________________
૮૫૦ ].
હર્ષ હર્ષ તિવો ગ્રહ છે ,
[ સિદ્ધાન્તકારડ ભ૦ ગી- અ. ૧૮/૪૭
પિતાના નિયત કર્મ વડે થતી આત્મસિદ્ધિની પ્રાપ્તિ હે પાર્થ! જેના વડે આ તમામ ભતેની પ્રવૃત્તિ ચાલી રહી છે, જે વડે આ સર્વ વ્યાપ્ત છે એ આત્મવરૂપ જે “ત’ કિવા આત્મા(ટાંક ) તેને પોતપોતાના નિયતિનિયમાનુસાર નિયત થયેલાં કર્મો વડે આરાધીને કિંવા અર્ચન કરીને મનુષ્યો આત્મરૂપ સિદ્ધિને પામે છે. સારાંશ એ કે, આત્મસિદ્ધિ એ જ ખરી સિદ્ધિ હે ઈ તેની પ્રાપ્તિ થવી એ જ સર્વનું અંતિમ ધ્યેય છે. આમપ્રાપ્તિ એ જ ખરી સિદ્ધિ હાઈ બીજી બધી સિદ્ધિઓ કે જેને વ્યવહારમાં સિદ્ધિઓ કહેવામાં આવે છે તે સર્વ તદ્દન નકામી છે. માટે જ્યાં સુધી આ સાચા યેયની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી સાચું ધ્યેય પ્રાપ્ત થયું એમ કહી શકાય નહિ અને જ્યાં સુધી આત્મસિદ્ધિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી તેને ખરી સુખશાંતિ કદી પણ મળતી નથી (ખરી સિદ્ધિ કોને કહે છે તે માટે દત્ત પરશુરામ પ્રકરણ ૨૨ જુઓ). આથી ભગવાને કહ્યું છે કે પ્રાણીમાત્રની ચાલી રહેલી આ ઉત્પત્તિ, સ્થિતિ અને લયરૂ૫ તમામ પ્રવૃત્તિઓ તથા તેમનાં તમામ કાર્યો ઇત્યાદિ સર્વ તત એટલે આત્મા કિંવા બ્રહ્મ (વૃક્ષાંક ૧)૨૫ છે. સારાંશ એ કે, પ્રાણીમાત્રની કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, શરીર, મન કિંવા બુદ્ધિ વડે જે જે કાંઈ કરૂપ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ રૂપે પ્રવૃત્તિ ચાલી રહેલી જોવામાં આવે છે તે બધી વાસ્તવિક રીતે તે “તત' એવા આત્માપ જ છે, આમાથી ભિન્ન કાંઈ છે જ નહિ છતાં અજ્ઞાનને લીધે જ્યાં સુધી આ રીતનું સાચું. અપક્ષ જ્ઞાન પ્રાપ્ત થતું નથી ત્યાં સુધી તે તે આ પ્રકૃતિ ક્વિા માયાના ત્રણ ગણના મિયા પાશમાંથી કદી પણ છૂટી શકતા નથી, એટલા માટે જ દરેકે આ પ્રકૃતિએ પિતાપિતાના ગુણધર્માનુસાર નિયત કરી આપેલા વર્ણ, આશ્રમ તથા યુગાદિ ધર્માનુસાર પિતાપિતાનાં કર્મો વડે તે એટલે આત્માનું અભ્યર્ચન અર્થાત અર્ચન કિંવા ઉપાસના કરતા રહેવું જોઈએ; એટલે
પર નિયત થયેલા ધર્મોનું તે આત્મરૂપ છે એવા નિશ્ચય વડે પાલન કરવું એ આભપ્રાપ્તિની સિદ્ધિને માટે ઉપાસનારૂપ જ છે. ટૂંકમાં નિયતિએ જે આ નિયમ દરેકના ગુણધર્મવશાત નિશ્ચિત કરેલા છે તે નિયમનું સારી રીતે અને બિનચૂક જે પાલન થાય તે તે વડે મનુષ્યો આત્મરૂ૫ સિદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરીને કૃતાર્થ થઈ શકે છે, એટલે સામાન્ય વ્યવહારમાં અજ્ઞાનીઓ બીજું કાંઈ પણ નહિ કરે અને ફક્ત પોતપોતાના વર્ણાશ્રમાદિ ધર્મોથી નિયત થયેલાં કાર્યો આત્મરૂપ છે એમ સમજી અને તે આ રીતે કરવાં એ પોતાનું કર્તવ્ય માનીને કર્યું જાય તો પણ તે વડે તે આત્મસિદ્ધિને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે.
બુદ્ધિસ્વાતંત્ર્યને થતે દુરુપયોગ આ નિયતિએ મનુષ્યો માટે ઉપર બતાવ્યા ઉપરાંત સાથે સાથે એવો પણ સંકલ્પ નિયત કરી રાખેલો છે કે તેમને માટે વર્ણાશ્રમાનુસાર નિયત કરી આપેલાં કર્મોનું તેઓ પરસ્પર મિશ્ર પણ કરી શકે છે અથવા કમતીત થઈ ત્રણ ગુના પાશમાંથી છૂટી તુરત આત્મજ્ઞાનરૂપ સિદ્ધિને પ્રાપ્ત કરી શકે છે, આ પ્રમાણે ના બે નિયમ તેણે નિશ્ચિત કરી રાખેલા છે. જેમ ઉંદરને પકડનારી બિલાડી સારી રીતે સમજે છે કે હવે આ મારા પાશમાં પૂરેપૂરો સપડાઈ ગયેલું હોવાથી તેમાંથી છૂ8ી શકે તેમ નથી તેથી તે તેને એકદમ મારી ન નાખતાં છૂટો મૂકે છે અને તે થોડેક ગયો કે ફરી પાછો પકડી લે છે; આમ બિલાડીની રમત અને ઉંદરને જાન જાય, એ કહેવત પ્રમાણે નિયતિએ પરસ્પર વર્ણાશ્રમનાં કર્મોનું મિશ્રણ કરવાની જે સ્વતંત્રતા મનુષ્યોને આપેલી છે તેને અર્થ ઉંદરબિલાડીની રમત જેવો છે. કેમ કે બ્રાહ્મણુવર્ણ જો ક્ષત્રિય, વૈશ્ય અને શકના આચાર તથા કર્મોનું પાલન કરે તે તેનું અધઃપતન થાય. વળી ક્ષત્રિય વર્ણ આચારમાં બ્રાહ્મણનું પાલન કરે છતાં તેને જ્ઞાતિની દષ્ટિએ બ્રાહાણુવર્ણ પિતામાં લેતો નથી અને આ પિતાના વર્ણથી શ્રેષ્ઠ આચારનું પાલન કરનારને પોતાની જ્ઞાતિ પ્રત્યે તિરસ્કારને ભાવ ઉત્પન્ન થાય છે એટલે તેમના સાથે વ્યવહાર કરવામાં તેને સંકોચ ઉત્પન્ન થાય છે, આથી પરિસ્થિતિ આમ બને છે કે પોતાના અનુકૂળતા મુજબ એક જુદી જ જ્ઞાતિ ઉત્પન્ન કરવાનો ભાંજગડમાં પડે છે. જે તે જ્ઞાતિ અને વણું એ બેનું રહસ્ય સમજ આચારમાં શ્રેષ્ઠ વર્ણને રહી જ્ઞાતિના કુલાચાર અને કુલધર્માનુસાર વર્તે છે તે જલદી જ્ઞાનસિદ્ધિ પ્રાપ્ત કરી શકે એ વાત નિર્વિવાદ છે, પરંતુ તે બાબશાદિ