________________
'
او،]
ગીતાદેહન]
તેઓ જ શાશ્વત સુખ મેળવે છે, ઇતર નહિ, કરીને જે પરમાત્માસ્વરૂપ તત્ત્વજ્ઞ ગુરુ સાથે ઉદ્ધતાઈથી વર્તનારે હોય તે દાંભિક તથા અસૂયા એટલે દ્વ કરનાર અર્થાત જેને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવાની અંતઃકરણમાં ખરેખરી તાલાવેલો એટલે જિજ્ઞાસા ઉત્પન્ન થયેલા છેતી નથી પરંતુ તેમાં શું છે તે પણ જરા જોઈશું એવા પ્રકારની ચિકિત્સકબુદ્ધિ હેય છે તેવાઓ અથવા જેઓ તત્ત્વજ્ઞાન સાંભળીને સમજ્યા છતાં પણ અંતર્મુખ થઈ આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરા શકતા નથી અને હંમેશાં વિષયોમાં જ રચ્યાપચ્યા રહે છે, તેવા પૂંછડા અને શિંગડા વગરના નરપશુઓ આ ગુહ્ય જ્ઞાનને માટે નાલાયક છે; તેવા અનધિકારીઓને આ જ્ઞાન કદી પણ વાય એટલે કહેવા યોગ્ય નથી.
य इम परमं गुह्यं मक्तेवभिधास्यति । भक्तिं मयि परां कुत्या मामेवैष्यत्यसशयः ॥३८॥
જ્ઞાનમાં નાલાયક છે? આત્મસ્વરૂપ એવા મારામાં પરમભક્તિ વડે યુકત થઈ આ પરમ ગુહ્ય રહસ્ય જે મારા ભક્તોમાં સ્થાપન કરશે તે નિઃસંશય મને જ પામશે. સારાંશ એ કે, આ પરમ ગુહ્ય રહસ્ય જે કંઈ ઉપર કહેલા અભક્તોમાં નહિ પરંતુ જેઓ મને જુદાભાવે નહિ પણ એકય ભાવે ભજે છે તેવા પ્રકારની શ્રદ્ધાવાળા ભક્તોમાં કહેશે તે પર્યાયે મારી આ પ્રકારની એટલે “તત' રૂપમાં અકય થવારૂપ ભક્તિ વડે આત્મસ્વરૂપ એવા મારા સ્વરૂપને અર્થાત મારી સાથે અકય થવારૂપ પરમભાવને પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. આ રીત જ્ઞાનમાં લાયક કોણ અને શ્રદ્ધાળુ ભક્તોમાં આ જ્ઞાનને પ્રચાર કરનારા અહંકારરહિતની શી સ્થિતિ થાય છે, તે ભગવાને આમાં સમજાવ્યું છે. જેઓ દંભ વડે, મોટાઈને માટે તથા દ્રવ્યોપાર્જનનો ઉદ્દેશ મનમાં રાખીને અહંકાર વડે ઉપદેશ કરનારા હોય તેઓને સાચા ઉપદેશકે નહિ પરંતુ પેટ ભરનારા ધુતારાઓ જ સમજવા (અધ્યાય ૫ શ્લેક ૯ “શુભાશુભજ્ઞાનબંધુતા” જુઓ).
न च तस्मान्मनुष्येषु कश्चिन्मे प्रियकृतमः । भविता न च मे तस्मादन्यः प्रियतरो भुषि ॥६९॥
મારા ઉપર ખરી પ્રીતિવાળો કોણ ? હે પાર્થ! વળી આ મુજબ મને આત્મસ્વરૂપે જાણીને, મારા અભિનભાવનું પરમ ગુહ્ય જ્ઞાન ભકતોમાં નિકામભાવના વડે જે પ્રકટ કરે છે તે કરતાં મનુષ્યોમાં મને બીજો કોઈ પણ વધારે પ્રિય નથી અને થવાને પણ નથી, તેમ જ પૃથ્વીમાં તે કરતાં મને કોઈ વધારે વહાલ પણ નથી. અર્થાત જે પુરુષ મારા આત્મસ્વરૂપને જાણી આત્મા સિવાય આ જગતાદિ તમામ ભા મિથ્યા છે એવા પ્રકારની દઢ ભાવના વડે આ પ્રમાણેનું મારા પરમસ્વરૂપનું ગુહ્ય જ્ઞાન, લેકવણુ, વિૌષણા, પુષણ ઇત્યાદિ કંઈ પણ પ્રકારની એષણાઓથી રહિત થઈને નિરહંકાર બુદ્ધિ વડે મારા ભકતો એટલે જેઓને મારામાંથી ભેદથતિ નાશ પામેલી છે તેવા પ્રકારના અભેદબુદ્ધિવાળા શ્રદ્ધાળુ ભકતામાં જે આ જ્ઞાનનો પ્રચાર કરશે તે કરતાં મને આ પૃથ્વીમાં બીજે કઈ પણ વહાલ નથી તેમ જ તે પોતાનું સાચું પ્રિય કરનારે હોવાથી તે કરતાં મારે વધુ કાંઈ પ્રિય કરે તેવો બીજો કોઈ નથી, એટલું જ નહિ પરંતુ થવાને પણ નથી.
अध्येयते च य इमं धर्म्य संस्थामाषयोः ।
ज्ञानयझेन तेनाह मिष्टः स्यामिति मे मतिः ॥७०॥