________________
૮૩૪]
ચ gg સુતેષુ નાગર્તિ અમન–
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીઅ૧૮રપ
જ્ઞાન, કર્મ અને કર્તામાં પડતા ત્રણ ભેદો હે સે! જ્ઞાન, કર્મ તથા કર્તા એ ગુણભેદ વડે સાંખ્યશાસ્ત્ર ત્રણ પ્રકારના કહેવાય છે. તેમને પણ બરાબર સાંભળ. સારાંશ એ કે, અજ્ઞાનીઓને જ્ઞાન થવાને માટે આ દશ્ય જગતને તમામ વ્યવહાર પ્રકૃતિપુરુષના ત્રણ ગુણે વડે કેવી રીતે વિસ્તારને પામેલો છે તેનું આત્માનાત્મવિવેક થવાના ઉદ્દેશથી સાંખ્ય શાસ્ત્રકારોએ સારી રીતે વિવેચન કરેલું છે. સંક્ષેપમાં એટલું જ કે અજ્ઞાનીઓને તત્ત્વજ્ઞાન પ્રાપ્ત થતાં સુધી માટે વેદાંત સમજાવવાની યુકિતરૂપ એવું સાંખ્યશાસ્ત્ર જ મુખ્ય છે (અધ્યાય ૨ તથા ૫ જુઓ). તેમાં જ્ઞાન, કર્મ અને કર્તા એ ત્રણેમાં સત્વ, રજ અને તમોગુણના ભેદ વડે પડતા ભેદો હું તને કહું છું તે સાંભળ.
सर्वभूतेषु येनैकं भावमव्ययमीक्षते । अधिभक्तं विभक्तेषु तज्ज्ञानं विद्धि सात्त्विकम् ॥ २० ॥
સાત્ત્વિક જ્ઞાન જે વિભક્ત એટલે ભિન્ન ભિન્ન સર્વ ભૂતેને ઠેકાણે અવિભક્ત એટલે જ્યાં જુદાપણું નથી એવા એક અવ્યય ભાવને જ જુએ છે, તેવા આત્માના જ્ઞાનને સાત્વિક જાણ. સારાંશ એ છે કે, આ વિભક્ત એટલે અનેક આકારો વડે અને ભિન્ન ભિન્ન રૂપે ભાસતું ભૂતાદિ તમામ દશ્યજાળ (વૃક્ષાંક ૩ થી ૧૫ ૪) વસ્તુતઃ જુદું જુદું નથી પરંતુ કેવળ અવિભક્ત એવું એક આત્મસ્વરૂપ છે, આત્માથી જુદું કાંઈ છે જ અર્થાત અંતઃકરણમાં હું એવો દૈત ભાવ જ કદી ઉત્પન્ન થવા નહિ દેવો અને જ્યાં બેપણાની ભાવના | ઉત્પન્ન થાય કે તુરત જ આત્મસ્વરૂ૫ છે એવા પ્રતિસંકલ્પ વડે તેને તુરત ઉચછેદ કરીને અમેય એવા એક આત્મપદમાં જ સ્થિતિ કરવી એટલે આ સર્વ એક આત્મસ્વરૂ૫ છે એવી રીતના દૃઢ નિશ્ચયવાળું જે જ્ઞાન તે જ્ઞાન સાત્વિક છે એમ જાણવું.
पृथक्त्वेन तु यज्ज्ञानं नानाभावा-पृथग्विधान् । घेत्ति सर्वेषु भूतेषु तज्ज्ञानं विद्धि राजसम् ॥ २१ ॥
રાજસજ્ઞાન હે ધનંજય! પછી જે સર્વ ભૂતોમાં જુદા જુદા અનેકવિધ ભાવે છે એમ જાણે છે તે જ્ઞાનને રાજસ જાણવું, એટલે આ સર્વ ભૂતાદિ દશ્ય જોવામાં આવે છે તે બધું અનંત ભેદવાળું હોઈ જુદા જુદા અનેક નામરૂપાદિ ભાવાર્થ જ છે, એમ જે તેને અનેક રૂપોવાળું હોવાનું માને છે અથત આ બધું અનેક ભૂત વડે ભાસતું દશ્ય અનંત પ્રકારના આકાર વિકાર વાળું હોઈ, ભિન્ન ભિન્નરૂપે જોવામાં આવે છે તેવું જ તે છે એવી રીતે જેએની માન્યતા થયેલી છે, જેઓને સારાસારવિવેકબુદ્ધિ પ્રાપ્ત થયેલી હતી નથી, તેઓનું જ્ઞાન તે રાજ જ્ઞાન કહેવાય છે.
यत्तु कृत्स्नवदेकस्मिन्कार्ये सक्तमहैतुकम् । अतत्त्वार्थवदल्पं च तत्तामसमुदाहृतम् ॥ २२ ॥
તામસ જ્ઞાન હે પાર્થ! જે જ્ઞાન દુરાગ્રહ વડે કઈ એક કાર્યમાં જ આસક્તિવાળું અને જાણે તે જ પરિપૂર્ણ છે એવી માન્યતાવાળું, અહેતુક અને અતત્વાર્થ એટલે તત્ત્વના અર્થ વગરનું એટલે વિચારશન્ય, અયુક્તિક તથા અલ્પ છે, તે જ્ઞાનને તામસ કહે છે. સારાંશ એ કે, પિતે જે સમજે છે કિવા માની લીધું છે તે જ