________________
ગીતાદેહન] તેમ અતરૂપ એક આત્માને ઘણા પૃથક્ ભાવે ને ઘણા અક્ષરૂપે અનુભવે છે. [ ૭૮૯
હોય તે બીજાઓને સત્ય અને હિત કયાંથી બતાવી શકે? માટે ભગવાને આ શરીર, વાણી અને માનસિક તપ સંબંધમાં જે કહ્યું છે તે તો જેઓને આત્મસ્વરૂપનું ૫રોક્ષજ્ઞાન થયેલું હોય તેવાઓ જ કરી શકે છે. આમાં પ્રથમ કહેલાં શારીરિક તપ વડે ગુરુને પ્રસન્ન કરીને આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લેવું અને તે સર્વાત્મભાવને નિશ્ચય થયા પછી તેને અપરોક્ષ અનુભવ એટલે સાક્ષાત્કાર થવા માટે આ વાણી અને માનસ તપ કરવાનું કહેવામાં આવેલું છે. અર્થાત આત્માનું પરોક્ષજ્ઞાન પ્રાપ્ત કરી લીધા બાદ તેનો પ્રથમ પોતે નિત્યપ્રતિ અભ્યાસ કરતા રહી તે જ સત્ય અને હિતકારક છે. આ સિવાય બીજું કયાણકારી સાધન ત્રિલોકમાં પણ નથી. એવા પ્રકારનો નિશ્ચય કરીને તે સાચું અને હિત કરનાર તત્ત્વ અજ્ઞાનીઓને ઉઠેગ વગર વા કડકપણાથી પરંતુ સામાને તુચ્છ ગણીને નહિ પણ બને ત્યાં સુધી પ્રિય લાગે તેવા પ્રકારે કહેવાનો પ્રયત્ન કરવો તે જ વાચિક તપ છે. આવું તપ આત્મનિશ્ચયવાળા એટલે આમાનું પરોક્ષજ્ઞાન થયેલાએ જ કરી શકે છે. જે થકી તેઓ ક્રમે અપરોક્ષાનુભવ પ્રાપ્ત કરી શકે છે. આત્મનિશ્ચય વિનાનો જે કાઈ કહે કે હું લોકેને સાચું અને હિતકારી વચન જ કહી રહ્યો છું તે તે કેવળ દાંભિકતા જ ગણાશે, કેમ કે જે પોતે જ પોતાનું હિત જાણતો નથી તે બીજાને હિત બતાવે છે એમ કહેવું છે તે ડૂબતાએ બીજાને પણ પોતાની સાથે ડૂબાડવા જેવું જ ગણાય; માટે તેવું કહેવું એ કેવળ ઢગ જ ગણાશે. તસ્માત કેવળ એક આત્મા જ સત્ય છે એવું તેનું પરોક્ષજ્ઞાન થાય ત્યારે જ એક સત્ય અને હિતકારી ડેઈ બીજું બધું અસત્ય અને અહિતકારી છે એ રીતે સમજીને એક આત્મામાં સત્યતાની દઢ ભાવના અને તે સિવાયના તમામ વિષયોમાં અસત્યની ભાવના થઈ હોય તે જ વાચિક તપને લાયક છે એમ નિશ્ચયપૂર્વક જાણવું.પ્રિય અને હિતકારી વિચને સાચો જિજ્ઞાસ જ ગ્રહણ કરી શકે છે. બીજાઓને તે તે કટુ લાગે છે. જેમાં સામાને ખાટું નહિ લાગે એવા ઉદ્દેશથી તેને સારું લગાડવા માટે અથવા તે તેના તેજમાં અંજાઈ જઈ મીઠું મીઠું બોલે છે તે સત્ય અને પ્રિયભાષી નથી, પરંતુ ખુશામતીઓ કિવા હિતશત્રુ છે, તેવાઓ જગતને અવશ્ય વિનાશ જ કરે છે, એમ જાણવું.
मनः प्रसादः सौम्यत्वं मौनात्मविनिग्रहः । भावस शुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥ १६ ॥
માનસ તપ મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્માનો અત્યંત નિગ્રહ અને શુદ્ધ ભાવના એ માનસ તપ કહેવાય છે. તાતપર્ય એ કે, આત્મવિનિગ્રહમાં એટલે કે મનમાં જે જે સંક૯૫ ઉઠે કે તરત જ તે આત્મસ્વરૂપ છે એ સિવાય બીજી કોઈપણ વૃત્તિનું અંતઃકરણમાંથી ઉથાન જ નહિ થવા દેવું; એ રીતની જે ભાવના તે શુદ્ધ ભાવના કહેવાય તથા આત્મા સિવાય બીજ સંકલ્પોનું ઉત્થાન થવું તે અશુદ્ધ ભાવના કહેવાય. મૌન
સિવાય બીજી સર્વ બાબતને ભૂલી જવી, આત્મા વિના બીજી બધી બાબતોમાં મૌન રાખવું, તે જ ખરું સુષમ મૌન કહેવાય છે (મૌનના પ્રકારો તથા સુષુપ્ત મૌન કોને કહેવું તે સંબંધે અધ્યાય ૧૩ લોક ૧૩ ઉપર વિવેચન છે તે જુઓ). સૌમ્યત્વ એટલે સમભાવના; આ ગ્રાહ્ય છે, આ ત્યાજ્ય છે, આ સુખરૂપ છે, આ દુઃખરૂપ છે, એવા પ્રકારના ઠન્ડ એટલે બેપણની ભાવનાનો ત્યાગ કરી તે બંને ભાવો આત્મસ્વરૂપ જ છે એવી રીતે જુદાપણાની ભાવના વિસરી જઈ એક આત્માની જ ભાવના કરવી તે સૌમ્યપણું. આત્માકારવૃત્તિ એ જ મન પ્રસાદ કહેવાય છે. ટૂંકમાં મનમાં જે જે સંકલ્પ ઉત્પન્ન થવા પામે કે તુરત જ તે આત્મસ્વરૂપ છે એવી ભાવના વડે તેને અત્યંત નિગ્રહ કરવો એટલે આ સંકલ્પ ઉત્પન્ન થયો અને તે આત્મસ્વરૂપ છે એવી સાક્ષીભાવની ભાવનાને પણ વિલય કરી દેવો તે જ માનસ તપ કહેવાય છે. આ પ્રમાણે તને કાયિક, વાચિક અને માનસિક તપના પ્રકારો કહેવામાં આવ્યા, તેમાં પણ પાછા વ્યવહાર દષ્ટિએ સાત્ત્વિક, રાજસ અને તામસ એમ ત્રણ ભેદો પડે છે, આત્મ વા તત્વદષ્ટિએ નહિ,