________________
૮૬૮ ]
છે વશ સમૂતાન્તરાત્મા–
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીવ અ૦ ૧૮/૬૨
કે જેને “સુ” રૂ૫ પ્રથમને આભાસ કિવા પ્રતિબિંબ પણ કહે છે (વૃક્ષાંક ૩), તેના ત્રણ ગુણેના આધારે યંત્ર ઉપર બેસાડેલાં પૂતળાં (વૃક્ષાંક થી ૧પણ)ની જેમ તમામ ભૂતને એટલે પ્રાણીમાત્રને ભ્રમણ કરાવતા રહે છે. સારાંશ એ કે, સના હદયમાં જે હુ હું એવી સ્કૂતિ થાય છે તે સ્કૂર્તિને પ્રેરણા કરનારે ઈશ્વર છે* અને તે જ પોતાની કાળરૂ૫ ઈક્ષણશક્તિયુકત “હું' એવા રણુરૂપે માયા વડે સત્વ, રજ તમ એ ત્રણ ગુણોના આશ્રય વડે નિયત કરેલા સ્વભાવનુસાર સર્વ ભૂતેને યંત્ર ઉપર ગોઠવેલી પૂતળીની માફક ભ્રમણ કરાવી રહ્યો છે, એટલે જેમ યંત્ર ઉપર ગોઠવેલી ઢીંગલીઓ (પૂતળીઓ) તેને ચલાવનારે જેમ નચાવે તેમ નાચે છે, તે કઈ તેમાં યત્કિંચિત ફેરફાર કરી શકતી નથી, પરંતુ બિચારાઓ તદ્દન પરાધીન હોય છે તે મુજબ જેઓ અહમભાવને વિલય કરવા૨૫ પુરુષાર્થ કરી મારા સાચા આત્મસ્વરૂપ (વૃક્ષાંક ૧)ની પ્રાપ્તિ કરી શકતા નથી, પરંતુ અહંકાર ધારણ કરીને હું પુરુષાર્થ કરું છું એવું જે સમજે છે તે તે આ યંત્ર ઉપર ગોઠવેલી પૂતળીની જેમ તદ્દન પરાધીન હાઈ ઈશ્વરની આજ્ઞારૂપ નિયતિએ નિશ્ચિત કરેલા સ્વભાવના પાશમાંથી કિંચિત્માત્ર પણ ફેરફાર કરવા સમર્થ નથી. આ સંબંધે શાસ્ત્રમાં પણ વર્ણને છે.
આ બધાં દૈવનાં રમકડાં છે શ્રી કુંતાજી પોતાના ભાઈ વસુદેવને કહે છેઃ હે આર્ય! હું મને પૂર્ણ મનોરથવાળી સમજતી નથી કારણ કે, તમો મેટા હોવા છતાં આપત્તિના સમયમાં પણ મારી ખબર લેતા નથી. અરે! તેમાં તમારો પણ શો દોષ છે? જે પુરુષને દૈવ(પ્રારબ્ધ) અનુકૂળ હેતું નથી તે પિતાને ગમે તેવો સગો થતો હોય છતાં પણ તેને સ્નેહીઓ, જ્ઞાતિજનો, પુત્રો, ભાઈ એ કિંવા માતાપિતા પણ સંભારતાં નથી. આ વચન સાંભળીને વસુદેવજી બોલ્યાઃ હે બહેન ! તું સમજદાર હોવા છતાં પણ આમ કેમ બેલે છે? તું આમ મારી ઉપર દોષારોપણ કરીશ નહિ, કારણ કે આપણે બધાં એટલે આ સર્વ મનુષ્યો અરે! એકલાં મનુષ્યો શું પરંતુ અન્ય પ્રાણીમાત્ર તથા સ્થાવરજંગમ જડચેતનાદિ સર્વ દમ્ય ઈશ્વરે પોતાની માયાશક્તિ વડે નિયત કરેલાં દૈવ(પ્રારબ્ધ)નાં રમકડાં જેવું છે. સર્વ લોકે ઈશ્વરને વશ રહીને જ સર્વ કર્મ કરે છે. ઈશ્વર જ તેમની પાસેથી બધું કરાવી રહ્યો છે. હું બહેન! જો કે દૈવ વડે કંસથી દુઃખ પામેલા અમે બધા એક વખતે કેવી હીન દશામાં આમથી તેમ નાસભાગ કરતા હતા? તે વળી હમણુ કાંઈક પોતાના સ્થાને આવ્યા છીએ. આ બધે ઈશ્વરે નિર્માણ કરેલા દૈવને જ પ્રતાપ છે (ભા. ૧૦-૮૨–૨૦-૨૧).
પરાધીન બીજાનું રક્ષણ શી રીતે કરે? હે રાજન! આ સર્વ જગત ઈશ્વરને આધીન છે, માટે કોઈ ને શેક કરવો ન જોઈએ. જે ઈશ્વરને લેકપાળો સહિત સર્વે લેકે બલિદાન આપી રહ્યાં છે, તે જ ઈશ્વર દૈવવશાત પ્રાણીઓના સમૂહને એકઠા કરે છે અને જુદા પાડે છે. જેવી રીતે નાકમાં નાથીને તે નાથને બીજી દોરી વડે બાંધેલા બળદો ધણીને વશ રહે છે તેવી રીતે ઈશ્વરની આજ્ઞારૂપ એવી કાળરૂપ ઈક્ષણશક્તિ વડે નાઘેલા અને તેની જ હું ૫ માયાના ત્રણ ગુણોની રાશ વડે બંધાયેલા મનુષ્યો ઈશ્વરને બલિદાન આપી રહ્યા છે એટલે તેઓ બધા ઈશ્વર જેમ ચલાવે તેમ ચાલી રહ્યા છે. જેમ રમતમાં રમવાના પદાર્થોનું ભેળું થવું કિંવા છૂટું પડવું એ રમત રમનારની ઈચ્છા ઉપર આધાર રાખે છે તેમ મનુષ્યોને પણ જ્યારે ભેળું થવું અથવા જુદું પડવું તે સર્વ ઈશ્વર ઉપર જ આધાર રાખે છે. આમ પ્રવૃત્તિમાં તથા સંગવિયોગમાં જીવ તદ્દન ઈશ્વર ઉપર જ આધાર રાખનારો છે. તમે મનુષ્યને નિત્ય, અનિત્ય, નિત્યાનિત્ય કિંવા શુદ્ધ બ્રહ્મરૂપે અનિર્વચનીય એવા બ્રહ્મસ્વરૂપ માનતા હતા તે આ ચારે પક્ષમાં પણ કેવળ મોહ થકી થયેલા એહ વિના બીજું કાંઈ પણ કારણ નથી અને આમ મોહ થકી ઉત્પન્ન થયેલા નેહ વડે આ ચારે પક્ષમાં તમારે શેક કરવો યોગ્ય નથી. શોકનું કારણ સ્નેહ હેઈ સ્નેહનું કારણ મેહ છે. જે મેહ અજ્ઞાન વડે જ થાય છે. માટે હે યુધિષ્ઠિર ! જેનું કઈ વાલી, વારસ કે
વૃક્ષ ગ માં રક્ષાંક ૨૦ તે જુઓ. વૃક્ષ બની સમજૂતી માટે કિરણાશ ૩૬થી ૧ તથા અધ્યાય ૩ને ૮ જુએ.