________________
ગતિદેહન ]
જેમ આ સુર્ય જ સર્વ લેકનાં ચક્ષુ(ઇદ્રિય)૨૫ હેવા છતાં પણું,
[ ૮૬
મારામાં જ પરોવી રાખીને પછી અંતઃકરણમાં જે જે સંકટ થાય કે તેને તરત જ તે મારું (આત્મસ્વરૂ૫ છે, એ રીતના પ્રતિસંકલ્પ વડે તત્કાળ મારામાં જ સંન્યાસ કરી દે. એટલે સંક૯૫ ઉત્પન્ન થાય કે તરત જ તે આત્મસ્વરૂપ જ છે, એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને મારામાં જ અર્પણ કરી દેવો. આ મુજબ હું, તું, તે, આ, મા, તારું તને, મને ઇત્યાદિ તમામ ભાવેને આત્મસ્વરૂપ એવા મારામાં જ સમર્પણ કરનારે, મારે જ પરાયણ રહેશે, જેનું ચિત્ત સતત મારામાં જ પરોવાયેલું છે, એવા પ્રકારના બુદ્ધિયોગને આશ્રયી તું થા. આમ હું, તું, તે, આ ઇત્યાદિ ભાવની ઉત્પત્તિ જ થવા નહિ | દેવી અને થાય છે તે આત્મરૂ૫ છે, એવા પ્રકારની ભાવના વડે તેને તત્કાળ દાબી દેવી, તેનું નામ જ ખરો સંન્યાસ કિંવા ત્યાગ હેઈ આત્મસ્વરૂપ એવા મારા સિવાય બીજું કાંઈ છે જ નહિ એવી રીતના દઢ નિશ્ચય વડે બુદ્ધિને તેમાંથી કિંચિત્માત્ર પણ ઢળવા નહિ દેવી, તેનું નામ બુદ્ધિગને આશ્રય સમજ.
मश्चित्तः सर्वदुर्गाणि मुत्प्रसादात्तरिष्यसि । પણ માત્ર એક વિનતિ અ%ા.
અહમનાશથી થતી પરમાત્મપ્રાપ્તિ હે ધનુર્ધર ! ઉપર કહ્યા પ્રમાણે બુદ્ધિગના આશ્રય વડે, મચ્ચિત્તઃ એટલે આત્મસ્વરૂપ એ જે હું તે મારામાં જ હંમેશાં ચિત્તને પરોવવાથી આત્મરૂપ એવા મારા પ્રસાદ વડે સર્વ પ્રકારના દુર્ગે એટલે અરિષ્ટો અથત ભય કિંવા સંકટમાંથી તું તરી જઈશ એટલે સર્વ દુઃખોમાંથી પાર થઈશ; પરંતુ જો તું અહંકાર વડે મારું કહ્યું સાંભળીશ નહિ તે નિશ્ચિત વિનાશને પામીશ. તાત્પર્ય એ કે, આ પ્રમાણે અત્યાર સુધીમાં મે તને મારું સાચું સ્વરૂપ કે જ્યાં હું એવો ભાવ જ નથી તે કહ્યું માટે તું હવે “હું' પદને ત્યાગ કરી આત્મસ્વરૂ૫ એવા મારામાં જ તક થઈ જ, પરંતુ તને આટલું આટલું કહેવા છતાં પણ જો તું આ “હું” પણ (અહંકાર)ને ત્યાગ નહિ કરીશ, અર્થાત મારું કહ્યું નહિ માનીશ તો પછી તે અહંકાર તારે જરૂર નાશ કરશે, એમ નિશ્ચિત સમાજતસ્માત હું તને હાથ ઊંચો કરી વારંવાર બૂમો પાડીને કહી રહ્યો છું કે, આ હુને નાશ કરવો, “હું” રૂ૫ રૂર્તિને કદી પણ ઉત્પન્ન જ થવા નહિ દેવી એ જ પરમ ક૯યાણ કરનારું હાઈ આત્મસ્વરૂપ એવા મારા સાચા સ્વરૂપની પ્રાપ્તિ કરી આપનારું છે તથા “હું'નું હરણ થવું એ જ વિનાશ કરનારું છે, તે તું સારી રીતે ધ્યાનમાં રાખ. જ્યાં સુધી તારો અહંકાર નષ્ટ નહિ થાય ત્યાં સુધી આ સર્વ આત્મસ્વરૂપ એવું મારું રૂપ છે એવા પ્રકારની દઢ નિશ્ચયવાળી બુદ્ધિનો આશ્રય કરી ચિત્ત વડે સર્વ ઇંદ્રિયોને અંતઃકરણુમાં સંકર વિકલપ ઉત્પન્ન થતાંની સાથે તુરત જ તે આત્મસ્વરૂપ છે એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને તત્કાળ દાબી દે. આ મુજબ દઢ નિશ્ચય અને શ્રદ્ધાપૂર્વક પુરુષાર્થ વડે પિતા સહ સર્વને નિરાસ કરવાથી અંતે અહમભાવનો પણ વિલય અનાયાસે જ થઈ જાય છે. આમ અહમને વિલય થતાં જ ક્ષણમાત્ર નિર્વિકલ્પ સમાધિનો અનુભવ કરી આત્મા વડે જ આત્માનું અવલોકન કર. આ રીતના આત્મસાક્ષાત્કાર વડે જ તારી આ મોહજન્ય સર્વ શ્રાંતિ ક્ષણુવારમાં મટી જશે પરંતુ - અહંકારને નાશ નહિ કરતાં તે તેના જ અપૂરમાં ફસાઈશ. તે પછી તે પોતાના હાથે પોતે જ વિનાશને નોતર્યો છે, એમ નક્કી જાણ.
यदहकारमाश्रित्य न योत्स्य इति मन्यसे ।
मिथ्यैव व्यवसायस्ते प्रकृतिस्त्वां नियोश्यति ॥५९॥ શું ભગવાને અર્જુનને યુદ્ધમાં પરવાને માટે ઉપદેશ આપ્યો છે? શ્રીકૃષ્ણ ભગવાન આગળ કહે છે : હે પાર્થ ! વળી આગળ કહું છું તે સાંભળ. તું કદાચ કહેશે કે મને યુદ્ધમાં પ્રવૃત્ત કરાવવાને માટે આ બધી વેદાંતની ડાહી ડાહી વાત તમે કહેલી છે તે તારું તેમ