________________
ગીતાહન ]. (તો) કેટલાકે તે સ્થાવર (ભાવ)ને જ પામે (જાય) છે; [૮૩૧ નિર્મળ, શાંત અને વિકારાદિથી રહિત અત્યંત શુદ્ધ છે. તે કે સર્વનું અવિઝાન છે છતાં તે કર્તા, કરણ અને કાર્યશપ પણ નથી અને તેવું કાંઈક હશે એમ જાણતો પણ નથી. જેમ આકાશ સર્વને અધિષ્ઠાન હોવા છતાં કાંઈ કરતું પણ નથી અને કર્તાપણાદિ કોઈ હશે એવું જાણતું પણ નથી; તે તે તદન અસંગ, શુદ્ધ અને શાંત જ હોય છે, તે પ્રમાણે આત્મા પણ તદ્દન અસંગ, શાંત અને નિર્મળ છે. આમાની સત્ય પરિસ્થિતિ આ પ્રમાણેની હોવા છતાં આ આત્માને જ કર્તા છે એમ જે જુ એ છે એટલે જાણે છે તે ખતબુદ્ધિવાળે એટલે સારામાર વિવેક વડે આત્માના સાચા સ્વરૂપને નહિ ઓળખનારા દુર્મતિને નેત્ર હોવા છતાં પણ તે આંધળે જ છે એમ જાણવું.
यस्य नाहङ्कतो भावा बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स इमा५ लोकान्न हन्ति न निबध्यते ॥१७॥
સર્વ લેકેને હણીને પણ કેણ હણાતું નથી? હે અર્જુન! આત્મા તે તદ્દન અસંગ હઈ તે જ પોતાનું સ્વસ્વરૂપ છે, એ પ્રમાણેના દઢ નિશ્ચય વડે, હું કત છું એવી ભાવનાથી જેની બુદ્ધિ લેખાતી નથી તે આ બધા લોકોને હણીને પણ હણતો કે હણાતો નથી અને કદાપિ બંધનને પણ પામતા નથી. ઉદ્દેશ એ કે, જેમ આકાશ તો તદ્દન અસંગ છે તેમાં કિંચિત્માત્ર પણ વિકાર નથી. તેને આકાશાદિ નામની સંજ્ઞા આપવી એ પણ વ્યવહારદષ્ટિએ સમજવા પૂરતી જ છે. આકાશ પોતે તો તે જાણતું પણ નથી કે મને કઈ આકાશ કહે છે અને મારું નામ આકાશ છે તથા હું આ બધાને અધિષ્ઠાન છું તેમ આત્મા પણ બિલકુલ અલિપ્ત હાઈ નિસંગ છે, તેમાં કિંચિત્માત્ર પણ વિકાર નથી. એવા અનિર્વચનીય, શાંત અને નિર્મળ સ્વરૂપને જ આમાં એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. તેને અપાયેલી આ સંજ્ઞા ફક્ત વ્યવહારદષ્ટિએ સમજવા અને સમજાવવા પૂરતી જ છે. તેને તે કલ્પના પણ નથી કે મને કોઈ આત્મા કહે છે અને હું આ સર્વનું અધષ્ઠાન . જેમ ધર બાંધવામાં આવ્યું કે તેમાં આકાશને બીજે કઈ સ્થળેથી લાવવું પડે છે એમ નથી. ઘર હોય તો પણ તે છે અને ના હોય તો પણ તે તો છે જ. ઘરની ઉપાધિ વડે પોતાને મઠાકાશ કહેવામાં આવે છે એવું પણ તે જાણતો નથી. વળી ઘર પડે કે રહે તેથી તેને કોઈ હર્ષાકાદિ પણ નથી તેમ જ તે ધરને કત થવા કરણાદિ પણ થતું નથી, છતાં આ બધાને નાશ થવાનું તથા ઉત્પન્ન થવાનું કાર્ય આકાશના અધિષ્ઠાન વડે જ થઈ શકે છે. આ મામ જગતનો નાશ થઈ જાય તે પણ આકાશને તેને કિંચિત્માત્ર પણ લેપ લાગી શકતો નથી; તેમ હું એટલે અસંગ એવો આત્મા છે, મારામાં ” એવા ભાવની જ કદી ઉત્પત્તિ થયેલી નથી. એ પ્રમાણે જેના નિશ્ચય થયેલ હોઈ જેણે “હું ભાવનો વિલય કરીને પોતાના સાચા નિર્વિકપ સ્વરૂપનો અપરોક્ષ અનુભવ કરેલો છે તેવા આત્માનો સાક્ષાત્કાર કરેલા જ્ઞાનીની બુદ્ધિ અસંગ એવી આત્માકાર બનેલી હોવાથી કમળ જેમ પાણીમાં રહેવા છતાં પણ તદ્દન અલિપ્ત રહે છે તેમ આ અપરોક્ષાનુભવી મહાત્માની બુદ્ધિ કિંચિત્માત્ર પણ કદી કશામાં લપાતી નથી. તે પુરુષ લોકદષ્ટિએ આખા જગતના લોકોને હણે છતાં પણ તે કોઈને હણતો કે હણતા પણ નથી અને બધાને હણવાથી કદી બંધનને પણ પામતા નથી. જેમ કે પુરુષ શસ્ત્રો ધા કરી સામાને મારી નાંખે છતાં અને તેનો બાધ લાગતો નથી અને શસ્ત્ર તે જાણતું પણ નથી તેથી તે તદ્દન અસંગ જ ગણાય છે, તે મુજબ જ્યાં અહંભાવ કદી ઉત્પન્ન થયેલો નથી એવો આકાશવત નિરભિમાની બનેલે આત્મારામ પુરુષ પોતે તો તદ્દન અકર્તા હોવાથી અસંગ અને અલિપ્ત હોય છે. તે પોતાની દષ્ટિએ કિંવા તત્ત્વવિદોની દષ્ટિએ તો જો કે વાસ્તવિક તદ્દન અલિપ્ત હોય છે પરંતુ અજ્ઞાની લોકોની દષ્ટિએ વિદેહમુક્તિ થતાં સુધી તેને જે શરીર અને શરીર વડે થતાં કર્મો જોવામાં આવે છે તેની વ્યવસ્થા શાસ્ત્રમાં એવી છે કે તેનાં શરીર અને તે વથતાં તમામ કાર્યો તો નિયતિકિંવા પ્રારબદ્ધશાત ઈશ્વરની સત્તાથી જ મંત્રની જેમ થઈ રહ્યાં છે; એટલે જેમ હથિયારને ચલાવનારો તેને જેમ ચલાવે ફિવા