________________
૮૪૪ ]
अग्नियेथको भुवनं प्रविष्टो।
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી. અત્રે ૧૮૪૦
રાજસી શ્રુતિ હે અર્જુન! વળી જે વૃતિ વડે કેવળ ધર્મ, અર્થ અને કામને જ ધારણ કરાય છે અને જે વડે પ્રસંગવશાત ફળની ઈચ્છા રાખવામાં આવે છે તે રાજસી સમજે. તાત્પર્ય કે, જે ધૃતિ કેવળ ધર્મ, અર્થ અને કામ એવા ત્રણ પ્રકારના પુરુષાર્થો સાધ્ય કરવાની ઈચ્છાવાળી હોઈ વ્યવહારમાં ઉત્પન્ન થતાં પ્રસંગવશાત તેવા તેવા પ્રકારની ઈચ્છાવાળી થાય છે એટલે વ્યવહારમાં ચાલતી રૂઢિ, પરંપરાનો મોભો, કુટુંબ પોષણાદિની બરછી, શરીરાદિ સુખો અર્થાત સ્ત્રી, પુત્ર, ધન, ધાન્ય, સ્થાન ઇત્યાદિ લૌકિક પદાર્થો મેળવવા, તેને સંભાળી રાખવા કિંવા નષ્ટ નહિ થવા દે ઇત્યાદિની ઈચ્છી વડે વ્યાવહારિક ફળની આકાંક્ષાઓ વડે જ જે ધર્મ, અર્થ અને કામનું સેવન કરે છે; આ મોકે સારો છે, એમ સમજીને આવેલા પ્રસંગને ચાલતી ગાડીમાં ચઢી પોતાનો વાર્થ સાધી લેવા ઉપયોગ કરી લેવામાં આવે છે, તે ધારણું રાજસી ગણાય છે.
षया स्वप्नं भयं शोक विषादं ममेव च । न विमुञ्चति दुर्मेधा धृतिः सा पार्थ तामसी ॥ ३५ ॥
તામસી યુતિ હે પાર્થ! જે વૃતિ વડે નિદ્રા, ભય, શોક, વિવાદ અને મદને કદી પણ છોડવામાં આવતા નથી તેવા દુર્બહિવાળાની ધારણા તામસી કહેવાય છે, એટલે જે વડે આળસ, નિદ્રા, પ્રમાદ, ભય, શોક અને નિત્યપ્રતિ ઇન્દ્રિયોના ભોગો ભોગવવારૂપ વ્યાકુળતા, ખેદ કિંવા ગ્લાનિ ઉત્પન્ન થાય છે અને પોતાને હું મોટો પ્રતિષ્ઠિત છું, મારા જેવો કોણ છે, એવી મદ ધારણ કરાવનારી, તમોગુણ વડે દૂષિત થયેલી, અહંકારયુક્ત કૃતિ કિંવા ધારણાને તામસી કહે છે. આ રીતે તને બુદ્ધિ અને ધૃતિના સુક્ષમ ત્રણ ત્રણ ભેદો કહ્યા.
सुख त्विदानों त्रिविधं शृणु मे भरतर्षभ । अभ्यासाद्रमते यत्र दुःखान्त च निगच्छति ॥ ३६ ॥
સુખના પ્રકારે પ્રકૃતિના ગણે વડે સુખ પણ ત્રણ પ્રકારનાં છે. હે ભરત! તને કહેવામાં આવતાં સુખના એ ત્રણ પ્રકારને તું મારી પાસેથી સાંભળ છે. જેના અભ્યાસ વડે હંમેશાં તેમાં જ રમમાણ થયેલો દુઃખનો પાર પામી શકે છે.
पत्तद्ने विषमिव परिणामेऽमृतोपमम् । तासुख सात्विकं प्रोक्तमात्मबुद्धिप्रसादजम् ॥ ३७ ॥
સાત્વિક સુખ હે ભારત! આ આત્મબુદ્ધિપ્રસાદથી પ્રક્ટ થતું તત એટલે આત્મસ્વરૂપ એવું જે સુખ છે તે પ્રથમ તે વિષ સમાન છે પરિણામે અમૃતનો ઉપમારૂ૫ છે તેને સાત્વિક સુખ કહે છે.ભાવાર્થ એ કે આત્મબુદ્ધિપ્રસાદથી એટલે જે સુખ આત્મબુદ્ધિરૂપ પ્રસાદને લીધે ઉત્પન્ન થવા પામેલું છે અર્થાત આ બધું આત્માથી અભિન અને અનિર્વચનીય એવું એક પરમતત્વ હેઈ તે જ મારું સ્વરૂપ છે એવ પિતે આત્મસ્વરૂપભૂત નિર્મળ એવી નિશ્ચયાત્મક બુદ્ધિને પ્રાપ્ત થનારું જે સુખ છે કે જેને ‘તત’ એટલે આત્મા એવી સંજ્ઞા વડે કહેવામાં આવ્યું છે તે સુખ, આરંભમાં તે મેટા ભયંકર વિષ જેવું લાગે છે.