________________
સુયે યથા તરંથ ૨૪– [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૧૮/૫૯ આ મુજબ કોઈ પણ જાતનો સંકલ્પ જ થવા નહિ દેવે તેને વિદ્વાનો વેગ કહે છે. આ યોગ એ રવાભાવિક રીતે જ ચિત્તનો નાશ કરનાર છે. માટે તું આ રીતના મારા સ્વરૂપમાં તન્મય થઈને પછી જે છે તે રહી ભલે તારું કર્મ કર, સર્વત્ર સમાન રીતે રહેલો શાંત, સુખરૂપ, સૂમ, બેપણું અથવા એકપણું એ બંને ભાવોથી રહિત, સર્વવ્યાપી, અનંત અને શુદ્ધ એવા મારા પરબ્રહ્મ સ્વરૂપમાં ખેદ કે હર્ષને અથવા રાગદ્વેષાદિને સ્થાન કયાંથી હોય ?
મારામાં હું મારું ઇત્યાદિ ભાવે કદી છે જ નહિ જેમ પથ્થર ઉપર વાવેલાં બીને અથવા શેકેલાં બને કદી અંકુર થતું નથી તેમ તારામાં પ્રથમ તે હું” એવા સંકલ્પને ઉદય જ ન થાઓ. આમ જે પુરુષ સંકલ્પરહિત, શાંત અને બ્રહ્મરૂપ એવા મારામાં જ સ્થિત હોય છે તે જીવતા હોય ત્યારે કિંવા વિદેહમુક્ત થાય ત્યારે પણ તેને લેકે અથવા વેદ સંબંધી કર્મો કરવાથી કિવા નહિ કરવાથી, આલોક સંબંધી કે પરલોક સંબંધી તેમજ જીવન કે મરણ સંબંધી કશું પણ પ્રયોજન રહેતું નથી, કેમ કે નિરંતર આત્મદષ્ટિએ સર્વત્ર અભેદરૂપે તે પોતે જ રહેલે હેઈ, કર્મ અને અકર્મ એ બંનેનો જ્યાં બાધ થાય છે તેના અવધિ એવા એક મારારૂપ જ એટલે આત્મરૂપ જ તે હોય છે. તે જ આ પ્રતિભાસિક એવાં કર્મરૂપે જોવામાં આવે છે પરંતુ વાસ્તવિક રીતે તે આત્મસ્વરૂપ એવા મારામાં કમંપણું છે જ નહિ. આ પ્રમાણે આત્મસ્વરૂપ એવો હું આભાસાત્મક દૃષ્ટિએ કર્તા, કરિરૂપે દેખાઉં છું. પરંતુ તત્વ કે સત્યદષ્ટિએ તે મારામાં કર્તાપણાનો અંશ પણ નથી. માટે જ્યાં સુધી હું અને મારું” એવો સંકલ્પ સુર્યા કરે છે ત્યાં સુધી આ મારી માયાના વિસ્તાર વડે ભાસતા, મિયા સંસારરૂપી દુઃખોમાંથી કદાપિ પણ મુક્ત થઈ આત્મસ્વરૂપ એવા મારા પરમ પદની પ્રાપ્તિ થઈ શકતી નથી, પરંતુ આ “હું અને મારુ” એવા સંકલ્પનો સંન્યાસ કરવાથી જ એટલે કે તેવા સંકલ્પથી રહિત થતાં જ સંસારદુ:ખમાંથી મુક્ત થઈ આત્મસ્વરૂપ એવા મારા પરમપદને પ્રાપ્ત કરી શકાય છે માટે આ પિકી તને જે વાત ચે તેને આશ્રય કર. તવદષ્ટિ વડે જોતાં તો “ હું અને મારું'' છે જ નહિ અને જે છે એમ કહેવામાં આવે છે તે સર્વ પરિપૂર્ણ પરમાત્મા એવું મારું જ સ્વરૂપ છે. મારાથી ભિન્ન કાંઈ છે જ નહિ. આ મારા પરમપદથી જ જે કાંઈ દશ્યરૂપ જગતાદિ ભાસંમાન થાય તે તે જેમ કડાં, મંડળ, નુપૂર, બાજુબંધ ઇત્યાદિ સુવર્ણના દાગીનાઓ સુવર્ણથી ભિન્ન હેતા નથી અથવા સુવર્ણથી કિંચિત્માત્ર પણ ભિજ નથી, તેમ આ સર્વ નિઃસંગ, નિરાકાર, અવ્યય, અજન્મા એવા મારું આત્મસ્વરૂ૫ જ છે. હું પાર્થ! હું તને ફરીથી હાથ ઊંચા કરીને પોકારી પોકારીને કહું છું કે સંક૫રહિત અવસ્થા એ જ મારું ખરું આત્મસ્વરૂપ છે કે જેમાં “હું” એવું કુરણ છે જ નહિ, તે પછી તું, તે, આ, મારું, તારું, તને, મને વગેરે ભાવે તે કયાંથી હોય? તે તું સારી રીતે ધ્યાનમાં રાખ, એ જ મારું શાશ્વત અને અધ્યયપદ છે.
चेतसा सर्वकर्माणि मयि सन्यस्य मत्परः ।। बुद्धियोगमुपाश्रित्य मच्चित्तः सततं भव ॥ ५७ ॥
બુદ્ધિગને આશ્રય કર હે પાર્થ! મારું શાશ્વત પદ તારા ધ્યાનમાં આવ્યું ને! એટલા માટે જ છે કે મેં તને પ્રથમ તે કહેલું જ છે છતાં દૃઢતાને માટે ફરીથી કહું છું કે, ચેતસા એટલે મન થકી આ સર્વ ચૈતન્યરૂપ છે, એવા પ્રકારના જ્ઞાન વડે સર્વ કર્મોને મારામાં જ સંન્યાસ કરી તું મારા પરાયણ રહેનાર, બુદ્ધિયોગના આશ્રય વડે આત્મસ્વરૂપ એવા એક મારામાં અને મારા વિષે જ ચિત્તવાળો થા. સારાંશ એ કે, બુદ્ધિગનો આશ્રય મને એટલે બુદ્ધિને આત્મસ્વરૂપ એવા મારામાંથી કિંચિત્માત્ર પણ આમથી તેમ હઠવા નહિ દેતાં, મારામાં જ પાવી રાખવી (બુદ્ધિયોગ માટે જુઓ અધ્યાય ૨ શ્લેક ૩૯). આ પ્રમાણે દઢ નિશ્ચય વડે બુદ્ધિને એક