________________
ગીતાદહન ]
(જે જે) ઇચ્છે (તે સ્વરૂપે) બની જાય છે
[ ૮૩૭
નિરર્થક કર્મો કરનારો, બીજાઓની ઉપજીવિકાનું છેદન કરનારો, હિતેચ્છુપણાનો ઢંગ બતાવી બીજાઓનાં કાર્યોનો ઉછેર કરી પોતાનો સ્વાર્થ સાધી લેનાર, બીજાના પેટ પર પગ મૂકનારો, બુડાવનારો કિવા દેવાળિયો; આળસુ, વિષાદી એટલે અસંતોષ, સામાનું સા નહિ જોઈ શકવાથી હંમેશાં પરિતાપ કર્યા કરે તેવા સ્વભાવવાળો અથવા તુંડમિજાજનો એટલે ચી િતથા દીર્ઘસૂત્રી એટલે આજે કરું છું, કાલે કરું છું, હવે થશે, ઉતાવળ શી છે? એ મુજબ કાર્યને લંબાવ્યા જ કરે એવા સ્વભાવવાળા જે કર્તા તે તામસ કહેવાય છે. આ રીતે અજ્ઞાનીઓને સારાસારનો વિવેક જાગ્રત થઈ આત્માનું અતિજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધીને માટે સાંખ્યશાસ્ત્ર વિના બીજે કંઈ માગ નહિ હોવાથી મેં તને તે આધારે આ બધું સમજાવ્યું છે. હવે આત્માને પરોક્ષજ્ઞાન થયેલાઓને માટે તત્ત્વદૃષ્ટિ વડે કમ અને કર્તાનું સ્વરૂપ જાણવાની યુક્તિ સંબંધે શાસ્ત્રનો નિર્ણય કહું છું તે સાંભળ.
કર્મ અને કર્તા બંને અભિન્ન છે વસ્તુતઃ તો કર્મ અને કર્તા એ બંનેનું સ્વરૂપ અભિન્ન છે. જેમ વૃક્ષમાંથી પુષ્પ અને તેની સુગંધ બંને એક જ સમયે ઉત્પન્ન થાય છે તેમ સૃષ્ટિના આદિમાં કર્મ અને કર્તા એ બંને પોતાના સ્વભાવથી એક જ સમયે પરમાત્મામાંથી પ્રકટ થયેલાં છે. આકાશમાં જેમ નીલિમા એટલે ભુરાપણું દેખાય છે તેમ તદ્દન અસંગ અને સંકલ્પથી રહિત એવા પરમાત્મામાં જીવત્વનું રકુરણ થયેલું હોય એમ ભાસે છે. હે વત્સ! અજ્ઞાનીઓને સમજાવવાને માટે બ્રહ્મમાંથી જીવ ઉત્પન્ન થયો છે એમ કહેવામાં આવે છે પણ જ્ઞાનવાનની દૃષ્ટિએ બ્રહ્મમાંથી આ થયું અથવા નથી થયું તથા તેને જાણનાર કેઈ સાક્ષી છે એમ કહેવું શોભતું નથી, પરંતુ
જ્યાં સુધી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન થયેલું હોતું નથી ત્યાં સુધીને માટે ઉપદેશ્ય, ઉપદેશ અને ઉપદેશક, એવી કલ્પનારૂપ યુક્તિઓ વડે સમજાવ્યા સિવાય બીજી કોઈ યુક્તિઓ સંભવતી નથી. એટલા માટે જ્યાં સુધી અજ્ઞાનરૂપ એવો આ વ્યવહાર ભાસે છે ત્યાં સુધી કૅત કલપનાનો અંગીકાર કરી લઈ “આ બ્રહ્મ અને આ છવ છે ” એ રીતની ભેદૃષ્ટિને અંગીકાર કરી તે વડે કહેવામાં આવે છે પરંતુ તે તો ફક્ત એક વાણીનો વિલાસ છે. વસ્તુતઃ બ્રહ્મ તો તદ્દન અસંગ અને અદ્વિતીય છે. તેમાંથી કાંઈ ઉત્પન્ન થવું કિવા નહિ થવું એમ બંને પક્ષોનો કિવા તેના સાક્ષીભાવનો સંભવ નથી, છતાં ઉત્પન્ન થયેલું છે એવા પક્ષનો જે અંગીકાર કરવામાં આવે તો તે બધું બીજાંકુરન્યાયાનુસાર બ્રહ્મથી અભિન્ન જ છે. જેમ પુષ્પ અને તેની સુગંધ અભિન્ન છે તેમ પુરુષ(વૃક્ષાંક ૨) તથા તેની ઈક્ષણશકિત વડે થતું કારણરૂપ કર્મ(વૃક્ષાંક ૩થી ૫)
કમ ( ક્ષાક ૬થી ૧૨ ) તથા આ પ્રત્યક્ષ દેખાતું સૃષ્ટદ્યાદિપ યૂલ કમ(વૃક્ષાક ૧૩થી ૧૫ ૧) એ સર્વ પણ આમાથી અભિન્ન છે. તે આ બંને પર (વૃક્ષાંક ૧)અને અપર(ક્ષાંક ૨થી ૧૫ ઘ) સ્વરૂપ પરમાત્મામાંથી જ ઉત્પન્ન થયાં છે, તેમાં જ રહે છે અને તેને વિષે જ વિલયને પામે છે.
અજ્ઞાનીઓને માટે પ્રમાણુ જેનું પ્રમાણ જ ગ્રાહ્ય કરી શકાય એવા પ્રામાણિક દષ્ટિવાળા તથા રાગદ્વેષાદિથી રહિત એવા સમદશી મનુ, વ્યાસ વગેરે જીવન્મુક્તિએ ધર્મ તથા અધર્મરૂપી અર્થમાં અવિરુદ્ધપણુથી વેદાદિને સાચે અર્થ અજ્ઞાની લોકોને બતાવવાના ઉદ્દેશથી શ્રુતિ, સ્મૃતિ, પુરાણ વગેરેમાં જે જે નિર્ણય કરેલ છે તેને શાસ્ત્ર કહેવામાં આવે છે. જેઓ અત્યંત શુદ્ધ અને સત્વગુણથી યુકત હાઈ ધીરજવાન અને સમદષ્ટિવાળા છે
નિર્વચનીય એવા બ્રહ્મને સાક્ષાતકાર કરેલા અપરાક્ષનુભવી મહાત્માઓ હોય છે, તેને જ સાધુ પુરુષ કહેવામાં આવે છે; જેઓને તત્ત્વજ્ઞાન થયેલું હોતું નથી તેવા અજ્ઞાનીઓને માટે સાક્ષાત્કાર થતાં સુધી તો શાસ્ત્ર અને સાધુ પુરુષોનો આચાર એ બે નેત્રો છે એટલે તત્ત્વજ્ઞાન વગરના અજ્ઞાનીઓને માટે શાસ્ત્ર અને પુરુષોને આચાર એ બે જ પ્રમાણે હેઈ તેઓએ તે પ્રમાણે વર્તવું જોઈએ. આથી તેઓની કમે ચિત્તશુદ્ધિ થઈ અને તેને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તથા તે વડે તેઓ શાંતિને પામે છે, પરંતુ જે આ સપુરુષના આચાર અને શાસ્ત્રનો ત્યાગ કરે છે તે દુઃખમાં જ ડૂબી જાય છે.
!