________________
ગીતાહન ] તેનું ઉલ્લંધન કેઈ પણ કરી શક્તા નથી; આ (પણ) તે (બ્રહ્મ) જ છે. [ ૮૩
રાજસી બુદ્ધિ હે પાર્થ! જે ધર્મ કે અધર્મક કાર્યઅકાર્યને અયથાર્થ રીતે જાણે છે તે બુદ્ધિ રાજસી કહેવાય છે. સારાંશ કે, જે બુદ્ધિ વડે ધર્મ કોને કહેવો અને અધર્મ કોને કહેવો, કાથ કેને કહેવું અને આકાય કોને કહેવું તે યથાવત એટલે યથાર્થ રીતે જેવું હોય તેવા સ્વરૂપે નહિ જાણી શકવાથી આમ હશે, કે તેમ હો એવી સંશયગ્રસ્ત હોય છે તેવી અવિશ્વસનીય બુદ્ધિને રાજસી કહે છે.
यया धर्ममधर्म च कार्य चाकार्यमेव च । अयथावत्प्रजानाति बुद्धिः सा पार्थ राजसी ॥ ३१ ॥ अधर्म धर्ममिति या मन्यत तमसावृता। सर्वार्थाविपरीताश्च धुद्धिः सा पार्थ तामसी ॥ ३२ ॥
તામસી બુદ્ધિ તમ વડે આવત્ત થયેલી, જે અધર્મને જ ધર્મ માને છે તથા સર્વ અર્થો આમ વિપરીત જ કરે છે તે બુદ્ધિ તામસી કહેવાય છે. સારાંશ એ કે, અજ્ઞાન વડે ઢંકાઈ ગયેલી એટલે મૂઢ બનેલી બુદ્ધિ કે જે અધમને જ ધર્મ માની લે છે તેમ જ તમામ અર્થોને વિપરીત એટલે અહંકાર વડે પિતાના મનમાં આવે તેમ માની લઈ દુરાગ્રહ વડે તે જ સાચું છે એમ જીદ પકડી લઈ ખોટાને જ ખરું સમજી લે છે, તેવી અવળચંડી બુદ્ધિ તામસી કહેવાય છે. આ રીતે નિશ્ચય કરવારૂપ બુદ્ધિના ત્રણ ભેદે કશા. હવે વૃતિના ત્રણ ભેદ સાંભળ.
धृत्या यया धारयते मुनाणेन्द्रियक्रियाः । योगेनाव्यभिचारिण्या धृतिः सा पार्थ सात्त्विकी ॥ ३३ ॥
સાવિક વૃતિ જે ધૃતિ, યોગ એટલે કેવળ એક બ્રહ્મમાં જ એકાગ્રતા ધારણ કરેલી હૈઈ મન, પ્રાણ તથા ઇકિની કિયામાં જે વ્યભિચારિણી અર્થાત એક આત્મામાં જ ધારણ કરાવનારી, આત્મામાંથી જરા પણ ચલાયંમાન થવા નહિ દેવા૩૫ પોગવાળી જે તિ તે સાત્વિકી કહેવાય છે. તાત્પર્ય એ કે, કૃતિ એટલે ધારણું, મન, પ્રાણ અને ઇકિયાદિ વડે થતી તમામ ક્રિયાઓને અવ્યભિચારિણી અર્થાત જેમાં સ્વસ્વરૂપ સિવાય બીજો કોઈ વ્યભિચાર છે જ નહિ એવા પ્રકારે નિત્યપ્રતિ એક આત્મામાં જ ધારણ કરી રાખવા યોગવાળી છે એટલે કે કાયિક, વાચિક અથવા માનસિક જે જે કાંઈ કર્મ થાય અથવા અંતઃકરણમાં જે જે કઈ વૃત્તિનું ઉત્થાન થાય એટલે કે વૃત્તિ ઊઠતાંની સાથે તુરત જ તે આત્મરૂપ છે અને આત્મા તો જ્યાં હું ભાવ જ નથી એ અનિર્વચનીય છે. એવા પ્રકારે દાબી દે છે અને તેને આત્મામાંથી કિંથિન્માત્ર પણ ઇતરત્ર જવા દેતી નથી તેવી અવ્યભિચારિણી કિંવા કેવળ એક આત્મામાં જ સ્થિર થયેલી મોક્ષરૂપ પુરુષાર્થપ્રાપ્તિ કરાવવાવાળી કૃતિ તે સાત્વિકી કહેવાય છે.
यया तु धर्मकामार्थान्धृत्या धारयतेऽर्जुन । ગણન જાથા જુતિ કા ળું જાણી શકો.