________________
૮૫૮] હર્ષ પ્રતિ વમૂવ
[ સિદ્ધાન્તકાણ ભ૦ મી. અ૦ ૧૮પર
વિદ્વત સંન્યાસ જેમ આપણને અંધારાદિ વડે થયેલી દિશાશૂલ ખોટી છે એમ જાણવા છતાં પણ જ્યાં સુધી ધારેલો દિશાનો પ્રત્યક્ષ અનુભવ નહિ થાય અથવા ખોટે માર્ગે ચઢી જવાથી થયેલી ભૂલ જ્યાં સુધી સાચા માર્ગ ઉપર જઈ ઈષ્ટ સ્થળે પહોંચી ન શકાય ત્યાં સુધી તે મટી છે એમ જાણવું નહિ, કેમ કે તેમાં વળી પાછો દિશાભૂલ થવાનો સંભવ હોય છે, તેમ દેહાદક સહ આ સઘળો દર્યપ્રપંચ ખરેખર મિથ્યા છે એવું તર્ક વડે જાણવા છતાં પણ અપરોક્ષ અનુભવ અર્થાત સાક્ષાત્કાર વડે જયાં સુધી તેમાં લીન થઈ એકા નથી ત્યાં સુધી જ્ઞાનનો અભ્યાસ કર્યા કરવો જોઈએ. કેવળ જગત મિથ્યા છે એવું વાણી વડે બોલવાથી કિવા તર્ક વડે જાણ્યાથી જ કાંઈ આ જગતભ્રતિ મટતી નથી; પરંતુ જેણે અપક્ષ અનુભવ યાને સાક્ષાત્કાર કરી આ સર્વ કેત પ્રપંચ અને તેની નિવૃત્તિનું સાધન માયા માત્ર છે, એમ જાણીને જ્ઞાનના પણ જેણે આત્મસ્વરૂપ એવા પિતામાં જ ત્યાગ કરી દીધો હોય તે જ ખરો વિદ્વતસંન્યાસી કહેવાય. અર્થાત આમાનું પરોક્ષ જ્ઞાન થઈ અપરોક્ષાનુભવ થતાં સુધી જ્ઞાનનો આશ્રય કરી સતસંગ અને સતશાસ્ત્રનો આશ્રય
ગમાં દઢ અભ્યાસ કરવો અને પછી અજ્ઞાનનો નાશ કરનાર તે જ્ઞાનનો પણ ત્યાગ કરી દેવો, અર્થાત અજ્ઞાન અને તેનું સાધન જ્ઞાન એ બંનેને નાશ કરી દેવો અને પછી અનિર્વચનીય પદમાં નિશ્ચલ થઈ રહેવું તે જ ખરો સંન્યાસ કહેવાય. જેમ દોરી ઉપર સર્પને ભ્રમ થાય તો તે અજ્ઞાન ભમ આ સ૫ નથી પણ દેરી છે એવા જ્ઞાન વડે નષ્ટ થાય છે. પરંતુ દેરીને કાંઈ કલ્પના હતી નથી કે મને કોઈએ સાપ કહ્યો હતો અને હવે દોરો કહે છે, અથવા તે અજ્ઞાની હતા ને હવે જ્ઞાની થયો વગેરે. તે તો જે છે તે જ છે. તે મુજબ આ જ્ઞાન (પક્ષ) અને વિજ્ઞાન (અપરોક્ષ), એ બંનેનો ત્યાગ કરી તદ્દન નિશ્ચલ એવી : સમસ્થિતિમાં રહેવું તે જ ખરો અસક્ત બુદ્ધિવાળા અને સંન્યાસી કહેવાય છે.
નકાર્ય સિદ્ધિ તે આ જ હે પાર્થ ! આમાને જેણે જીતેલે છે, જેની તમામ ઇચ્છાઓ અત્યંત નાશ પામેલી છે, એવા પ્રકારના સંન્યાસ વડે સર્વત્ર આસક્તબુદ્ધિવાળે પરમનિષ્કર્ષીસિદ્ધિને એટલે ખરી નિષ્કામતાને પ્રાપ્ત થયા છે. સારાંશ એ કે, વિગતસ્પૃહ એટલે જેની સર્વ ઈચ્છાઓ અત્યંત નાશ પામી ગયેલી છે, જે કોઈ પણ સ્થળે આસક્ત થતું નથી અર્થાત આત્મા સિવાય બીજી કોઈ વસ્તુ હશે એવી જેને કિંચિત્માત્ર પણ કદી કલ્પના ને આસક્તિ નથી, તેવો તદ્દન અસંગ અને નિર્મળ બુદ્ધિવાળે છતાત્મા એટલે કે જેણે આત્માને જીત્યો છે અર્થાત જે જે સંકલ્પવિકલ્પાદિ ઉત્પન્ન થાય તે સર્વ આત્મરૂપ જ છે; હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ રૂપે જે જે કાંઈ પ્રતીત થાય છે તે સર્વ આત્માથી અભિન્ન હોઈ જેને અંતઃકરણમાં આત્મવ્યતિરિક્ત બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા પામતું નથી, જે ઉપર બતાવ્યા મુજબ જ્ઞાન અને વિજ્ઞાનથી ૫ણ ૫ર એવા સહજ અથવા કેવળભાવમાં જ સ્થિત થયેલ છે, તે છતામાં આ જ્ઞાન અને વિજ્ઞાનના ત્યાગરૂપ સંન્યાસ વડે પરમર્નિષ્કર્પરૂપ સિદ્ધિને પ્રાપ્ત થઈ શકે છે, એટલે જે સર્વ કરવા છતાં પણું વસ્તુતઃ કાંઈ કરતા જ નથી એવા પ્રકારે વ્યવહારમાં જેને માટે કહેવામાં આવે તેવી સિદ્ધિ એ નિષ્કર્માસિદ્ધિ કહેવાય. જેમ સુષુપ્તિમાં કોઈ માણસ કાંઈ બબડે અથવા તે આમથી તેમ આળોટવાની ક્રિયા કરે છતાં પણ તે પિતે તે કાંઈ જાણતા નથી તેમ જ નાનાં બાળકની થતી ક્રિયાઓ થવા છતાં પણ નહિ થવી જેવી જ ગણાય છે, તે પ્રમાણે આ રીતના જ્ઞાન વિજ્ઞાનનાં સંન્યાસ વડે પ્રાપ્ત થનારી સિદ્ધિ નષ્કર્પર૫ એટલે તે સર્વ કરતો હોવા છતાં પણ કાંઈ કરતો જ નથી. એવા પ્રકારનો કહેવાય છેઆવી સિદ્ધિ ફક્ત એક જીવન્મુક્ત જ પ્રાપ્ત કરી શકે છે.
सिद्धि प्राप्तो यथा ब्रह्म तथाप्नोति निबोध मे । समासेनैव कौन्तेय निष्ठा ज्ञानस्य या परा ॥५०॥