________________
૨૮] शरीरत्वाय देहिनः।
[ સિદ્ધાન્તકાણ ભ૦ ગી. અ. ૧૮/૧૪ પિતાને બુદ્ધિમાન ગણાવી અને ખુશામતપ્રિય લેકે પાસે વાહ વાહ કહેવરાવો પિતાને બધા મેટો બુદ્ધિશાળી સમજે છે એવું માની બેઠેલા, અંદરખાને અનેકવિધ વિષયોની લાલચમાં ફસાયેલા એવા આ અવિવેકી મોના મન ઉપર રૂઢ થયેલી કર્મમાર્ગની આ ભૂલભરેલી કલ્પના દૂર થવાનું અશક્ય બન્યું છે આ રીતે કર્મમાર્ગને નામે જમતમાં જ્યાં ત્યાં ઢંગનું સામ્રાજ્ય પ્રસરેલું છે તેને દુરુપયોગ થતો રહ્યો છે, આટલા માટે આ કર્મમાર્ગનો ઉપદેશ ત્યાજ્ય છે. આવા મૂર્ખઓ પોતે તે વિનાશમાં પડે છે પરંતુ સાથે સાથે જગતને અવગતિને પંથે ઘસડી જઈ તેનો પણ વિનાશ કરી રહ્યા છે. આ તેઓને હાથે મહાન અપરાધ થઈ રહ્યો છે. લોકોમાં નાની ગણાતા પરંતુ અંદરખાને વિષયની આસક્તિવાળા એવા આ મૂઢાને તેની કલ્પના પણ હોતી નથી. તેવા આ ઉચ્ચ કેટીના ત્યાગની વ્યાખ્યા સમજવા અસમર્થ હોવાથી તેમને આત્મજ્ઞાન થતાં સુધીને માટે ચિત્તશુદ્ધ થવા અર્થે મેં પ્રથમ શાસ્ત્રમાં પ્રમાણ મનાયેલાં યજ્ઞ, દાન અને તપાદિ કર્મો નિષ્કામ રીતે કરવા કહેલું છે (અધ્યાય ૧૮ શ્લોક ૪, ૫ જુઓ), વળી તેવા નરપશુઓને માટે સંયમની પણ ધણી જરૂર હોવાથી બાહ્ય ત્યાગની પણ આવશ્યકતા હોય છે છતાં જે તે શાસ્ત્રમાં નિયત થયેલાં નિત્યનૈમિત્તિકાદિ કર્મોનો ત્યાગ કરે અને મનસ્વી કર્મો તથા તેના ત્યાગને સાચે માનો તેને જ કર્મવેગ વા કર્મયાગ સમજે તે તેને સત્વ, રજ અને તમે એમ ઉપર કહેલી ત્યાગની ત્રણ કેદી પિકીના જ સમજવા. ઉદેશ એ કે, જ્યાં સુધી ચિત્તશુદ્ધિ થઈ આત્મા અનામાનો વિવેક જાગૃત થતો નથી, ત્યાં સધીને માટે તે બાહ્ય ત્યાગની જરૂર હોઈ શાસ્ત્રમાં કહેવા પ્રમાણે નિત્ય નૈમિત્તિક કર્મો કરવાથી ખરે ત્યાગ ધીરે ધીરે સાધ્ય થાય છે. આ રીતે ધીરે ધીરે ત્યાગ કરનાર અત્યાગ એટલે ખરો ત્યાગ નહિ સમજનાર કમસંન્યાસી કવાય તથા અને ત્યાગ કરનારાઓ જ સંન્યાસી એટલે શ્રેષ્ઠ સંન્યાસી કહેવાય છે.
अनिष्ट मिष्ट मिश्रं च त्रिविधं कर्मणः फलम् । भवस्य॒त्यागिनां प्रेत्य न तु सन्यासिनो क्वचित ॥१२॥
ઇષ્ટ, અનિષ્ટ અને મિશ્ર કર્મફળે કોને ભેગવવાં પડે છે? હે પાર્થ! તને જે ઉપર શાસ્ત્રમાં નિયત થયેલાં કર્મ કરી કમે સાચા ત્યાગનું રહસ્ય સમજનારા અત્યાગીઓ કિંવા કમસંન્યાસી અને શાસ્ત્રનિયત કમ નહિ કરતાં મનસ્વી રીતે કર્મ કરનારા અથવા કર્મયાગ કરનારાએ કહ્યા, તેવાઓને અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર એમ ત્રણ પ્રકારનું જે કર્મનું ફળ ઉત્પન્ન થાય છે તે મરણ પછી ભોગવવું જ પડે છે, પરંતુ જે શ્રેષ્ઠ સંન્યાસી બે હેય તેમને તો તે કર્મફળ કદી પણું પ્રાપ્ત થતું નથી. સારાંશ એ કે, કર્મ કરવાથી સર્વસામાન્ય રીતે સારું, નરસું અને બંનેનું મિશ્રણ એમ ત્રણ પ્રકારનું કમળ ઉત્પન્ન થાય છે એવો નિયતિનો નિયમ છે. તે કદાચ તને શંકા થશે કે તમોએ ઉપર જ્ઞાની અને અજ્ઞાનીને થતાં કર્મોમાં તે કાંઈ ભેદ નથી એમ કહ્યું તો પછી આ કર્મોનાં ઉત્પન્ન થતા ઈચ્છાનિ અને મિશ્રણાત્મક ફળ પણ બંનેને ભોગવવાં પડશે અને જો આમ હોય તો પછી વિદેડમુક્તિ સિદ્ધ થશે નહિ તે તેમ નથી. જો કે જ્ઞાની અને અજ્ઞાનીના દેડ વડે થતાં કર્મો તે એક સરખાં હોય એમ જોવામાં આવે છે ખરાં, પરંતુ જ્ઞાની તો તેથી તદ્દન અસંગ, અનાસક્ત હોવાથી જળમાં રહેલા કમળની જેમ તે કર્મફળ તેને કિંચિત્માત્ર પણ સ્પર્શ કરી શકતાં નથી. કારણ કે, તેમણે અહંભાવને સંપૂર્ણતઃ વિલય કરી આત્માનો સાક્ષાત્કાર કરી લીધેલ હોવાથી તેમનામાં જ્યાં અહંભાવ જ હોતો નથી તો પછી કર્મ અને તેના ફળની તો વાત જ કયાં રહી? જેમ શેકેલું બી ઉગી શકતું નથી તેમ જ્ઞાનીનાં સર્વ કર્મો જ્ઞાન વડે દગ્ધ થયેલા હોવાથી તે ફળ ઉત્પન્ન કરવા સમર્થ હોતા નથી, પરંતુ જેઓને ઉપર કહ્યા પ્રમાણે સાચો ત્યાગ સાપ્ય થયેલે હેત નથી એટલે આત્મસાક્ષાત્કાર થયેલું હેત નથી તેઓ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે નિયત કર્મો કર્યા કરે છે તે થકી તેઓની ચિતશુદ્ધિ થઈ ક્રમે કર્મત્યાગનું રહસ્ય