________________
ગીતાદેહન] આ બંનેની સંધિમાં આવેલા (બેના અધિષ્ઠાનરૂપ) ઇતર આત્માવડે જીવે છે. તત તે આ જ. [૮૨૧ આત્મવિશ્રાંતિને માટે વાયુભક્ષણાદિ કરીને તપશ્ચર્યા કરી રહ્યો છું. રાજાનું વચન સાંભળીને તત્વજ્ઞાની ચડાલાએ કહ્યુંઃ હે રાજન! તમેએ હજુ કશું ત્યાગેલું જણાતું નથી. તે કર્યો એમ કહ્યું તે તો તમારું કયારે હતું? આજે જે ગાડી ઉપર બેઠો હશે તે કહેશે કે આ મારું રાજય, તમારા વડીલો પણ મારું રાજ્ય એમ જ કહેતા આવ્યા, તો તે તમારું કયારે અને શી રીતે હતું? આથી તમે એ કાંઈ કરવો જોઈએ તે ત્યાગ કર્યો નથી. આ વચન સાંભળીને ચિત્તશુદ્ધ થયેલા રાજાએ પોતાની ઝૂંપડી, માળા, વલ્કલ, કમંડલુ વગેરે સર્વેને બાળીને કહ્યું કે હવે તે માટે સર્વત્યાગ થયો ને ? ચૂડાલાએ કહ્યું કેઃ ના, તમાએ હજુ જેનો ત્યાગ કરવો જોઈએ તેનો ત્યાગ તે કર્યો નથી. આથી વિચાર કરીને રાજાએ દેહનો નાશ કરવાના ઉદ્દેશથી પૂછયું: આ શરીરનો ત્યાગ કરવાથી તે સર્વત્યાગ સિદ્ધ થશે ને? ચૂડાલાએ કહ્યું કે શરીરનો ત્યાગ કરવાથી કાંઈ તમારો સર્વત્યાગ સિદ્ધ થશે નહીં કેમ કે જેનો ત્યાગ કરે જોઈએ તેનો ત્યાગ નહીં કરતાં બીજા ગમે તેનો ત્યાગ કરે છે તે સર્વ નિરર્થક છે. હે રાજા ! દેહનો કે રાજ્યને ત્યાગ કર્યાથી કે ઝૂંપડી વગેરેને બાળી નાખ્યાથી સર્વત્યાગ કદાપિ સિદ્ધ થતો નથી, પરંતુ જે અહં૫ રકૃતિ વડે આ તમામ દસ્થાદિ ખડું થઈ જાય છે તેનો ત્યાગ એ જ ખરો સંન્યાસ અથવા ત્યાગ છે. રાજન! સર્વને પોતાની નિયત કરેલી સત્તા વડે નિયમનમાં રાખનારું મિથ્યા ભ્રાંતિરૂ૫, શુદ્ધ ચૈતન્યથા જાણે જુદું હોય તથા જડ શરીરાદિકથી પણ ભિન્ન અને જે જીવ(પ્રાણ) આદિ નામોને ધારણ કરે છે એવું આ અહમ હ)રૂપ સ્કરણ જ ચિત્ત એવી સંજ્ઞા વડે શાસ્ત્રોમાં સંબંધેલું હેઈ સર્વરૂપ થયેલું છે તથા તેને જ સર્વપદ એવા નામે સંબોધેલું છે. સર્વ ભ્રાંતિઓનું મૂળ આ અહંરૂપ એવું ચિત્ત જ છે. પુરુષરૂપે પ્રેરણા કરનાર અને પ્રકૃતિરૂપે વ્યવહાર કરનાર પણ આ હું રૂપ ચિત્ત જ છે. તે સર્વ દયાદિરૂપે હોવાથી તેને જ સર્વપદ વડે સંબોધેલું છે. તે જ ત્રણ ગુણોના આશ્રયે અવ્યક્ત, શિવશક્તિ, મહાપ્રાણુ, મહત્તત્ત્વ અહંકાર, દેવતા, ઇદ્રિય, તન્માત્રા અને પંચમહાભૂત, વિષ્ણુ (ક્ષેત્રનું), બ્રહ્મા, મન, હિરણ્યગર્ભ, બ્રહ્માંડ અને તેને અભિમાની બ્રહ્મદેવ તથા બ્રહ્માંડ મળે ભાસતા ચૌદ લેકે અનેક આકારે વિકારો વડે ભાસી રહ્યું છે. આ બધા અહંરૂ૫ ચિત્તની જ ક્રિયાઓને અનુકુળ એવાં નામે છે. આમ આ અહંરૂ૫ ચિત્ત જ સર્વરૂપે પ્રતીતિમાં આવતું હોવાથી તેને જ સર્વ શબ્દ વડે કહેવામાં આવ્યું છે. તેને ત્યાગ થતાં જ સર્વ આધિવ્યાધિઓને અંત આવીને સર્વત્યાગ સિદ્ધ થાય છે.
હુ રૂ૫ ચિત્તને ત્યાગ તે જ ખરે ત્યાગ છે આ અહંરૂ૫ ચિત્ત સ્કરણાનો ત્યાગ તે જ ખરો સર્વત્યાગ છે. તેને ત્યાગ થવાથી જ આત્માનંદના અનુભવ થાય છે. આ કારણમાંથી કાર્ય ઉત્પન થયું છે એમ માનીને બેપણની ભાવના તે દૈતબુદ્ધિ તથા કમથી કાર્યોને કારણમાં લય થાય છે એમ માનીને તેમાં એકપણાની બુદ્ધિ રાખવી તે એકય બુદ્ધિ કહેવાય છે. તે બેપણુની અને એકપણાની એમ બંને ભાવનાઓ ચિત્તને ત્યાગ થવાથી તદ્દન વિરામ પામે છે અને કેવળ એક પરમ શાંત, સ્વચ્છ, નિર્વિકાર, બ્રહ્મતત્વ જ બાકી રહે છે. હું રાજા ! જેમ મારુ મારું એ ભાવ તજવા યોગ્ય છે તેમ હું એવો ભાવ પણ બીજા કોઈ નો મમ ભાવ હોવાથી, તેની દષ્ટિએ આ હું રૂપ અહંકાર પણ ત્યાગ કરવા યોગ્ય છે અને તે ત્યાગ કરવા યોગ્ય એવા “અહમ' ભાવને તમો ગ્રહણ કરી રાખેલો હોવાથી તમારો સવંત્યાગ સિદ્ધ થતો નથી. સંસારના સઘળા પદાર્થોને ત્યાગ કરવો એટલે અંતઃકરણમાં આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા નહિ દેવું. આમ પિતામહ અહેમમાદિ ભાવોનો વિલય કરી નાખવો તેનું નામ જ સર્વ ત્યાગ છે. જેમ રાજય, વન, મૃગચર્મ, કમંડલુ, માળા, ઝૂંપડી, કૌપીન વગેરે સર્વ વસ્તુઓનો ત્યાગ કરવાથી તમો પોતે એકલા જ બાકી રહ્યા છે એમ માને છે તેમ આ હું અને મમાદિ ભાવોનો પિતાસહ ત્યાગ કરવાથી જે તત્વ અવશેષ રહે છે તે જ પરમાત્મા છે. તે જ વિવર્તરૂપે ચરાચરમાં ભાસી રહ્યો છે. તેનાથી ભિન બીજું કાંઈ છે જ નહિ. જેમ સમુદ્ર, તરંગ, ફીશું, પરપોટા ઈત્યાદિ સર્વ પાણીરૂપ હાઈ પાણીથી કિચિત્માત્ર પણ ભિન્ન નથી તેમ