________________
ગીતાદેહન ] ભિન્ન ભિન્ન રૂપે, પ્રતિરૂપે અને બહાર પણ તે (આત્મરૂપે) જ ભાસે છે. [ ૮૫૧ વિવાળે જે પિતાથી કનિષ્ઠના આચારનું પાલન કરનારો બને તો અવશ્ય અધઃપતનને જ પામે છે. સારાંશ એ કે,
પોતપોતાની જ્ઞાતિ અને વર્ણનું તત્તવ સમજી નિરહંકાર બુદ્ધિ વડે કુલધર્મ, કુલાચાર, વર્ણ અને આ ધર્મનું તે આત્મસ્વરૂ કે એવા દઢ નિશ્ચય વડે નિરહંકારપણે જે સારી રીતે પાલન થાય તે પણ મનુષ્ય અંતે મૂળ એય જે આત્મસિદ્ધિ તેને પ્રાપ્ત કરી શકે છે. વળી જેમ ઉંદર જે યુક્તિથી બિલાડીના પાશમાંથી છટકીને દરમાં ભરાઈ જાય તે મુક્ત થાય છે તેમ મનુષ્ય પણુ યુક્તિ વડે આત્મતત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી લે તો પણ તે નિયતિના પાશમાંથી મુક્ત થઈ શકે છે. આ રીતે મનુષ્યને બુદ્ધિની સ્વતંત્રતા પણ બક્ષેલી છે તેથી તેનો સદુપયોગ કરીને જે માનવી નિયતિના ત્રણ ગુણે વડે નિશ્ચિત થયેલા મિથ્યાતંત્રને તેના પ્રેરણાત્મક એવા ઈશ્વરને સ્વાધીન કરીને પોતે તેમાંથી અહંભાવ છોડી દે એટલે હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિ જે જે કાંઈ ભાવ પ્રતીત થયેલા જોવામાં આવે છે તે તે નિયતિના ત્રણ ગુણના પાશમાંના હાઈ હું તો તેથી તદ્દન અસંગ એવો છે, મારામાં આ નિયત (ક્ષાંક ૩) કિવા તેના ગુણે તેમ જ નિયતિનો પણ નિયામક ઈશ્વર (વૃક્ષાંક ૨) ઇત્યાદિ કાંઈ નથી. હું તો આત્મરૂ૫ (વૃક્ષાંક ૧) છે. તે પછી તે ઈશ્વરે પોતાની નિયતિશકિતધારા હું, તું, આ વગેરે રૂપે મિયા ભાયમાન કરેલું આ સમગ્ર દૃશ્ય જાળરૂપ કાર્ય તે ઈશ્વર અને નિયતિ ભલે કરે, તેની સાથે મારો તલભાર પણ સંબંધ નથી; એવા નિશ્ચય વડે વા શરીર, વાણી, મન ઇત્યાદિ સૂમ કિવા રધૂલ ઇન્દ્રિયાદિ દ્વારા થતાં તમામ કર્મો અહંકાર રાખ્યા વિના કર્યો જાય, તો પણ તે આ નિયતિના ત્રણ ગુના કાર્યરૂપ ચક્રમાંથી તત્કાળ 8ી શકે છે, પરંતુ મનુષ્યસ્વભાવ એવો છે કે પોતાને મળેલી સ્વતંત્ર બુદ્ધિનો તે સદુપયોગ કરવાને બદલે દુરુપયોગ જ વધારે કરે છે. તે ધોરણે આ નિયતિએ બિલાડીની રમત સમી મનુષ્યને આપેલી આ સ્વતંત્ર બુદ્ધિનો ઉપયોગ ઉપર પ્રમાણે અહમભાવ છોડી દઈ આત્મસ્વરૂપમાં સ્થિત થવારૂપ નિયતિ પાશમાંથી છૂટવાના માર્ગ તરફ નહિ કરતાં તેનો ઉપયોગ તેઓ વર્ણાશ્રમાદિ નિયત થયેલા ધર્મોનો ત્યાગ કિવા ૫ર ૫ર મિશ્રણ (વ્યભિચાર ) કરવા તરફ કરે છે, તેથી બિલાડી અને ઉંદરની રમતની જેમ તેઓ ભયંકર દુઃખ ભોગવવારૂપ અધોગતિમાં પડે છે. કેમ કે નિયતિનો પાશ તો એવો વિલક્ષણ છે કે ઉપર કહેલી સવીત્મભાવ વા નિઃશેષભાવરૂપ જ્ઞાનયુક્તિ વિના તેમાંથી કોઈ કદી પણ છથી શકતો નથી. પરંતુ આત્મજ્ઞાન સિવાયના ઇતર કઈ માર્ગ વડે વાને હું પ્રયત્ન કરું છું એમ કહેનારાઓ તો તેમાં ઊલટા વધુ ને વધુ જકડાય છે; તેની આ મૂઢોને, તે કલ્પના પણ હોતી નથી અને જ્યાં સુધી તે આ મુજબ આત્મજ્ઞાનરૂપી સાધન વડે નિયતિ પાશમાંથી છૂટી શકે નહિ ત્યાં સુધી ખરી આત્મસિદ્ધિ તે કદી પણ પ્રાપ્ત કરી શકતો નથી; તસ્માત ભગવાને અત્રે કહ્યું છે કે પોતપોતાના નિયત થયેલા વર્ણાશ્રમ તથા યુગાદિ ધર્મનું તે આતમરૂપ છે એવું સમજીને તેનું ચુસ્ત રીતે પાલન કરતાં રહેવું. એ આત્માનું ખરું અર્ચન કિવા ઉપાસના છે. તે વડે જ માનવ ખરી સિદ્ધિને પ્રાપ્ત થઈ શકે છે.
श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् । स्वभावनियतं कर्म कुर्वनाप्नोति किल्बिषम् ॥४७॥
સ્વભાવનિયત કર્મ શ્રેષ્ઠ કેમ? હે પાર્થ! એટલા માટે જ તને કહું છું કે પરધર્મ સારી રીતે આચરણ કરી શકાય એવો લાગે છતાં પણ આચરણમાં કઠણુ જણાતો પોતાનો સ્વધર્મ જ વધુ શ્રેષ્ઠ છે. કેમ કે તે સ્વભાવનુસાર નિયત થયેલો હોવાથી તે કર્મ કરવા છતાં પણ તેમાં પાપ લાગતું નથી. ભાવાર્થ એ કે, વાસ્તવિક પ્રમાણે તત કિંવા આત્મરૂપ એવા સ્વધર્મની પ્રાપ્તિ એ જ સર્વ ધર્મનું મૂળ બેય હેઈ તે જ ખરું શ્રેય અથવા ક૯યાણકારી છે. છતાં જયાં સુધી તેવા પ્રકારનું અને જ્ઞાન પ્રાપ્ત થયેલું હોતું નથી ત્યાં સુધી અનાનીઓને માટે તે નિયતિએ નિયત કરી આપેલા ચાતુર્વણશ્રમાદિ ધર્મો પછી તે તેનું પાલન થવાને