________________
૮૫૮ ].
d i aણવો
. .
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૫૬
માટે જ પ્રયત્ન કરનારાઓ બિચારા શોધી શોધોને થાકી જાય છે છતાં તેઓ મારા પરમપદને કદાપિ પ્રાપ્ત કરી શકતા નથી. આ જગતમાં મોટા મોટા શાતાએ, બુદ્ધિમાનો, તર્કશાળીઓ અને પુરુષાર્થિઓ પણ અનેક છે છતાં તેઓ બધા માયાને મોહમાં ફસાઈ મારા સ્વસ્વરૂપના અજ્ઞાનને લીધે કદી પણ શાંતિને પ્રાપ્ત કરી શકતા નથી. શબ્દાર્થ કરવાનો વિદ્યા હોય, મોટી પંડિતાઈ કિવા વ્યાખ્યાનો કરવાની કળામાં નિપૂણતા હોય છે તેથી કાંઈ પરમપદની પ્રાપ્તિ થતી નથી અગર તે કોઈ તેની રાતદિન શોધ જ કર્યા કરે તે તેવી શોધ તે ગમે તેટલા લાંબા કાળ સુધી કર્યા કરે તેથી પણ કાંઈ મારા આત્મસ્વરૂપની પ્રાપ્તિ તેને કદી થવી શક્ય નથી; કારણ કે તે પદ ગ્રહણ થઈ શકે એવું નથી, તેમ કયાંય પણ દૂર જઈને પ્રાપ્ત કરી
કાય એવું પણ નથી. તે તે હમેશાં સર્વકાળ નિત્યપ્રતિ પ્રાપ્ત જ છે. વળી બેઠેલી બેઠકે પણ તે પ્રાપ્ત જ છે. સિવાય તે પદ કાંઈ વિચાર કરવાથી સમજાય એવું પણ નથી. સર્વ વિચાર જ્યારે બંધ પડે છે ત્યારે તે પ્રકાશિત થાય છે. મસ્તકની છાયા દોડી દોડીને પકડવા જતાં તે કદી પણ હાથ લાગતી નથી તેમ આ આમપદ કેઈ એકાદ ક્રિયા કરવામાં આવે કિંવા છોડવામાં આવે તો તે વડે પ્રાપ્ત થાય એવું નથી. જેમ કઈ મનુષ્ય નજીક પડેલા તકતામાં (અરીસામાં) પિતા સહ બીજા હજારો પ્રતિબિંબે જુએ છે છતાં અરીસો તો કંઈ જોનારને કિંવા તેમના પ્રતિબિંબને જાણુ કિંવા જેતે પણ નથી, તે પ્રમાણે આ બધા લેકે અત્મસ્વરૂપ એવા મારા મહા આદર્શરૂપમાં પ્રતિબિંબિત થયેલાં જગત ચિત્રો જોતાં હોવા છતાં પશું મારા સાચા રવરૂપની ઓળખ નહિ હોવાને લીધે જ મને ઓળખી શકતાં નથી, તસ્માત હું, તું, તે, આ ઇત્યાદિ તમામ દશ્યભાવને વિલય કરીને એટલે પિતા સહ સર્વને ભૂલી જઈ કેવળ સપ આત્મા વડે જ આત્માને જે. અર્થાત ભિન્નપણાનો ભાવ છોડી દઈ ભિન્ન એવા આત્મરૂપે જ આત્માને અનુભવ કરવા જોઈએ. પ્રથમ તે આ રીતે કેવળ અંતર્મુખ દષ્ટિ કરી આત્મસ્વરૂપ એવા મારું પરક્ષજ્ઞાન કરવું અને તે થયા પછી તેવા દઢ નિશ્ચય વડે અભ્યાસ દ્વારા “હું ભાવને ભૂલી જઈ મારી સાથે એકરૂપ થઈ જવું. આ મુજબ જ્યારે તત એવા મારા (વૃક્ષાંક ૧)માં એકરૂપતા પ્રાપ્ત થાય ત્યારે જ તે મારા સાચા સ્વરુપને અનભવ કરી શકે છે. આ સિવાયના બીજા બધા ઉપાયે કિંવા સાધનો મારા સાચા સ્વરૂપનો અનુભવ કરાવી આપવા અસમર્થ છે.
सर्वकर्माण्यपि सदा कुर्वाणो मपाभयः । मत्प्रसादादवाप्नोति शाश्वत पदमव्ययम् ॥५६॥
મારા શાશ્વત અને અવ્યય એવા પદની પ્રાપ્તિ હે ધનુધર! ઉપર કહ્યા મુજબ આત્મસ્વરૂપ એવા મારી સાથે અભેદભાવને આશ્રય જેણે કરેલ છે એ પુરુષ હમેશાં સર્વ કર્મો કરવા છતાં પણ મારા પ્રસાદ (કૃપા) વડે શાશ્વત એવા અવ્યયપઠને મેળવે . છે. તાત્પર્ય એ કે, જે આ પ્રમાણે મારાથી અભિભાવની દઢ નિશ્ચય વડે ભાવના કરી મારા અપરોક્ષ સાક્ષાત્કાર માટે હંમેશાં મારે જ આશ્રય કરી રહેલો છે; એટલે અંતઃકરણમાં હું, તું, તે, આ, માસ, તારું, તને, મને ઇત્યાદિ ભાવને કદી પણ ઉત્પન્ન થવા દેતો નથી અને ઉત્પન્ન થાય તો તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારે તરત જ તેને દાબી દે છે, આ પ્રમાણે હંમેશાં જે આત્મસ્વરૂપ એવા મારા અભ્યાસમાં જ રત થયેલો છે, તેવો મારો આશ્રયી કિંવા શરણાગત થયેલો પુરુષ સદા સર્વદા કર્મો કરતે હેવા છતાં પણ આત્મસ્વરૂપ એવા મારી કૃપા વડે તે શાશ્વત એવા અવ્યય (ક્ષાંક ૧) પદને પામે છે. જેમ માટીનો બનેલો રાક માટીથી જ નથી તેમ આત્મસ્વરૂપ એવા મારામાં કપાયેલું આ તમામ દસ્ય મારાથી ભિન્ન નથી જેમ તરંગો જળથી અને દાગીનાઓ સુવર્ણથી જુદા નથી તેમ મારા આત્મપદમાં કપાયેલું આ સર્વ દશ્ય વારતવિક મારાથી જરા પણુ જ નથી.