________________
ગીતાદહન ]
કેટલાકે અન્યરૂપે બની દેહાભિમાનથી શરીર પ્રહણને માટે;
૮૨૯
સમજાય છે. પણ જેઓ શાસ્ત્ર પ્રમાણને છેડી દઈ મનસ્વી વર્તન કરનારા હોય છે તેઓ હું અનાસક્ત છું, કર્મયોગી છું, કર્મત્યાગી છું એમ માની બેસે તેથી કિંવા તેમના ખુશામતીયાઓ પાસે તેવું કહેવરાવવાથી કમંડળમાંથી છૂટી શકતા નથી પરંતુ આત્મજ્ઞાન થતાં સુધી પોતપોતાનાં કર્મના ઉત્પન્ન થતાં ઈષ્ટ, અનિષ્ટ અને બંનેના મિશ્રણાત્મક એવાં કર્મોનાં ફળો કહ અને પરલોકમાં ભોગવ્યા વિના તેઓને થ્યો જ થતો નથી, એમ નિશ્ચયાત્મક જાણુ.
पञ्चैतानि महाबाहो कारणानि निबोध मे । साले कृतान्ते प्रोक्तानि सिद्धये सर्वकर्मणाम् ॥१३॥
" કર્મ થવાનાં મુખ્ય પાંચ કારણે છે હે મહાબાહે ! ઉપર મેં તને ફળના ઉત્પન્ન થતા ત્રણ પ્રકારે કહ્યા; હવે સર્વ કર્મો ઘવાને માટે સાંખ્ય એટલે વેદાંતશાસ્ત્રમાં કહેવામાં આવેલા કતાંત એટલે કર્મનો અંત બતાવનારા છે તે આ પાંચ કારણોને તું મારા થકી સાંભળ. ઉદ્દેશ એ છે કે, આ જગતમાં કોઈ પણ કર્મ થવાને માટે પાંચ કારણોની જરૂર હોય છે. પાંચ કારણ વગર કોઈ પણ કાર્ય કદી પણ થવું શકય નથી. આ પાંચ કારણે તત્ત્વજ્ઞાન કરાવી આપનારા સાંખ્ય એટલે વેદાંતશાસ્ત્રમાં આત્મસ્વરૂપની પ્રાપ્તિ થાય એવા ઉદેશથી કહેલાં છે. તેનો આશય એ કે, આ તમામ કર્મો અંતવાળાં કિવા નાશવંત છે તેને સારી રીતે બોધ થાય અને સત્ય એવું આત્મસ્વરૂપ જાણવામાં આવે એટલા માટે આ પ્રમાણે વિવેક વડે સર્વમાન્ય એવા વેદાંત શાસ્ત્ર નાં આધારે હું તને તે અધિષ્ઠાનાદિ પાંચે કહું છું; કેમ કે આત્મજ્ઞાન સમજાવવાને માટે આ સિવાય બીજી કોઈ યુકિત નથી. પરોક્ષજ્ઞાન થતાં સુધી સાંખ્યશાસ્ત્રના આધારે જ સમજાવવાની શાસ્ત્રપ્રથા છે. આ સંબંધે વધુ વિવેચન પ્રથમ આવેલું જ છે (જુઓ અધ્યાય ૨ શ્લોક ૩૯, અધ્યાય ૫, શ્લેક ૧૪).
अधिष्ठान तथा कर्ता करणं च पृथग्विधम् । विविधाश्च पृथश्चेष्टा दैवं चैवात्र पञ्चमम् ॥१४॥
પાંચ કારણુતની ઉત્પત્તિ અધિષ્ઠાન, કર્તા, જુદાપણાને ભાવ બતાવનારું કરણ, વિવિધ પ્રકારની ચેષ્ટાઓ અને તેમાં દેવ એ પાંચમું છે. સારાંશ, આ પાંચ કારણોમાં અધિષ્ઠાન એટલે જ આધાર. જેમ વાયુ, અગ્નિ, જળ અને પૃ, III એ સર્વનો આધાર કિવા અધિષ્ઠાન આકાશ કહેવાય છે, તેમ સાક્ષી સહિત અહેમમાદિ તમામ ભાનું | મૂળ અધિષ્ઠાન દિવા આધાર આત્મા (વૃક્ષાંક ૧) છે. જેમ આકાશ સર્વાનું અધિષ્ઠાન હોવા છતાં પણ | સર્વથી તદ્દન અસંગ છે તેમ જ આ આત્મા સર્વથી અસંગ હઈ નિર્વિકાર, નિરાકાર અને નિ તથા તે જ આ આકાશાદિનો પણ આધાર છે; માટે સર્વનું તે અધિષ્ઠાન કહેવાય છે. કર્તા એટલે ઈશ્વર કિંવા પુરુષ(વૃક્ષાંક ૨) છે. તેણે જ પોતાની કાળરૂપ ઈક્ષણશક્તિ વડે “હું” રૂપ પ્રકૃતિ કિવા માયારૂપે પ્રકટ થઈ પ્રકૃતિના સર્વાદિ ગુણમાં ક્ષોભ ઉત્પન્ન કર્યો છે. આમ ઈશ્વર કર્તા હેઈતની કાળરૂપ ઇક્ષિણશક્તિને દૈવરૂપ કાળ કિંવા કાપાલિક કહે છે. આ દેવરૂપ ઈક્ષણશક્તિ વડે જ માયા કિવા નિયતિ સત્રાદિ ગુણે વડે સર્વને નિયમમાં રાખી શકે છે. (દેવરૂપકાળ સંબધી વર્ણન માટે જુઓ અધ્યાય ૧૧, લેક ૩૨) આ ઈશ્વરની ઇંરૂપ નિયતિ, પ્રકૃતિ કિવા માયા (ક્ષાંક ૩) એ સર્વ કારોનું પણ આદિ કારણ હોવાથી તે કરશું કહેવાય છે. અસાધારણું કાર શુને જ કરણ કહે છે. જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે તેમ “હું” એવા પ્રતિબિંબિત જુદાપણાને ભાવ પ્રથમતઃ અહીંથી જ પ્રકટ થયો છે, માટે તે સર્વ દશ્યનું આદિ કારણ કહેવાય છે. આમ તે અસાધારણ કારણ હેવાથી જ તે પૃથફવિધ કરણ અર્થાત “હું” એવા પ્રતિબિંબિત ભાવને જુદું પાડનારું એવું આદિ