________________
૮૬૪]
एकस्तथा सर्वभूतान्तरात्मा
[સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૮૫૯
પ્રતીત થતા જોવામાં આવે છે, તે સર્વે તેના નિયામક ઈશ્વર કિંવા સાક્ષી (વૃક્ષાંક ૨)ના હોઈ તે ઈશ્વર વડે નિશ્ચિત થયેલા છે એમ જાણવું. જેમ કે દાગીનામાં સોનું છે, તેના વગર દાગીનાનું લેશમાત્ર પણું અસ્તિત્વ સંભવતું નથી પરંતુ સોનાએ કાંઈ દાગીને બનાવેલા નથી, દાગીના બનાવનાર તે કઈ જુદો જ હોય છે. વળી દાગીના બનવાથી સોનામાં કાંઈ હાનિ થતી નથી. તેમ જ પિતાના દાગીના બને કિંવા ન બને, એવી બંને ભાવનાઓ સેનાને કદી પણ હતી નથી અને તેને દાગીના બનાવનાર કેઈ છે તેમ જ દાગીના કરીને કાંઈક હશે એવી કલ્પના પણ સંભવતી નથી, તેમ આત્મા(વૃક્ષાંક ૧) તે તદ્દન નિશ્ચળ, શાંત, વિકારથી રહિત, અવ્યય અને જન્મથી કિવા દયાદિ ત્રિપુટી અને તેના સાક્ષી એ સર્વથી પર છે. તેને તે કપના પણ નથી કે મારામાં ઈશ્વર (વૃક્ષાંક ૨) કરીને કાંઈ છે અને તે પોતાની માયાશક્તિ (વૃક્ષાંક ૩)રૂ ૫ “હું” દ્વારા આ બધું દયાદિ ઉત્પન્ન કરે છે. જાણવું, નહિ જાણવું ઇત્યાદિ ક્રિયાએ પણ નિયતિનિયમાનુસારની છે, આત્માની નથી; તેથી આ બધું, હું, તું, તે, આ, મારું તારું, તને મને, છે, નથી અને તેને સાક્ષી ઇત્યાદિરૂપે જે જે કાંઈ પ્રતીત થતું જોવામાં આવે છે, તે તો ઈશ્વર (વૃક્ષાંક ૨)નું કાર્ય હેઈ તે તેણે નિયત કરેલા નિયતિના તંત્ર વડે તદ્દન નિયમિત રીતે ચાલી રહેલું છે. જેમ દાગીનાની નકશી સનીએ પિતાના મન પ્રમાણે કોતરેલી હોય છે, તે તેના બનાવનારની માનસિક શકિતથી સહેજ પણ વિરુદ્ધ થઈ શકતી નથી અથવા સ્વપ્નની અંદર તું જે દસ્ય જુએ છે તે સ્વપ્નમાંના પુરુષો ગમે તેટલું પુરુષાર્થ કરે તો પણ કદી આ જામત સૃષ્ટિમાં આવી શકે છે ખરા કે? અથવા તેઓને જાગ્રત નામની કઈ રુષ્ટિ અસ્તિત્વમાં હશે એવી કદી કલપના પણ હેવી શક્ય નથી તે પ્રમાણે જ આ બધું દૃશ્ય જગત પણ આ ઈશ્વરીય સંક૯પાનસાર નિશ્ચિત કરેલા વિરાટ પુરુષના સ્વપ્ન રૂપે જ છે. આત્મા તે તે કરતાં તદ્દન વિરુધર્મી એટલે અસંગ, નિર્વિકારી, નિરાકાર, અવ્યય અને અનિર્વચનીય એવો હોવાથી તેને આ દશ્ય જગત અને તેના કર્તા કઈ છે અગર તે વિરાટ પુરુષના સ્વપ્નરૂપ છે ઇત્યાદિ કલ્પનાઓ પણ કદી સંભવતી નથી. જેમ સ્વપ્નમાંના પુરુ સ્વપ્નસૃષ્ટિની બહાર પુરતાર્થ કરવા યત્કિંચિત પશુ સમર્થ હેતા નથી અથવા તે વ્યવહારમાં પણ નાનાં બાળકે પોતે પિતાના મનસ્વી રીતે હું પુરુષાર્થ કરું છું એમ માને છે પરંતુ વાસ્તવિક તે તેના પાલક કિંવા દેખરેખ રાખનારની નજર બહાર તેઓ જઈ શકતાં નથી એટલે તેમનો એ પુરુષાર્થ તો તેમના ઉપર નજર રાખનાર ની ઠરાવેલી મર્યાદા સુધીને જ હોય છે, તેવી રીતે આ દય જગતમાં (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪ સુધી) હું, તું, તે, આ, મારું, તારું, તને, મને, ઇત્યાદિ રૂપે જે જે કાંઈ વ્યવહાર ચાલેલો જોવામાં આવે છે, તે તમામ આ ઈશ્વરની ઈક્ષણરૂપ કાળશકિતના બળે માયા કિંવા પ્રકૃતિના સત્વ, રજ અને તમે એ ત્રણ ગુણે વડે તેણે નિયત કરેલા ધરણે જ ચાલી રહ્યો છે, તેની આજ્ઞા વગર એક તૃણ પણ હાલી શકતું નથી, આમ આત્મા તદ્દન અલિપ્ત અને અસંગ હોઈ આ સર્વ વ્યવહાર દ્વિરીય એવી માયા વડે નિયત થયા પ્રમાણે ચાલી રહ્યો છે; આથી તેમાં થતો પુરુષાર્થ એ વાસ્તવિક રીતે પુરુષાર્થ નથી પરંતુ પ્રકૃત્યર્થ જ છે. વ્યવહારમાં તે આ પ્રકૃત્યર્થને જ પુરુષાર્થ સમજવામાં આવે છે, પણ ખરી રીતે તો તે અજ્ઞાનતા જ છે.
જાણવા છતાં પુરુષાર્થ નહિ કરનારની મૂઢતા હે ધનુર્ધર! તું કદાચ શંકા કરશે કે આપે તે કેટલીક વખતે એમ કહેવું છે, કે અજ્ઞાની એવા વ્યાવહારિક લોકોની બુદ્ધિનો ભેદ નહિ કરવો જોઈએ અને આ તમારા પ્રારબ્ધવાદના કથન વડે તો લોકોની બુદ્ધિ ભ્રશ થઈ હો ખળ થશે અને પોતે જે કાંઈ પાપ કરે છે, તે પિતાની પ્રકૃતિ અને પૂર્વ પ્રારબ્ધવશાત જ થયા કરે છે, એમ માની સ્વછંદી બનશે. સિવાય આ મુજબ જે પ્રારબ્ધની નિશ્ચિતતા ઠરે તે પછી કેઈને તું સારું કરે છે યા નરસું કરે છે એમ કહેવાપણું પણું રહેતું નથી. જો આમ જ હેાય તે પછી શાસ્ત્રકારે સત્કર્મ કરવાને પિકાર કરીને કેમ કહી રહ્યા છે? તારી એ શંકાના સંબંધમાં કહું છું તે સાંભળ. વાસ્તવિક પુરુષાર્થ એટલે આત્મપ્રાપ્તિ એ જ એકમેવ છે. તેને માટે પ્રારબ્ધ વિા નિયતિ કાંઈ કરી શકે નહિ. જેમ વાગોને