________________
ગીતાદહન]
તેમનાં બાદ વડે તે લેપાત નથી;
[ ૮૬૩
પરંતુ આ બીજાના એટલે ઈશ્વરના કાર્યમાં તો તે કિંચિત્માત્ર પણ ચંચૂપ્રવેશ કરી શકે નહિ, કેમ કે આ કાર્ય કરનાર અને તેના કાર્યને લેશ અંશ પણ આત્મસ્વરૂપ એવા આ ડુંમાં નથી. અને તે જ તારું સાચું સ્વરૂપ છે. જેમ પ્રકાશ પોતાના સ્વજાતીય એવા ગમે તેટલા પદાર્થોને પ્રકાશિત કરી શકે છે પરંતુ પિતાથી વિરુદ્ધ ધર્મવાળા અંધકારને કદી પણ પ્રકાશિત કરી શકતું નથી એટલે પ્રકાશ થતાંની સાથે જ અંધકારને નાશ થઈ જાય છે એમ કહો અથવા તો તે પ્રકાશરૂપ જ બની જાય છે એમ કહે, પરંતુ પ્રકાશને અંધકાર કેવો હશે તેની કદી પણ કહપના હોતી નથી, તેમ આ મારું આત્મસ્વરૂપ અને તેનાથી તદ્દન ભિન્ન એવી માયા આત્મસ્વરૂપમાં લેશમાત્ર પણ્ અંશ કે સંબંધ તો નથી; અર્થાત જ્યાં આત્મસ્વરૂપનો પ્રકાશ થયો કે આ સર્વ અંધકારમયી માયા એકાએક કયાંયે અદશ્ય થઈ જાય છે અથવા કમળા થનારને જેમ સર્વ પીળું જ દેખાય છે તેમ આત્મરૂપ બનેલાને સર્વ આત્મરૂપ જ દેખાય છે, પરંતુ તે જ્યાં સુધી માયાના ચક્કરમાં હેય, ત્યાં સુધી તે આત્મસ્વરૂપને જોઈ શકતા નથી અર્થાત પ્રકાશ હોય ત્યાં અંધારું ના હોય અને અંધારું હોય ત્યાં પ્રકાશ ન હોય. એ વ્યવહારમાં પણ અનુભવ છે, તેમ માયા હેય ત્ય આત્મા દભ છે તથા આત્મા હોય ત્યાં માયાનું નામનિશાન પણ હોઈ શકે નહિ. હવે વ્યવહારમાં તે અંધારુ નષ્ટ કરવાને માટે દી કિંવા સૂર્યાદિ સાધનોની તથા નેત્રાદિ ઇદ્રિ વગેરે સાધનોની જરૂર હોય છે, તેથી પ્રકાશ અને અંધારું એવો સાક્ષી રૂપે અનુભવ મનુષ્ય કરી શકે છે, પરંતુ સ્વયંપ્રકાશ કે જેને પ્રકાશવા કોઈ પણ સાધનની જરૂર નથી, એટલું જ નહિ પરંતુ આ સૂર્યચંદ્રાદિને પણ જે પ્રકાશ આપી રહ્યો છે, એવા આત્મરૂપ સ્વયંપ્રકાશમાં અંધારાની કલ્પના પણ કયાંથી અને શી રીતે હોઈ શકે ?
અજ્ઞાનીઓને માટે દશ્ય અને જ્ઞાનીને આત્મા હે પાર્થ! આ રીતે નિશ્ચયપૂર્વક જાણું કે, મેં તને આ નિયતિની નિશ્ચિતતા સંબંધમાં જે કહ્યું તે તો જેઓએ “અહમને વિલય કરીને આત્મસ્વરૂપ એવા મારાં (વૃક્ષાંક ૧નાં) દર્શન કર્યા નથી તેવાઓને માટે જ લાગુ પડે છે પરંતુ જેમણે “હું' એવા ભાવનો વિલય કરીને મારા રૂપમાં સ્થિતિ કરેલો છે તેવાને માટે તે પ્રકાશમાં જેમ અંધકાર નથી તેમ માયાનો પ્રેરક ઈશ્વર તથા તેની કાળ૩૫ અક્ષણુશક્તિ અને તમામ દત્યજાળ૨૫ માયામય કાર્ય ઇત્યાદિ કશાનું પણ અસિવ નથી અને જે કાંઈ છે તે તે સર્વ આત્મસ્વરૂપ એવા મારાથા અભિન્નરૂપ જ છે, પરંતુ અજ્ઞાનીઓની દષ્ટિ એ તો માયા વિના બીજું કઈ દેખાતું જ નથી. તે માયા અથવા નિયતિના નિયમોમાં આ જ્ઞાનીએ કે અજ્ઞાનીઓ પૈકી કોઈ પણ રકાર કરી શકતા નથી એટલે આત્માને જે આત્મરૂપથો અભિન્ન ભાસે છે તે જ નેત્રદોષવાળાની પેઠે અજ્ઞાનીઓને દશ્યરૂપે અનેકરૂપે દેખાઈ રહ્યું છે. આમ દસ્થાદિ ત્રિપુટી અને તેના સાક્ષીભાવ વડે ભાસવું તે અજ્ઞાન તથા આત્મરૂપે ભાસવું તે જ્ઞાન કહેવાય; પરંતુ આ રીતનું સાચું જ્ઞાન તે સારાસાર વિવેક વડે પરોક્ષજ્ઞાન થયા પછી આત્મરૂપના દઢ નિશ્ચય વડે બુદ્ધિને કેવળ એક આત્મારૂપ નિશ્ચયમાં સ્થિર રાખી
' ભાવનો વિલય થતાં સુધી સતત અભ્યાસ કરવો અને એક વખતે હું ભારનો વિલય કરી, તે નિર્વિકલ્પતાને ક્ષણમાત્ર અનુભવ લઈ પછી તે સ્વરૂપની જ સતત ભાવના રાખવી. આ રીતે જ્યાં સુધી હ' ભાવના વિલયનો અનુભવ થઈ શકતો નથી ત્યાં સુધી મારું સાચું જ્ઞાન કિંવા મારા સાચા સ્વરૂપની પ્રાપ્ત કદી પણ થતી નથી અને આમ મારા સાચા આત્મસ્વરૂપની પ્રાપ્તિ થઈ એટલે આત્મદષ્ટિવાળા તે પોતે આ નિયતિના પાશમાંથી છૂટી શકે છે અને એટલા માટે જ મેં તને કાળચક્રના પાશમાંથી છૂટવાને માર્ગ બતાવ્યું છે.
આ બધું નિયતિના તંત્ર વડે ચાલે છે નિયતિની નિશ્ચિતતાના સંબંધમાં મેં તને પાછળ પણ વખતોવખત સમજાવેલું છે જ છતાં અત્રે સંક્ષેપમાં કહું છું કે, હું, તું, તે, આ, મારું, તારુ, તને, મને, છે, નથી, છ, યાદિ છે જે જે કાંઈ ભાવે
• નિયતિ સ બંધે અધ્યાય ૩, ૪, ૫, ૭, ૯, ૧૧, ૧૫ જુઓ.