________________
૮૪૬] रूपं रूपं प्रतिरूपो बभूव ।
[સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૪ર ભગવાને ધણે જ યુક્તિવાદ કહેલો છે. પ્રથમતઃ તે આમાં નિયતિ કિંવા પ્રારબ્ધવાદની તદ્દન નિશ્ચતતા બતાવેલી છે. તેઓ કહે છે કે જેટલું જેટલું જોવામાં, સાંભળવામાં, સ્પર્શવામાં, સુંઘવામાં આવે છે અથવા જ્ઞાનેન્દ્રિયે કિંવા કર્મેન્દ્રિયો વડે જે જે કાંઈ કર્મ થાય છે કે શારીરિક, વાચિક અથવા માનસિક જે જે કાંઈ કર્મો થતાં હોય છે; જે જે કાંઈ મન વડે સંક૯પ કરાય છે, બુદ્ધિ વડે નિશ્ચય કરાય છે તથા અંતઃકરણમાં વૃત્તિઓનું ઉત્થાન થવા પામે છે એટલું જ નહિ પરંતુ જે કાંઈ પૃથ્વી, જળ, વહિ, વાયુ અને આકાશ એ પાંચ મહાભૂતો સહિત ચૌદલોકવાળું બ્રહ્માંડ છે તેમાં કિંવા જેમાં આવાં અનેક બ્રહ્માંડો ઉત્પન્ન થાય છે તેમ જ તેનાં જે જે કાંઈ કારણતત્તવો અથવા મહાકારણુતો (વૃક્ષાંક ૪ થી ૧૫ ઘજુઓ) છે તે સર્વાનિયતિના પાશમાં છે. વિરાટમાં એવી કઈ વસ્તુ વિદ્યમાન નથી કે જે આ પ્રકૃતિ કિવા માયા (વૃક્ષાંક ૩)ના સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણેના પાશમાંથી છૂટેલી હોય, આને જ નિયતિ કિંવા પ્રારબ્ધ કહે છે. ટૂંકમાં એટલું જ કે આ પ્રકૃતિ કિવા માયા(વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણો વડે નિયત કર્યા પ્રમાણે જ વાયુ વહે છે. આકાશ સર્વને અવકાશ આપે છે, સૂર્ય ઊગે છે, ચંદ્ર ક્ષયવૃદ્ધિને પામે છે, વહ્નિ બાળે છે, જળ દ્રવત્વને પામેલું છે, પૃથ્વી ધનપણાને પામેલ છેપૃથ્વીની અંદર રહેલા તમામ દેવ, પિતરો, ઉરગ, પશુ, પક્ષી, ઝાડપાન, લતા, પત્રાદિકે કિવા અંજાદિ ચાર પ્રકારના છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ દેવતાઓ કિંવા મહત્તત્ત્વાદિકે ઇત્યાદિ સર્વે આ પ્રકૃતિના ત્રણ ગુણેના પાશ વડે બંધાયેલા છે તે જેમ દર તેમ જ બિચારા દોરાય છે. આવી રીતે આમ ભગવાને નિયતિવાદની તદ્દન સ્પષ્ટતા કરેલી છે. આમ આમાં નિયંતિવાદની નિશ્ચિતતા બતાવેલી હેઈ યુક્તિ વડે એમ પણ કહેવામાં આવેલું છેઃ હે પાર્થ ! ફક્ત એક આત્મજ્ઞ કિંવા છવમુક્ત જ આ પ્રકૃતિના ત્રણ ગુના પાશમાં સપડાયેલો હોતો નથી, અર્થાત આ આત્મતત્ત્વ જ એક એવું અનિર્વચનીય છે કે જેમાં આ પ્રકૃતિ અને તેના ત્રણુ ગુણેનું કિંચિત્માત્ર પણ અસ્તિત્વ નથી, જેમ પ્રકાશ જ એવી વસ્તુ છે કે જેમાં અંધારું કદી હોતું નથી તેમ આ આતમરૂપ પ્રકાશ જ એવી એક વસ્તુ છે કે જેમાં આ પ્રકૃતિના નિયંતા ઈશ્વર(વૃક્ષાંક ૨) અને તેના ત્રણ ગુણનું લેશમાત્ર પણ અસ્તિત્વ કદી સંભવતું નથી. આ સિવાય પ્રકૃતિના પાશમાંથી છૂટી શકે એવો બીજો કઈ પણ પદાર્થ જ નથી, આ રીતે અત્રે ભગવાને બે અર્થનું સુચન કર્યું છે. માટે જે હું, મારું ઇત્યાદિ ભાવનો સાક્ષી સહ વિલય કરે તે જીવન્મુક્ત આત્મસ્વરૂપ બનેલ યોગી અજ્ઞાનીઓની દષ્ટિએ તો જાણે પ્રકૃતિના પાશમાં સપડાઈને કર્મ કરતો હોય એમ ભાસે છે, કેમ કે જેમને સર્વ વ્યવહાર પ્રકૃતિવશ હેય છે તેઓની દષ્ટિએ કમળો થયેલો જેમ સર્વત્ર પીળું જ દેખે તેમ નિયતિતંત્રના પાશમાં સપડાએલાઓની દષ્ટિએ જીવમુક્ત પણ નિયતિતંત્ર પકીને જ કોઈ છે એમ તેઓ દેખે છે, પરંતુ તે તત્ત્વરિત તો વાસ્તવિક રીતે પોતાના આત્મસ્વરૂપમાં જ સ્થિત હોય છે. કે જ્યાં કદી આ માયા કે નિયતિને કિંચિત્માત્ર પણ સ્પર્શ થે સંભવતો નથી. આ સિવાય બીજી કઈ પણ દષ્ટિએ પ્રકૃતિને મૂળ સ્વભાવ કિંવા નિયતિ કદી પણ અન્યથા થતી નથી. આ સંબંધે કૃતિમાં 'પણ પ્રમાણ છે. ૨
આત્મામાં નિયતિની ગંધ પણ નથી હે અર્જુન! તને જ્ઞાન, કર્મ, કર્તા, બુદ્ધિ, ધૃતિ, સુખ ઇત્યાદિમાં પ્રકૃતિના ગુણે વડે પડતા ત્રણ ત્રણ ભેદો કહ્યા. આ પ્રકૃતિના ત્રણ ગુણની સત્તામાંથા કઈ છૂટી શકે તેમ નથી. નિયતિએ નિશ્ચય કર્યો પ્રમાણે જ આ સર્વ કાર્યો નિયમિત રીતે ચાલી રહ્યાં છે. એક તણખલું પણ તેને નિયમ તેડી શકતું નથી, તો પછી બીજાઓની તો વાત જ શી કરવી ? આ રીતે આ બધું મિયા દશ્યજાળ તે નિયતિના નિશ્ચિત નિયમ પ્રમાણે જ ચાલી રહ્યું છે, ફક નિઃશેષ એવું એક આત્મતત્વ જ આ નિયતિના તંત્રથી તદન
૧ નિયતિ કિંવા પ્રારબ્ધવાદની ૨૫ઢતાને માટે અધ્યાય ૩, ૪, ૫, ૭, ૮, ૧૧, ૧૫ ઇત્યાદિ જુએ, ૨ માંકય હ૫૦ કારિકા સહ અશ્વેત પ્રકરણ ૧૭ થી ૨૪ જુએ.