________________
૮૩૨] ધાર્મ નથી તમ્ જઠે.
[સિદ્ધાન્તકાડ ભ૦ ગોહ અવ ૧૮/૧૯ મૂકી રાખે તેમ તેને વર્તવું પડે છે, હથિયાર પિતાની મેળે કાંઈ પણ કાર્ય કરતું નથી તેમ જ તે કોઈ કાર્ય કરે છે કિંવા મારા આધાર વડે બીજે કઈ કાંઈ કાર્ય કરે છે ઈત્યાદિ પણ કાંઈ જાણતું નથી, પરંતુ તેને ચલાવનાર કિંવા માલિકી હક્ક દર્શાવનારે માલિક અથવા કર્તા તે બીજે જ કઈ હોય છે, તેની સાથે હથિયારને કિંચિત્માત્ર પણ સંબંધ હેત નથી. તેમ જ્ઞાનીનું જોવામાં આવતું શરીર અને તે વડે થતો તમામ વ્યવહાર અજ્ઞાની લોકોની દષ્ટિએ જોવામાં આવે છે, તે સર્વ ઈશ્વરની પ્રેરણા વડે થતું માયાશક્તિનું કાર્ય છે, તેનું તે હથિયાર હોય છે. તે હથિયાર દ્વારા તે ઈશ્વર પોતાની માયાશક્તિ એટલે નિયતિ વા પ્રારબ્ધ વો જોઈએ તે આખા જગતનો સંહાર કરાવે અથવા તો આ હથિયારના ટુકડે ટુકડા કરી નાખે તે કાર્ય તો ઈશ્વર (દક્ષાંક ૨)નું છે અને જ્ઞાની પોતે તો અનિર્વચનીય એવો આત્મા(વૃક્ષાંક ૧) હોઈ તદ્દન અસંગ હેય છે. તેમાં આ ઈશ્વર(વૃક્ષાંક ૨) તથા તેની માયાશક્તિનું કાર્ય(વૃક્ષાંક ૩ થી ૧૫ ઘ) ઇત્યાદિ કાંઈ છે જ નહિ. આ જ્ઞાનીના શરીરની અને તે વડે થતાં સર્વ કાર્યોની સ્થિતિ આ પ્રમાણેની છે, એટલું જ નહિ પરંતુ આ દશ્ય વિશ્વની અંદર ચાલતું તમામ કાર્ય પછી તે વ્યષ્ટિનું છે, સમષ્ટિનું હે યા વિરાટનું હે (વૃક્ષાંક ૩થી ૧ ), પણ તે સર્વ આ ઈશ્વરની માયાશક્તિની પ્રેરણુ વડે નિયત થયેલું હોઈ યંત્રવત ચાલી રહ્યું છે, તેમાં કિ ચિત્માત્ર પણ ફેરફાર કરવા કોઈ શકિતમાન થતું નથી. માટે હે અર્જુન ! તું જરા મરણાદિ છ વિકારોથી રહિત છે, નિત્ય છે, અસંગ એ સર્વને આત્મા છે, શરીરધારી નથી. ભાસી રહેલા આ શરીરને ચલાવનાર તે કોઈ બીજો જ છે, આત્મા નહિ, આમ જો શરીરને ચલાવનારો કઈ જુદો છે તો તેણે શું કરવું અથવા શું નહિ કરવું, તેની પાસે શું કરાવવું કે શું નહિ કરાવવું એ બધું તે જોઈ લેશે. વળી આ શરીર પણ લોકોની દષ્ટિએ જ છે, તું પોતે અમરૂપ હોવાથી તારી દષ્ટિએ તો તેવું કાંઈ છે જ નહિ; તેથી હું છું એવા પ્રકારના અભિમાનને તદ્દન છોડી દે તથા હું આ બધાને હણનારો છું એવા મિથ્યા અહંકારને ત્યજી દે. તું કદી કેઈને હણનારે અથવા કોઈ વડે હણનાર વગેરે પિકી કોઈ પણ નથી. આ રીતે આત્મસ્વરૂપ હોવા છતાં જે પુરુષ મિથ્યા ક્રોધાદિને વશ થઈને હું છું અને હું અમુકને માનનારો છું, એવો અહંકાર કરે નહિ અને જેની બુદ્ધિ આકાશની જેમ સર્વ જમતાદિ નષ્ટ થાય ત્યાં રહે છતાં તદ્દન અસંગ રહી હર્ષશેકાદિ વડે કદી પણ લેપાય નહિ તે નિઃસંગ અને આત્મા જીવન્મુકત પુરુષ લોકદષ્ટિએ સઘળાંને મારી નાખે તો પણ કોઈને મારતો નથી અને તે થકી થતાં પાપરૂપી ફળો વડે કદી બંધાતા પણ નથી. કારણ સ્પષ્ટ જ છે કે, આ અસંગ આત્મા નિત્ય હોઈ તેને વધ થવો શકય નથી અને તે કોઈનો વધ કરે એ પણ શકય નથી પરંતુ પોતાનું આ મુજબનું સાચું સ્વરૂપ નહિ જાણનારા અજ્ઞાની મૂઢે જ આ સર્વ શાંત અને આત્મસ્વરૂપ છેવા છતાં જાણે ઉત્પન્ન થતું હોય, રિથર રહેતું હોય અને નાશ પામતું હોય એવા પ્રકારનું માની લે છે; પરંતુ વાસ્તવિક રીતે તો આ બધું દસ્ય સ્વપ્ન કિવા મૃગજળવત હોવાથી તેને નાશ થયો તે પણ શું અને રહે છે પણ શું? આથી જ હું કર્તા છું, એવા પ્રકારની ભાવના વડે જેની બુદ્ધિ લેપતી નથી, એટલે જેનો હુંભાવનો સાક્ષી સહ સદંતર વિલય થયો છે, તે આ સર્વ લોકોને હણીને પણ હણુ કે હણત નથી એમ કહેલું છે, તેમાં વિરોધાભાસ જેવું કાંઈ પણ નથી, તે હવે સારી રીતે તારા ધ્યાનમાં આવ્યું હશે (વધુ માટે અધ્યાય ૩ શ્લેક ૫ થી ૮ તથા અધ્યાય ૪, ૫, ૭, ૮, ૧૧, ૧૫, વગેરે જુઓ),
અજ્ઞાની અને જ્ઞાનીની ક્રિયાઓમાં ભેદ છે? ભગવાન કહે છેઃ હે પાર્થ! મેં તને આ જ્ઞાનીઓના કર્મ સંબંધમાં કહ્યું કેમ કે ઉપર મેં અનાની લેકેને તત્ત્વજ્ઞાન થવાને માટે શાસ્ત્રકારોએ પિતા ઉપર અજ્ઞાનતાનો આરોપ કરી લઈ કર્મોદિ સંબંધનું વિવેચન કહ્યું તેમાં અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર એ ત્રણ કર્મનાં ઉત્પન થતાં ફળે હેઈ અધિષ્ઠાન, કર્તા, કરણ, નાના પ્રકારની ચેષ્ટા એટલે કાર્ય અને દૈવ એ પાંચ કર્મનાં કારણે કહ્યાં; વળી શરીર હોય ત્યાં સુધી જ્ઞાની વિા અજ્ઞાની શરીર, વાણી, અને મન વડે ગમે તે કરે છે તે આ પાંચના આધાર વગર કદી પણ થઈ