________________
ગીતાહન ] જે પુરુષ (આત્મા) સુષુપ્તિમાં (પણ) જાગે છે,
[ ૮૩૫ સાચું અને પરિપૂર્ણ છે, આ કરતાં બીજું કાંઈ સમજવાનું રહેતું નથી, એવા દુરામહ કિંવા હઠ વડે માની લીધેલું વગર વિચારનું અને નાના બાળકની રમત જેવું, પરમાર્થ તરવનો જેમાં ગંધ પણ નથી એવું અહેતુક અને અજ્ઞાન તે તામસ કહેવાય છે. આ રીતે તેને જ્ઞાનના ત્રણ પ્રકારો કહ્યા. હવે કર્મના ત્રણ પ્રકારો કહું છું તે સાંભળ.
नियतं समरहितमरागद्वेषतः कृतम् । अफलप्रेप्सुना कर्म यत्तत्सात्त्विकमुच्यते ॥ २३ ॥
સાત્ત્વિક કર્મ નિયત કર્મ સંગરહિત, રાગદષાદિ વગર અને ફળની આકાંક્ષા વગર કરવામાં આવે છે તે સાત્વિક કર્મ કહેવાય છે. ભાવાર્થ એ કે, આ કર્મ તો ઈશ્વરે પ્રકૃતિના ગવશાત નિયત કરેલા નિયતિને નિયમાનુસાર થતું રહે છે, તેની સાથે મારો કિંચિત્માત્ર પણ સંબંધ નથી (અધ્યાય ૩ શ્લોક ૫, ૮ તથા અધ્યાય ૪, ૭, ૮, ૧૧, ૧૨માં આવેલું વિવેચન જુઓ). હું તો આકાશની જેમ તદ્દન અસંગ, પ્રીતિ કિંવા અપ્રીતિ વગરનો છે તેમ જ કર્તા અને તેના ફળાદિ વગેરેની સાથે મારો તલભાર પણ સંબંધ નથી, એવા પ્રકારના આત્મનિશ્ચયરૂપ અભ્યાસ વડે યથાપ્રાપ્ત નિયત થયેલું નિત્યનૈમિત્તિકાદિ કર્મ કેવળ પ્રારબ્ધવશાત કરવું ઉચિત છે એમ સમજીને જે સંગરહિત થઈ કરવામાં આવે છે તે સાત્વિક કર્મ કહેવાય છે,
यत्तु कामेप्सुना कर्म साहक्कारेण वा पुनः । fજા થરાવા તરન્નામુરાદતy I ૨૪
રાજસ કર્મ હે પાર્થ! સિવાય જે કર્મ ફળની ઇચ્છા વડે અહંકારસહિત ઘણા જ પરિશ્રમપૂર્વક ફરીથી એટલે એક વખત પરિશ્રમથી સાધ્ય નહિ થાય તો તેનું તે જ ફરી ફરીથી કરવામાં આવે છે તે રાજસ કહેવાય છે. તાત્પર્ય એ કે, મારે અમુક પ્રાપ્ત કરવું જોઈએ, હું અમુક પ્રાપ્ત કરીશ, મેં અમુક પ્રાપ્ત કર્યું છે, ઇત્યાદિ મનમાં અનેક પ્રકારના કામનાઓ અથવા ઈચ્છાઓ રાખી હું કર્માને કર્તા છું, હું અમુક કાર્ય કરીશ. એવા પ્રકારના અહંભાવ વડે તે અજરૂરિયાત અને મિથ્યા કાર્યોની સિદ્ધતાને માટે ઘણો જ પરિશ્રમ અને કલેશ સહન કરીને એક વખત સિદ્ધ ન થયું તો તેની સિદ્ધિ અર્થે ફરી ફરી પ્રયત્ન કર્યા જ કરે છે. એવું અત્યંત કલેશ આપનારું કર્મ રાજસ કહેવાય છે.
मनुबन्ध भय हिसामनपेक्ष्य च पौरुषम् । मोहाद्वारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥ २५ ॥
તામસ કર્મ હે સૌમ્ય! અનુબંધ, ક્ષય, હિંસા અને પૌરુષને વિચાર કર્યા સિવાય કેવળ મેહ વડે જ જે કર્મ આરંભાય છે તે તમાસ કહેવાય છે. સારાંશ એ કે, જે કર્મ ભવિષ્યમાં પિતાને જ બંધન કરનાર નીવડે છે અર્થાત પિતાના હાથે જ પિતાને વિનાશ કરનારું અને જન્મમરણાદિના ચક્કરમાં ફસાવનાર કિવા વ્યવહારદષ્ટિએ પોતાનો જ વાત કરાવનારું હોય તેને અનુબંધન કહે છે. ક્ષય એટલે જે કર્મ વડે પિતાનું આયુષ્ય, પુણ્ય, બળ, ધન વગેરે દરેકની વૃદ્ધિ થવાને બલે ક્ષય થતો રહે છે. પૌરુષ એટલે આ કર્મ કરવા