________________
#મ ો નિર્ષિભાળ:
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગી- અ. ૧૮/૨૮
જેવું છે કે નહિ, આ કર્મ હું પુરું કરીશ કિંવા નહિ કરે અથવા મારામાં તે કરવાની શક્તિ છે કે નથી, આ કર્મ કરવાથી તેમાં ઘણી હિંસાઓ થશે અને ઘણું લોકોને ત્રાસ થશે ઇત્યાદિ બાબતને અને પિતાની શકિતનો વિચાર કર્યા વગર મોહવશ મૂઢપણાથી જે કર્મનો આરંભ કરવામાં આવે છે તે તામસ કહેવાય છે. આમ કર્મ સંબંધે કહ્યું, હવે કર્તા સંબંધે કહું છું તે સાંભળ.
मुक्तसङ्गोऽनह वादी धृत्युत्साहसमन्वितः । सिद्धथसिद्धयोनिर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥ २६ ॥
સાત્વિક કર્તા મુક્તસંગ, અનહંવાદી, ધૈર્યવાન તથા ઉત્સાહયુક્ત, સિદ્ધિ અને પ્રસિદ્ધિમાં નિર્વિકાર કર્તા સાત્ત્વિક કહેવાય છે. સારાંશ કે, જે તમામ સંગેથી તદન મુક્ત થયેલ હોઈ અનહંવાદી અર્થાત જેમાં હું એવા ભાવ છે જ નહિ એવા પ્રકારના નિશ્ચય વડે અનહંભાવનો વૈર્ય અને અત્યંત ઉત્સાહ વહે અભ્યાસ કરનાર એટલે જેમાં હું એવો ભાવ નથી એ જે આત્મા(વૃક્ષાંક ૧)છે તે જ મારું ખરું સ્વરૂપ છે, એવી રીતના વિવેકયુક્ત દઢ નિશ્ચય વડે ધણી જ ધીરજ અને ઉત્સાહથી યુક્ત થઈ આત્માના અપરોક્ષ સાક્ષાત્કારનો દઢતા વડે અભ્યાસ કરનાર, સિદ્ધિ અને અસિદ્ધિમાં નિર્વિકાર, આત્મામાં સિદ્ધિ અને અસિદ્ધિ એમ બંને ભાવો નથી અને એવા કેઈ - ભાવો હશે એમ તે જાણતા પણ નથી, એવી રીતના નિશ્ચય વડે આ બંને વિકારથી રહિત બનેલો, એવો કર્તા સાત્ત્વિક કહેવાય છે
रागी कर्मफलप्रेप्सु धो हिसात्मकोऽशुचिः । हर्षशोकाम्वितः कर्ता ग़जसः परिकीर्तितः ॥ २७ ॥
રાજસ કર્તા રાગી એટલે અનેક વિષયોમાં આસક્તિ રાખનારો; કર્મફળbસુ એટલે આ કર્મનું અમુક ફળ મળવું જ જોઈએ. વ્યવહારમાં ગણુતા ધન, પુત્ર, સ્ત્રી ઇત્યાદિ ફળની પ્રાપ્તિ થાય તે જ કર્મ કરવું એવા નિશ્ચયવાળો; વિષયોમાં જ નિત્યપ્રતિ રપ રહેનારો તે લુબ્ધઃ હિંસાત્મક એટલે હિંસા કરવાની વૃત્તિવાળા એટલે પોતાનો નાશ થાય તો પણ પારકાને પીડા કરવાની વૃત્તિવાળો, અશુચિ અર્થાત અંતર્બાહ્ય અપવિત્ર, હંમેશાં હર્ષ અને શોકરૂપ મહાસાગરમાં જ ડૂબેલે એ કર્તા રાજસ કહેવાય છે.
अयुक्तः प्राकृतः स्तब्धः शठो नैष्कृतिकोलसः । विषादी दीर्घसूत्री च कर्ता तामस उच्यते ॥ २८ ॥
તામસ કર્તા અયુક્ત એટલે કરવા ગ્ય શું અને નહિ કરવા જેવું શું તે બંનેને સારાસાર વિચાર જેને નથી તે અવિવેકી પિતાના મનમાં આવે તે જ ખરું છે એમ દુરાગ્રહ વડે સમજી વગર વિચારે લાત ખાવા છતાં પણ ગધેડાની પૂંછડીને જ પકડી રાખનારો, ઘમંડી મૂર્ણ અને વિવેકશન્ય; જેની બુદ્ધિમાં કિંચિત્માત્ર પણ સંસ્કાર નથી એવો અજ્ઞાની બાળક જેમ તદ્દન જડ, મૂઢ કિંવા પામર બુદ્ધિવાળો તે પ્રાકૃત; સ્તબ્ધ અથત પત્થર જેવો જડ, નમ્રતારહિત, વિનયશન્ય કિંવા અક્કડપણાની વૃત્તિવાળો; શેઠ એટલે બીજેઓની છેતરપીંડી કરવાવાળે, ધૂતારે ઠગ કિંવા કપટી નષ્કતિક અથવા જેની જરૂર નથી તેવાં