________________
ગીતાસાહન]
તે બધું પણ વસ્તુતઃ) બ્રહ્મ છે. શુદ્ધ બ્રહ્મને જ અમૃત કહે છે.
[૮૩૯
નીકળતે તુષાર કિંવા મોજાને સ્પંદ કહે છે)કર્મને ક્ષય થવાથી મનને ક્ષય થાય છે સારાંશ બહુ એવા સૌથી પ્રથમ થતા ક્રિયાત્મક ભાવનો સદંતર વિલય થવો એ જ કર્મનો નાશ હોઈ તે વડે મનને નાશ અનાયાસે જ થાય છે. આનું નામ જ સાચું કર્મરહિતપણું કહેવાય. આ રીતે અહં(ક્ષાંક ૩)૨૫ ર્તિને સમૂળગો નાશ થવો એ જ કમંરહિતપણું હોઈ તે જીવન્મુક્તને પ્રાપ્ત થાય છે, પરંતુ અયુક્ત એટલે મૂઢને કદી પણ પ્રાપ્ત થતું નથી. અમિ અને ઉષ્ણુતા એ બંને જેમ સાથે જ રહે છે તેમ ચિત્ત અને કર્મ એ બંને સાથે જ રહે છે. એ બે પૈકી એકનો નાશ થાય એટલે બંનેનો નાશ થઈ જાય છે. ચિત્ત સદા હું ૨૫ સ્કુરણને પામી પછી આ મા, આ તારું, આ સારું, આ નરસું એવા દૈત ભાવોને પામીને વિહિત તથા નિષિદ્ધ કર્મનું સંપાદન કરી, પુણ્યપાપરૂપ ધર્મ અને અધર્મરૂપે પરિણામ પામે છે. ત્યાર પછી તે ચિત્ત વડે થયેલાં કર્મો શુભાશુભ ભોગોને અનુકૂળ એવા વાસનાત્મક ચિત્તરૂપ સ્કુરણને પામે છે. આ મુજબ ચિત અને કર્મ એ બે જ ધર્મ અને કર્મ એવા નામથી લોકેમાં કહેવામાં આવે છે.
ઈક્ષણશક્તિ કિંવા મન ઈશ્વરની કાળરૂપ જે ઈક્ષણશક્તિ કે તેને મહામન પણ કહે છે, તે કેવળ ભાવનામાત્ર જ છે અને ભાવના તે હુંરૂ૫ એવા કુરણધર્મવાળી છે. કુરણ ક્રિયારૂપ હોઈ તે ક્રિયાના કુરણને લીધે જ સર્વને ફળ મળે છે. આ મુજબ મન કે જે જડ છતાં અજડ આકૃતિરૂપે ભાસે છે તેનું સ્વરૂપ વિસ્તારથી કહું છું તે સાંભળ. અનંત અને સર્વશક્તિમાન માયા શબલપુરુષ કિવા ઈશ્વર(વૃક્ષાંક ૨)રૂ૫ આત્મતત્ત્વનું કાળ૨૫ ઈક્ષિણશક્તિવાળું કિંવા સંકલ્પશક્તિ વડે રચેલું જે રૂ૫ તેને જ મન કહે છે. “અમુક વરતુ આમ હશે કે આમ હશે," આ રીતે પુરુષ(વૃક્ષાંક ૨)ના ચિત્તમાં સંક૯૫વિક૬૫થી જે બે પક્ષની ભાવના ઉત્પન થાય છે તે જ મનનું રૂપ છે. આત્મા ચૈતન્યપણાથી સર્વદા સ્વયંપ્રકાશ જ છે છતાં તેને હું જાણતો નથી” તથા “હું કર્તા છું, કરું છું' એવો જે વડે નિશ્ચય થાય છે તે જ કાળશક્તિરૂપ મહામન કહેવાય છે. ગુણ વિના જેમ ગુણોનો સંભવ હોતા નથી તેમ જ્યાં સુધી હું એવી રફુરણું અથવા સંકલ્પવિકલ્પશક્તિ (વૃક્ષાંક ૩) પ્રકટ નહિ થાય ત્યાં સુધી મનનું અસ્તિત્વ સંભવનીય નથી. જેમ અમિ અને ઉષ્ણતા ભિન્ન નથી. તેવી રીતે કર્મ એટલે મન, જીવ અને મનની સત્તા એ ત્રણે ભિન્ન નથી. આ મહામન ચિત્તરૂપ ધર્મવાળું છે. તેનું કર્મ એટલે “હું' એવું સ્કરણ હોઈ એ જ સર્વ દશ્યનું મૂળ છે (ક્ષાંક ૩). તેનું શરીર કેવળ આ હું, એવી ક્રિયાને પ્રેરણું કરવી એવા ઈક્ષણરૂપ સંક૯પમાય છે અને તે જ “હું હું' એવા અનેક વિસ્તારપણાથી શોભે છે. આ સમસ્ત જગત તે મન વડે જ વ્યાપ્ત હોઈ તે દૈતરૂ૫ છે, માયામય છે, નિષ્કારણ છે, સ્થિતિ વિનાનું છે, મિયા છે અને વાસનાઓ વડે થતી મિથ્યા અનેક કલ્પનાઓથી વ્યાકુળ છે. જે પુરુષ જેવી જેવી વાસનાઓનું આરોપણ કરે છે તેવી તેવી રીતે ફળને અનુભવે છે. આ વાસનારૂપી વૃક્ષનું હું એ જ કર્મરૂપી બીજ છે, એ જ મહામનના હું એવા સ્કરણુપ શરીર છે તથા એમાંથી મારું, તારું, ઇત્યાદિ અનેક ભાવો વડે થતી અનેકવિધ ક્રિયાઓ એ શાખા હોઈ તેમાં વિચિત્ર ફળ રહેલું છે. મહામન જેવું અનુસંધાન (પ્રેરણા) કરે છે તેવી જ કર્મેન્દ્રિય પ્રવૃત્તિ કરે છે અને પ્રવૃત્તિ અનુસાર ફળ સંપાદન કરે છે. માટે અહં એવી મૂળ રિપ જે કર્મ એ જ મહામન છે. મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત, કર્મ, કલ્પના, સંસ્કૃતિ, વાસના, વિદ્યા, પ્રયત્ન, સ્મૃતિ, ઈદ્રિય, પ્રકૃતિ, માયા અને ક્રિયા આ પ્રમાણે શબ્દની વિચિત્ર પ્રકારની ઉક્તિ નિર્મળ અને અસંગ બ્રહ્મના મિથ્થા સંસાર શ્રમના હેતુરૂપ છે. કાકતાલીય યોગથી એકાએક ચિંતન્ય આત્મા કિંવ બ્રહ્મને જ્યારે હું ૨૫ બાહ્ય ક૫નાપણાનું રણ પ્રાપ્ત થવાને ભાસ થાય છે ત્યારે પર્યાયે તેનાં જ મન બુદ્ધિ ઈત્યાદિ નામે પડે છે આ નામોની રઢી શી રીતે પર્યાય વૃત્તિરૂપે વ્યવહારમાં આવી તે કહું છું.
પ્રકૃતિ વડે સતમાં અસતપણું ભાસે છે આત્મસ્વરૂપ એવી આ અનિર્વચનીય પરમસંવિત જ્યારે ઈશ્વરની ઈક્ષણશક્તિ વડે અવિદ્યાપી કલકપણાને પામે છે તેને મહામન કિવા કાળ પણ કહે છે. બાદ તે જ જ્યારે હું એવા પ્રતિબિંબિત મિથ્યા