________________
૮૧૦ 1
ર્વ પ્રાગમુચિચાને પ્રત્યકારતા [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીર અ૦ ૧૮/ તેને યોગ્ય ઉપયોગ કરવો. એટલે ઉપર કહ્યા પ્રમાણે તમામ કર્મો વાસુદેવને અર્પણ કરતાં રહેવું. વાસ્તવિક રીતે જેટલાથી પેટ ભરાય તેટલું જ પ્રાણીનું પોતાનું છે માટે તે કરતાં અધિક ઉપર જે અભિમાન રાખે તે ચોર સમાન હોવાથી શિક્ષાને યોગ્ય છે. મૃગ, ઊંટ, ગધેડાં, વાંદરાં, ઉંદરો, સર્પ, પક્ષિઓ અને માખી તથા કિટકાદિને પોતાના પુત્રની સમાન જ ગણવાં કેમ કે તેમનામાં અને પુત્રાદિકમાં કાંઈ અંતર નથી. ગૃહસ્થ પણ અતિકષ્ટથી ધર્મ, અર્થ અને કામનું સેવન કરવું નહિ, પરંતુ દેશકાળને અનુસરી દેવવશાત જેટલું મળે તેટલાથી જ ચલાવવું. કૂતરા, પતિત અને ચાંડાળાદિ તમામ પ્રાણીઓને પોતાને અન્નમાંથી વહેંચી આપવું, પણ એકલા જ ખાવું નહિ. સ્ત્રી કે જે મુખ્યત્વે કરીને પોતાની સેવા કરવા માટે છે જેમાં મનુષ્યો “આ તો મારી છે' એવો આગ્રહ રાખે છે, તેને પણ ધર્મશાસ્ત્રમાં કહ્યા પ્રમાણે અતિથી સકારાદિમાં લગાડવી. જે સ્ત્રીને માટે મનુષ્ય પોતાના પ્રાણુનો પણ ત્યાગ કરે છે અને જેને માટે પિતા કિંવા ગુરુનો પણ વધ કરે છે તે સ્ત્રી વિષે પુરષોએ મમત્વનો ત્યાગ કરી દેવો જોઈએ. આમ જેણે સ્ત્રી વિષે મમતા છોડી હોય તેણે અજિત એવા ઈશ્વરને પણ વશ કરી લીધા છે, એમ સમજવું. જેની અંતે માટી કે ભસ્મ જ થવાની છે એવો આ તુચ્છ દેહ અને દેહના સુખને માટે જેના પર પ્રીતિ થાય છે એવી સ્ત્રી ક્યાં ? તથા પિતાના માહાસ્ય વડે આકાશને પણ ઢાંકી દેનારો સર્વવ્યાપક નિઃસંગ એ આત્મા ક્યાં ? તમ્માત આત્મપ્રાપ્તિ એ જ ધ્યેય નજરની સામે રાખીને વિવેકી ગૃહસ્થ પ્રારબ્ધ યોગથી જે અનાદિક મળે તેમાંથી પંચયજ્ઞાદિ કરીને બાકી રહેલા અન્નાદિથી પોતાની આજીવિકા ચલાવવી જોઈએ અને ત્યાર પછી પણ જે વધે તેમાંથી મમતાને તજવી જોઈએ. આ પ્રમાણે કરવાથી ગૃહસ્થાશ્રમમાં હોવા છતાં પણ સંન્યાસની પરમાવધિરૂપ એવી પરમહંસ ગતિની પ્રાપ્તિ થઈ શકે છે. પોતાની યોગ્ય આજીવિકાથી જે ધન મળે તેથી રોજ દેવ, ઋષિ, પિતૃ, મનુષ્ય અને બીજાં પ્રાણીઓનું પણ પૂજન કરવું અને પોતાનું પણ વિણ કરવું. પણ આ બધું આત્માર્પણ બુદ્ધિથી કરવું કે જેથી તે અંતર્યામી ભગવાનનું પૂજન કર્યા સમાન થાય છે. જે અધિકાર તથા યજ્ઞાદિ સર્વ સંપત્તિઓ હેય તે વેદના કહેલા અગ્નિહોત્રાદિક વિધિ અનુસાર પરમાત્માનું પૂજન કરવું. સર્વ યજ્ઞોના ભોક્તા આત્મસ્વરૂપ એવા ભગવાને અગ્નિ મુખમાં હેમેલા ઘી ઇત્યાદિ પદાર્થોથી જેટલા તૃપ્ત થાય છે, તેથી પણ અધિક તૃપ્તિ વેદાધ્યયનાદિ એટલે સ્વાધ્યાય તથા તપાદિ કરનારા બ્રાહ્મણને ખવરાવવાથી થાય છે માટે તેવા બ્રાહ્મણે, દેવતાઓ તથા દરેક પ્રાણીમાત્રના હૃદયમાં રહેલા ક્ષેત્રજ્ઞરૂપ ભગવાનનું તેઓની તે તે કામનાઓ પૂરી કરવાથી પણ પૂજન થાય છે અને મનુષ્યાદિનું પૂજ કરો ત્યારે પ્રથમ જીવન્મુક્ત મહાપુરુષો અને પછી વેદવિત બ્રાહ્મણદિનું કરવું. ગૃહસ્થોએ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે શ્રાદ્ધાદિ કરીને પિતૃઓનું યજન કરવું તેમ જ શક્તિ અનુસાર પુણ્યકર્મ કરવું જોઈએ. એ જ પોતાના આયુષ્યનું સાફલ્ય છે. સંક્રમણ પર્વકાળાદિ સમયે યોગ્ય રીતે શ્રાધાદિ વડે પિતરોનું તથા સ્નાન, દાન, જપ, વ્રત, હોમ, દેવપૂજન કે બ્રહ્મપૂજનાદિ કર્યું હોય અથવા પિતુ, ભૂત કે મનુષ્યોને જે આપ્યું હોય તે અક્ષપ્ય થાય છે, વળી તીર્થાદિક ક્ષેત્રે એ પવિત્ર દેશે છે, તેની યાત્રા કરવી તથા યોગ્ય દાનધર્મ કરવો. પુરાણપ્રસિદ્ધ ગંગાદિ પવિત્ર નદિઓ, પુષ્પરાદિ તળા, પર્વત, વનો, મહાત્માઓના નિવાસસ્થાન વગેરે સ્થળોનું વારંવાર સેવન કરવું જોઈએ; પરંતુ આ બધું આત્મસ્વરૂપની ભાવના વડે નિષ્કામ રીતે થાય તો જ શ્રેષ્ઠ ફળદાયી નીવડે છે. સારાંશ કે, આ સધળું દશ્યજાળ કેવળ આત્મવરૂપ એવા એક ભગવાનનું જ રૂપ છે તેથી ભિન્ન કાંઈ છે જ નહિ એ અંતઃકરણમાં દઢ નિશ્ચય કરીને અહંતામમતારહિત જે ગૃહસ્થ ઉપર કહેલાં કર્મો કરતો હોય તે ગૃહસ્થ ધર્મમાં રહેવા છતાં પણ મહાન પરમહંસગતિરૂપ સંન્યાસી છે એમ જાણવું. આ રીતે ધર્મશાસ્ત્રોમાં ધીરે ધીરે યુક્તિપ્રયુક્તિધારા પ્રવૃત્તિમાર્ગમાંથી નિવૃત્તિ માર્ગ તરફ લઈ જવાને માટે જ વર્ણાશ્રમધર્મની યોજના શાસ્ત્રમાં કરેલી છે. તે સર્વને મૂળ ઉદ્દેશ જીવાત્મા તેના આચરણ વડે આત્મસ્વરૂપ બને એ જ છે. આ મુજબ આત્માકાર વૃત્તિ બનાવી અને આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ પામે એ જ ખરું સંન્યાસનું
-----
—
• પ્રવૃત્તિ અને નિત્તિ કોને કહેવી તે સંબંધમાં અધ્યાય ૬
ક. ૪૩, પૃષ્ઠ ૩૯૩/૩૯૪ જુઓ.