________________
કશીતદેહન ] (જે) પ્રાણને ઊર્ધ્વગતિ અને અપાનને અધોગતિ આપે છે, (તે) – [ ૮૧૧ અંતિમ ધ્યેય છે. આત્મા સિવાય બીજું કાંઈ છે એવી વૃત્તિનું ઉત્થાન થયું તે જ કાપકર્મો કહેવાય. માટે કાયકર્મોને ત્યાગ એટલે આમા સિવાય બીજી કોઈ વૃત્તિનું અંતઃકરણમાં ઉત્થાન જ થવા નહિ પામે તે જ ખરો સંન્યાસ છે, એવો શાસ્ત્રના સિદ્ધાંત છે.
કામ્યકર્મોને ન્યાસ કેને કહે? ભગવાન કહે છે: હે પાર્થ ! ઉપરના વિવેચન ઉપરથી જાણી શકાશે કે વેદમાં બતાવેલાં કામ્યકર્મો તથ વર્ણાશ્રમાદિ ધર્મનો મૂળ ઉદ્દેશ જીવાત્માને કર્મમાંથી નિવૃત્ત કરીને આત્મસ્વરૂપને સાચા સુખ તરફ લઈ જવાનું છે. કેમ કે વિષયો કે જે પુરુષના સર્વસ્વનો ઘાત કરે છે તેમાંથી એકદમ નીકળવું એ તો ઘણું જ દુર્લભ છે. જેમ ઈષ્ટ સ્થળે જવાને માટે ઘણુ મનુષ્પો નીકળે તે પિકી કઈ શકિતમાન હોય તે વિમાન દ્વારા તત્કાળ ત્યાં પહોંચે છે. તો કોઈ અનિરથમાં બેસીને, તો કોઈ પગે જ ચાલે છે, તે બધા મોડાં વહેલાં એક જ રથળે પહોંચે છે, તેમાં સર્વ સંન્યાસનો મૂળ ઉદ્દેશ આત્મામાં જ વૃત્તિ સ્થિર રહે, અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન થવા નહિ પામે એવા પ્રકાર છે. બુદ્ધિમાન તે તે ધ્યેયને તત્કાળ પહોંચી શકે છે. તો કેટલાક વર્ણાશ્રમાદિ નિકામકર્મો દ્વારા પ્રથમ બાહ્ય સંન્યાસ અને પછી આંતર સંન્યાસ કરી ત્યારબાદ બંને સંન્યાસોને પણ સંન્યાસ કરે છે. આ રીતે જ્યારે પોતાહ સર્વને સંન્યાસ કરે છે ત્યારે જ ખરો કાયકર્મોને ન્યાસ કિવા સંન્યાસ થયો કહેવાય. આ સંન્યાસ તે અહં એવી વૃત્તિનું કદી ઉથાન નહિ થવા પામે, એ રીતે જ્યારે તેના મૂળમાંથી જ ઉછેદ થવા પામે છે ત્યારે જ થઈ શકે છે. આમ અત્યાર સુધી મેં તને કાર્યો કર્મો અને તેના ન્યાસ એટલે સંન્યાસનું સાચું રહસ્ય કહી સંભળાવ્યું. હવે ત્યાગ સંબંધી કહું છું તે સાંભળ.
કર્મફળત્યાગ સર્વ કર્મોના ફળના ત્યાગને બુદ્ધિમાન પુરુ ત્યાગ કહે છે. વૃત્તિનું “હુ' (વૃક્ષાંક ૩) એ ઉત્થાન થવું તે કર્મ કહેવાય. તે “હું” જ પછી મારું એવા ભાવના પરિવર્તનને પામે છે આમ હું અને મારું એવા ભાવના વિવર્તી થતાં જ હું એટલે આત્મા છે એવો ભાવ ભૂલી જઈ હું એટલે દેહ છું એવો નિશ્ચય તે કરે છે. આથી હું એટલે દેહાદિક છે એવો ભાવ ઉત્પન્ન થતાં તેને તુરત જ આત્મસ્વરૂપે દાબી દેવો તેનું નામ જ કર્મળત્યાગ કહેવાય. તાત્પર્ય એ કે, અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું તેનું નામ કામ્ય કર્મોનો સંન્યાસ અને વૃત્તિનું ઉત્થાન થયું કે તે આત્મરૂપ છે એવા પ્રકારના પ્રતિસંકલ્પ વડે તેને તુરત જ દાબી દેવ તે કમળ ત્યાગ કહેવાય છે. આ ત્યાગ જ સર્વશ્રેષ્ઠ છે. આ સંબંધે શાસ્ત્રનો નિશ્ચય આ પ્રમાણે છે,
હું એવી કઈ વસ્તુ નથી તે જ ત્યાગ હું એવી કોઈ વસ્તુ જ નથી. આત્મા સિવાય સર્વ મિયા હોવાથી કર્મ કરીને કાંઈ છે જ નહિ એમ દઢ નિશ્ચય વડે જાણવું એ જ ખરે કર્મત્યાગ છે અને તે તે જ્ઞાન વડે જ સિદ્ધ થાય છે. બાકી પ્રારબ્ધવશાત દેહાદિ વડે સ્વાભાવિક રીતે થતાં કર્મો કે જે અવસ્તુ એટલે મિથ્યા જ છે તે કરવાથી પણ શું અને નહિ કરવાથી પણ શું ? તમામ દશ્ય પદાર્થોને અભાવ થતાં જ સર્વે સંકપિ મટી જાય છે અને તેથી વાસનાથી રહિત થઈ અમુક કર્યું અને અમુક ન કર્યું એ બંને પ્રકારના સંબંધને પણ છોડી દઈ શાંતપણાથી નિર્વિકારપણે સ્થિતિ રાખવી તે જ ખરે ત્યાગ કહેવાય, ઘણે વખત થઈ જવાથી જેમ ઘણાં ખરાં પાછળનાં કર્મો ભૂલાઈ જવાય છે તે સર્વ દશ્યનું પાછું ચિત્તમાં કઈ પણ દિવસે સ્મરણ ન થાય અથત અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે તેવી રીતે તેને ભૂલી જવું તે કર્મત્યાગ કહેવાય છે. આત્મજ્ઞાન વગરના પુરુષો પૈકી જે વિષયોમાં સંયમ નહિ રાખતાં વિષ્ટામાંના કીડાની જેમ વિષયમાં રચ્યાપચા રહે છે તેવા મૂર્ખાઓ કરતાં જેઓ સંયમ વડે કેવળ કર્મેન્દ્રિયોને જ રોકી રાખવા૫ બાહ્યત્યાગ કરે છે તેઓ વ્યવહારમાં શ્રેષ્ઠ મનાય છે છતાં તેમાં કર્મોનાં મૂળને ઉછેદ થતો નથી; આથી તેવાઓને ત્યાગ કદી