશ્વર૫ સમજીને આ અપરસ્વરૂપને ત્યાગ કર અને “અહમ' (હું) એવા ભાવને પણ વિલય કર એટલે તેની કૃપાથી મારા શાશ્વત અર્થાત જેનો કદી નાશ થતું નથી એવા પર એટલે આત્મસ્વરૂપ (વક્ષાંક ૧) તથા પરમ શાંતિપ સ્થાનને પ્રાપ્ત થઈશ, એમ નિશ્ચયપૂર્વક જાણુ.
इति ते ज्ञानमाख्यातं गुह्याद्गुह्यतरं मया । વિકૃતિહાનિ થેરરિ તુણા ક ાદા
હે અર્જુન ! તને યોગ્ય લાગે તેમ કર હે અર્જાન! આ અત્યંત ગવમાં ગઇ એવું જે જ્ઞાન તે મેં તને અત્યાર સુધી કહ્યું. એને આદિથી અંત સુધી વિચારીને જેવી ઇચ્છા હોય તેમ કર. સારાંશ એ કે, આ પ્રમાણે અત્યંત ગુઘમાં ગુહ્ય એવું પરમ ગુહ્યતમ રહસ્યવાળું જ્ઞાન મેં તને કોઈ પણ પ્રકારે બાકી ન રહે એવી રીતે કહી સંભળાવ્યું છે, એટલે હવે તને આ કરતાં વધુ કાંઈ કહેવાનું કે જાણવાનું રહેતું નથી. માટે તેને અથથી ઇતિ સુધી વિચારીને હવે તારી જેવી ઇચ્છા હોય તેમ કર; અર્થાત અહમભાવને વિલય કરીને મારા સ્વસ્વરૂપમાં સ્થિત થઈ જીવન્મુક્ત બનીને યુદ્ધ કર અથવા તે મિથ્યા “અહમ ભાવ ધારણ કરીને પ્રકૃતિના પાશમાં સપડાઈને યુદ્ધ કર. જેમ તને રુચે એમ કર; કારણ કે તું તે યુદ્ધ કરવાનો જ છે, એ વાત મને તદ્દન દીવા જેવી સ્પષ્ટ લાગે છે. માટે હવે તે જીવન્મુક્ત કોટિની અવસ્થામાં સ્થિત રહી જળકમળવત કરવું, કે મિયા અહંકાર ધારણ કરીને નહિ છતાં બંધાયેલા જેવા અજ્ઞાન અથવા મૂઢપણુ વડે કરવું તેને તું પ્રથમ સારી રીતે વિચાર કરે અને પછી તેને યોગ્ય લાગે તેમ કર.
सर्वगृह्यतमं भूयः शृणु मे परमं वचः । इष्टोऽसि मे दृढमिति ततो वक्ष्यामि ते हितम् ॥६४॥
ફરીથી પણ ગુમાં ગુઢ રહસ્ય કહું છું હે પ્રિય! સર્વ ગુણોમાં પણ અત્યંત ગુહ્ય એવું રહસ્ય ફરીથી પણ તને કહું છું કે જેથી તારું સાચું હિત થાય, તે તું સાંભળ; કેમ કે તું મને અત્યંત પ્રિય છે. સારાંશ એ કે, ઉપર જે માગી મેં તેને કહ્યા તે પૈકી કયો માર્ગ તારું હિત કરનાર છે, તેનું પરમ ગુહ રહસ્ય છે કે મેં તને પૂર્વે તે કહેલું જ છે છતાં તેને ફરીથી પણ કરું છું. કેમ કે, તેં મારું શરણુ લઈ “મારું હિત શામાં છે ” એ પ્રશ્ન કર્યો છે અને વળી તું મને અત્યંત વહાલે છે.
मन्मना भव मक्तो मयाजी मां नमस्कुरु । मामेवैष्यसि सत्य ते प्रतिजाने प्रयोसि-मे ॥६५॥
મને પ્રિય કોણ? તે સત્ય પ્રતિજ્ઞાથી કહું છું હે પાર્થ? હું તને સત્ય પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે, આત્મસ્વરૂપ એવા મારે વિષે મનવાળો થા, મારા બત થા, મારું પૂજન કરનારે થા અને મને જ નમસ્કાર કરનારા થા, તે તેથી તું મને જ પામીશ; કારણ કે તે જ મને પ્રિય છે. સારાંશ એ કે, મારું સાચું સ્વરૂપ મેં તને ઉપર વખતોવખત કહેલું જ છે. હું કાણ, એ સંબંધે મેં તને અનેક વખત ચેતવ્યો છે, અર્થાત હું એટલે કાંઈ આ શરીરધારી દિવા