________________
-
ગીતારહા ] વિવિધપે પ્રતિરૂપે, પ્રતીત થાય છે વા ભાસે છે.
[ ૮૫૫ જ્ઞાનનિષ્ઠાને અભ્યાસ હે કય! આ રીતે સિદ્ધિને પામેલ જે પ્રકારની જ્ઞાનનિષ્ઠા વડે બ્રહ્મરૂપને પ્રાપ્ત થાય છે તે જ્ઞાનનિષ્ઠા હું તને સંક્ષેપમાં કહું છું તે સાંભળ, ઉપર કેવા પ્રકારના સંન્યાસ વડે નૈષ્કર્માસિદ્ધિને પ્રાપ્ત થયેલ ગણાય તેનું લક્ષણ તને કહ્યું. હવે તેની પ્રાપ્તિ થવાને માટે કેવા પ્રકારની જ્ઞાનનિષ્ઠામાં રિથતિ થવાની આવશ્યકતા હોય છે, કે જેથી બ્રહ્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એટલે કે બ્રહ્મસાક્ષાત્કારને અર્થે જ્ઞાનનિષ્ઠામાં સ્થિર થવાને અભ્યાસ કેવી રીતે કરવો જોઈએ તે કહું છું.
बुझया विशुद्धया युक्तो धृत्यात्मानं नियम्य च । शब्दान्विषया रस्त्यक्त्वा रागद्वेषौ व्युदस्य च ॥५१॥
આત્માને કેવી રીતે નિયમનમાં લે
હે પાર્થ ! અત્યંત શુદ્ધ બુદ્ધિ વડે યુક્ત થઈ ધારણા વડે આત્માના સાચા સ્વરૂપનું જ નિયમન કરવું અને રાણદેષાદિ છોડીને શબ્દાદિ વિષયનો ત્યાગ કરે. સારાંશ એ કે, આત્મસ્વરૂપમાં સ્થિર થવાના. અભ્યાસ માટે તેને પ્રથમ જે બુદ્ધિયોગ કહેવામાં આવ્યો છે (કિરણાંશ ૨૨ તથા અધ્યાય ૨ શ્લોક ૩૯, પૃષ્ઠ ૧૬૭ થી ૧૬૯ જુઓ), તે મુજબ પ્રથમ તો રાગદ્વેષાદિ તમામ કંકોની ભાવના છોડી દેવી જોઈએ એટલે આ પ્રિય છે. આ અપ્રિય છે, આ ગ્રાહ્ય છે આ અગ્રાહ્ય છે ઈત્યાદિ સર્વ દૈત ભાવનાઓને છેડી દઈ આ સર્વે આત્મરૂપ છે. આત્મતિરિત બીજું કાંઈ છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે દઢતા ધારણ કરવી જોઈએ. આ મુજબ દઢ નિશ્ચયવાળી આત્મરૂપ ધારણ વડે અત્યંત શુદ્ધ થયેલી બુદ્ધિથી યુક્ત થઈને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને અંધાદિ દરેક વિષયને ત્યાગ કરીને તેને આત્મરૂપ નિયમનમાં લાવવા જોઈએ, એટલે કે વાણી વ, સ્પર્શેન્દ્રિય વડે, રસનેન્દ્રિય વડે, ચક્ષુરિંદ્રિયની અને ઘાણંકિય વડે જે જે ક્રિયાઓ થાય તે સર્વ આત્મરૂ૫. છે એ નિશ્ચય કરવો જોઈએ. જ્ઞાનેન્દ્રિયની તમામ ક્રિયાઓ આત્મરૂપ થાય એટલે કર્મેન્દ્રિય તેનાં આધાર વો જ ક્રિયાઓ કરી શકતી હોવાથી તે પણ આત્મરૂપ જ બને છે અને મન પણ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો વડે જ જીવાત્માને વિષયોનું સેવન કરાવે છે એટલે તે પણ સ્વાભાવિક રીતે આત્મરૂપ જ બને છે. સંક્ષેપમાં એ, હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિરૂપ જે જે કાંઈ દશ્ય વિષય છે, તે સર્વ આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા દઢ નિશ્ચય વડે આત્મરૂપ ધારણામાંથી બુદ્ધિને જરા પણ ચલાયમાન થવા નહિ દેતાં, અંત:કરણમાં સંકલ્પવિક ઉત્પન્ન થાય કે તુરત જ તે આત્મસ્વરૂપ છે, એવા પ્રકારના પ્રતિસંક૯પ વડે તેને દાબી દેવા. આ મુજબ આત્માને નિયમમાં લઈ વિષયોનું કેવળ એક આત્મામાં જ સંયમન કરવું જોઈએ. આને બુદ્ધિયોગ પણ કહે છે. જે મેં તને પ્રથમ જ કહેલો છે. ( આત્મવિશ્રાંતિના અભ્યાસક્રમ માટે કિરણાંશ ૨૨ અધ્યાય ૨, શ્લોક ૩૯ તથા નિશ્રયના પ્રકાર માટે અધ્યાય ૧૫, ૫% ૬૭૭ થી ૬૮૭ જુઓ).
विविक्तसेवी लध्वाशी यताकायमानसः । भ्यानयोगपो नित्यं वैराग्यं समुपाश्रितः ॥५२॥
બ્રહ્મસાક્ષાત્કારની યોગ્યતા ભગવાન આગળ કહી રહ્યા છે? હે પાર્થ! આ પ્રમાણે આત્મનિશ્ચયપ બુદ્ધિ થયા સિવાય ઇતર ગમે તેટલો અભ્યાસ કરવામાં આવે તે પણ તે નિરુપયોગી છે. આ અભ્યાસ ગમે તે સ્થિતિમાં થઈ શકે