________________
૮૨ ] રિતે જાવા [ સિદ્ધાન્તકાડ ભ૦ ગીત અ૦ ૧૮/૫૯ માનવું તદ્દન નિરર્થક છે. તું યુદ્ધ કરવાનું જ છે. એ સંબંધમાં તે મને જરા પણ સદેહ નથી, પ્રથમ પણ ન હતું, હમણું પણ નથી અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી; કારણ કે તું યુદ્ધ કરવાનો છે, એ વાત તે સૂર્યના ઉદય અને અસ્ત જેટલી નિયતિનિયમાનુસાર તદ્દન નિશ્ચિત છે. જેમ ઉદય પામેલા સૂર્યને સાંજે અસ્ત થશે અને અસ્ત થયેલો પાછો પ્રાત:કાળમાં ઉદય પામશે, એ જેટલું નિયતિક્રમમાં નિશ્રત છે, તેમાં કળત્રયે પણ ફેરફાર થવો શક્ય નથી, તેમ જેઓને મેં ઉપર કહ્યા પ્રમાણે “અહમ ભાવ નષ્ટ થયેલો હોતો નથી તેવાઓને માટે તો નિયતિનિયમાનુસાર વર્તાવા સિવાય બીજો કોઈ પુરુષાર્થ છે જ નહિ. તેમની હલનચલન બલવાની, સંકલ્પ કરવાની, નિશ્ચય કરવાની ઇત્યાદિ કર્મેન્દ્રિય અથવા જ્ઞાનેન્દ્રિય વડે જે જે કાંઈ કાયિક, વાચિક અને માનસિક અથવા બૌદ્ધિક ક્રિયાઓ થાય છે, તે સર્વ મારી માયા કિવા પ્રકૃતિએ નિયત કરેલા ત્રણ ગુણેના આધાર વડે જ થઈ શકે છે અને તે માયાને પ્રેરક ઈધર હેઈ તેણે છાનાં પૂર્વકર્મોવશાત શું કરવાનું, ક્યારે કરવાનું, કયાં કરવાનું અને કોની મારફતે કરવાનું વગેરે સર્વ કાળ, સ્થાન ઇત્યાદિ સહ પ્રથમથી જ નક્કી કરી રાખેલું છે, એટલે જીવને જન્મ થવા પૂર્વે જ તે તે જીવોનું આયુષ્ય કર્મ, વિત્ત, વિદ્યા અને મરણ; ટૂંકમાં જન્મથી મરણ સુધી તેણે શું શું કરવું? ક્યારે અને કયાં કરવું ? ઈત્યાદિ તમામ બાબતે યંત્રની પૂતળીને જેમ પ્રથમથી જ તદ્દન નિશ્ચિત કરી ચુકેલી હોય છે. તેમાં ફેરફાર કરવા કઈ પણ સમર્થ છે જ નહિ જે જીવને જે જે સમયે જે કાંઈ પ્રાપ્ત કિવા અપ્રાપ્ત થવાનું હોય તે તે સમયે તેને માટે નિયતિનિયમાનુસાર તેવી તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, તથા આજુબાજુએ એવાં કારણોને યોગ કાકતાલીય ન્યાયની પેઠે અનાયાસે જ ઉત્પન્ન થતા રહે છે. અને તે પ્રમાણે બુદ્ધિને પ્રેરણા થઈ ક્રિયાઓ થતી રહે છે, આ રીતે બધું પ્રકૃતિના સ્વભાવનુસાર યા તે નિયતિનિયમાનુસાર થતું હોવા છતાં વ્યવહારમાં મૂઢ લાકે તેને જ આ મેં કયું” આ બહુ કરું છું, ઇત્યાદિ અભિમાન વડે માની લે છે અને આનું નામ જ પુરુષાર્થ એમ તેઓ સમજે છે. આ રીતે નિયતિના નિયમમાં સાક્ષાત બ્રહ્મા, વિષ્ણુ, અને મહેશ્વર પણ ફેરફાર કરવા સમર્થ નથી, તો પછી તારા જેવા બિચારા દેહાધ્યાસીની તે શું કથા? સારાંશ એ કે, આ નિયતિને પ્રેરણા કરનાર ઈશ્વરની આજ્ઞા વિના એક પાન અથવા તણખલું પણ હલનચલન કરી શકે તેમ નથી; તે ધોરણે તું યુદ્ધમાં જોડાય એવા ઉદેશે મેં કાંઈ તને આ જ્ઞાન કહ્યું નથી પરંતુ તને ઉત્પન્ન થયેલ મેહ નષ્ટ કરવાને માટે જ આ બધું સત્ય અને પરમ ગુહ રહસ્ય સમજાવ્યું છે. તું યુદ્ધ તે કરવાનો જ છે તે હું સારી રીતે જાણું છું, કેમ કે તને ઉપજેલો આ વૈરાગ્ય સ્મશાનવૈરાગ્ય જેવો જ છે. તે શર ક્ષત્રિય હોવાથી જ્યારે રણભૂમિમાંથી નાસવા માંડીશ ત્યારે આ બધા લોકે તારી નિંદા કરશે તે સહન કરવી તાર માટે અસહ્ય થશે અને તું હાથમાં હથિયાર લેશે અને તારો એવો ક્ષાત્રસ્વભાવ જ તને આ યુદ્ધ કાર્યમાં જોડાશે, તે હું સારી રીતે સમજું છું. વળી દરેક મહાયુગોમાં આ રીતે મહાભારત યુદ્ધો થયા જ કરે છે અને તેને તે સમય ઉપર તારા જેવા અર્જુન નામધારી દેહાધ્યાસીને વિષાદ ઉત્પન્ન થવાથી હું વાસ્તવિક આત્મસ્વરૂપ હાઈ અશરીરી હોવા છતાં લોકદષ્ટિએ તારું સારધ કરનારા તારા મામાના પુત્ર શ્રીકૃષ્ણના નામ વડે મારે તને બોધ આપવો પડે છે, એવો નિયતિક્રમ છે તે પણ હું સારી રીતે જાણું છું. આ પ્રમાણે ચાલુ ક૫માં અને નામધારી તને મેં કહ્યું નામધારીરૂપે સત્તાવીશ વખત તે પ્રથમ બોધ આપેલ છે અને હજી ભવિષ્યમાં નવસો બેતર વખતે આપવામાં આવશે (અધ્યાય ૨ ક૧૧થી૧૩નું વિવરણ જુઓ ; સારાંશ, આ નિયતિના ચક્કરમાંથી છૂટે એવા આ ત્રિલોક્યમાં એક તું ને વિલય કરીને આત્મસ્વરૂપની પ્રાપ્તિ કરનારા જીવન્મુક્ત સિવાય કોણ છે? કોઈ નથી. અરે, એટલું તો શું પણ જેમ સૂકાં પાંદડાને પવન જ્યાં લઈ જાય ત્યાં તે જાય છે તેમ જીવન્મુક્ત તત્વવેત્તાની દૃષ્ટિએ જે કે કશું છે જ નહિ છતાં લૌકિક દૃષ્ટિએ તે આ જીવન્મુક્તનું શરીર જ્યાં સુધી વિદ્યમાન હેય છે ત્યાં સુધીને માટે તે પણ આ નિયતિના પાશમાંથી છૂટી શકતું નથી, જો કે મારે કાંઈ કર્તવ્ય નથી. હું તત્ત્વતઃ તદ્દન નિષ્ક્રિય અને અજન્મા છે છતાં લોકદષ્ટિએ તે જાણે જ છું, તારું સાર કરું છું વગેરે તું અને આ બધા અજ્ઞાનીઓ સ્પષ્ટ જ જોઈ શકે છે, ખરું ને? આમ પિતાના સાચા સ્વરૂપની પ્રાપ્તિને માટે પુસ્નાથ તે ગમે તે પુરુષ કરી શકે