________________
ગીતા દાહન 1
જેમ એક જ અગ્નિ (અનેક) ભુવનમાં જુદે જુદે રૂપે પ્રવેશી –
[૮૫
કારણ કે અજ્ઞાનતાને લીધે પોતે પિતાને દેહાદિક માનીને વિોમાં લંપટ થઈ બેઠેલે જીવાત્માનો મિયા ભ્રમરૂપ દઢ થયેલ અધ્યાસ છૂટો ધણે જ કઠણ થઈ પડે છે, તે વિષયોને છેડવા તૈયાર હેત નથી, તેથી તેને આ સુખની લેશમાત્ર પણ કહપના હોતી નથી. જેમ રોગના નાશને માટે પ્રથમ કડવી દવાનું પાન કરવું પડે છે તેમ વિષયના અધ્યાયમાં જ નિત્યકતિ રમમાણ થયેલો હોવાથી જીવાત્માને આરંભમાં વિષયને ત્યાગ કરો તો ભયંકર વિષસમાન જ લાગે છે પરંતુ જ્યારે તેને આત્મબુદ્ધિની નિર્મળતા પ્રાપ્ત થઈ સાચા આત્મસુખનું ભાન થાય છે તથા તેને તેના અમૃતરૂ૫ની મહત્તા સમજાય છે ત્યારે તો તે જયાં દુ:ખને અંશમાત્ર પણ નથી એવા અમૃતરૂ૫ સુખમાં એટલે આત્મરૂપ નિષ્ઠામાં જ તન્મય બની જાય છે. આ મુજબ આરંભમાં વિષસમાન પરંતુ પરિણામે અમૃત સમાન એવું જે આત્મસુખ છે તેને સાત્ત્વિક સુખ કહે છે.
विषयेन्द्रियस योगायत्तदग्रेऽमृतोपमम् । परिणामे विषमिव तत्सुखं राजसं स्मृतम् ॥ ३८ ॥
રાજસ સુખ હે ભારત ! વિષય અને ઇદ્રિના સંયોગથી ઉપજેલું છે, આરંભમાં અમૃત જેવું પરંતુ પરિણામે વિષસમાન છેએવું જે સુખ તે રાજસ જાણવું. જેમ ગળ્યા પદાર્થો ખાવામાં તો અમૃત જેવા સારા લાગે છે પરંતુ તેને અંતિમ પરિણામ તો શરીરમાં રોગાદિ ઉત્પન્ન કરનારું હાઈ અતિશય ભયંકર નીવડે છે, તેમ ઇંદ્રિયો વડે ભોગવવામાં આવનારું જે વિષયસુખ છે તે આરંભમાં તે અમૃત જેવું લાગે છે, પરંતુ તેનું પરિણામ તે વિષ જેવું ભયંકર ઉત્પન્ન થાય છે, તેથી તેવા સુખને રાજસ સુખ કહ્યું છે.
यदने चानुबन्धे व सुखं मोहनमात्मनः । निद्रालस्यप्रमादोत्थं तृत्तामसमुदाहृतम् ॥ ३९ ॥
તામસ સુખ હે ભારત! જે સુખ પોતે આત્મા ૫ હોવા છતાં પણ મેહ ઉપજાવીને આરંભમાં બંધન કરાવનારું હાઈ આળસ અને પ્રમાદ કરાવનારું છે તે તામસ કહેવાય છે, તાત્પર્યું કે, વરતુતઃ પોતે આત્મરૂપ છે છતાં મોહવશ થઈ આરંભમાં જ હું શરીરાદિ છું, એવા પ્રકારના નિશ્ચય વડે બંધનકર્તા તથા આળસ, નિદ્રા અને પ્રમાદ વડે પ્રકટ થતું અને પોતાના કર્તવ્યને ભુલાવનારું હેઈ જેમ શરીરના વ્યાધિ વડે પીડાયેલો મનુષ્ય તેને સારું કરવાના ઇરાદાથી દવા પીવાને બદલે અજ્ઞાનતાથી વગર સમજ્ય અને વિચાર કર્યા વગર પિતાની મેળે વિષને જ દવા માની લઈ તેનું પાન કરે છે તે પ્રમાણે આરંભમાં જ મોહ ઉપજાવનારું અને અજ્ઞાનતાને લીધે બંધનાદિમાં પાડનારું જે સુખ તે તામસ કહેવાય છે.
न तदुस्ति पृथिव्यां वा दिवि देवेषु वा पुनः । सस्व प्रकृतिजैर्मुक्तं यदेभिः स्यास्त्रिभिर्गुणैः ॥ ४० ॥
નિયતિ (પ્રારબ્ધ)ની નિશ્ચિતતા - હે પાર્થ ! વધુ શું કહ્યું? ટૂંકમાં એટલું જ સમજ કે આ પૃથ્વીમાં, અંતરિક્ષમાં કિવ સ્વર્ગમાં કે દેવતા(અધિદેવતા)માં એવું કાંઈ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા સત્ત્વાદિ ગુણોથી મુક્ત હેય. આમાં