________________
ગીતાદહન ]
કોઈપણ મર્યાં પ્રાણ વડે કે અપાન વડે છાત નથી (૫૭)-
[ ૮૧૯
એક સરખી જ હોવાનું જણાઈ આવે છે, તમાત નિયત અર્થાત પ્રકૃતિ(વૃક્ષાંક ૩)ના ત્રણ ગુણો વડે નિશ્ચિત થયેલાં કમીને સંન્યાસ કદાપિ સંભવ નથી. છતાં કોઈ નિયત થયેલા નિત્ય નૈમિત્તિકાદિ કર્મોને ત્યાગ કરવાની વાત કરે તો તે જ્ઞાન નહિ પણ મોહ કહેવાય છે. જેમ પોતાને આત્મસ્વરૂપે નહિ જાણતાં હું દડ જ છું એમ કહેવું તે મોહ કહેવાય છે તેમ આ અજ્ઞાની વ્યવહારમાં પણ નિયતિનિયમાનુસાર થયેલું નિયત કર્મ હું કરીશ અથવા આ હું નહિ કરું એમ કહેવું તે બંને કથનો જ્ઞાનયુક્ત નહિ પરંતુ મેહયુક્ત કહેવાય છે. અમુક કરવું અને અમુક નહિં કરવું એ બંને મહાવડે થયેલા વિકાર જ છે કેમ કે તે બીજે કરી રહ્યો હોય તે કાર્ય હું જ કરું છું એમ માની લેવા બરાબર છે. તેથી જેમ તેને ત્યામ સંભવતો નથી તેમ મનુષ્યની ઉન્નતિ અર્થે શાસ્ત્રકારોએ પોત પોતાના વર્ણાશ્રમોચિત ધર્માનુસાર ચિત્તશુદ્ધિને માટે મનુષ્યની સ્વતંત્ર બુદ્ધિનો વિચાર કરી અમુક અંશે કરવા યા નહિ કરવા એવી મર્યાદિત છૂટ મૂકી નિયત કરેલાં નિત્યનૈમિત્તિક કર્માદિનો ત્યાગ કરે કે.ગ્ય નથી, છતાં કોઈ મેં તેને ત્યાગ કર્યો છે એમ કહેવા માગે છે તે ત્યાગ નાટયક્ત કહેવાતો નથી પરંતુ મોહયુક્ત કહેવાય છે અને તે મનુષ્યને અગતિમાં જ નાંખે છે. આમ મોઢ વડે થનારે ત્યાગ તામસ પ્રકારની સત્તાને પાત્ર છે, અર્થાત મોહ વડે થનારે ત્યાગ તામસ કહેવાય છે.
दुःखमित्येव यत्कर्म कायक्लेशभयास्यजेत् । a wથા રાજમાં ચા ના કરું ા
રાજસ ત્યાગ છે આ કર્મો કરવાથી શરીરને કલેશ થશે માટે તેને ત્યાગ કરવો એવા પ્રકારના ભય વડે કમંત્યાગ હે છે. તે રાજસ ત્યાગ કહેવાય છે. તેવો ત્યાગ કરનાર ત્યાગને આત્મજ્ઞાનરૂપ સાચા ફળને કદી પણ પ્રાપ્ત કરી શકતો નથી. એટલે શરીરાદિકને કલેશ થશે એમ સમજીને કેવળ પ્રમાદ(આળસ)ને લીધે જે નિત્ય નૈમિત્તિકાદિ કર્મો તથા સંયમાદિનું પાલન નહિ કરતે હાથી તેનો ત્યાગ કરે છે તે પ્રમાદ વડે થનારો ત્યાગ રાજસ હોવાથી તે સાચો ત્યાગ કહી શકાતો નથી. જેમ કેટલા પોતાને વ્યવહારદષ્ટિએ અનાદિકનો લાભ થવાનો સંભવ હોય તે તેની આશાએ રાતદિન પરિશ્રમ ઉઠાવે છે પરંતુ શાસ્ત્રકારોએ કરાવી આપેલાં પોતપોતાનાં વર્ણાશ્રમેચિત કર્મો તથા સંયમાદિ કરવાને માટે આ કર્મો કરીને ઉમટ શરીરને શા માટે કષ્ટ આપવાં અથવા વ્યવહારમાં આખો દિવસ થાકી જવાય છે માટે હવે આરામ લેવો જોઈએ, એવી દષ્ટિ રાખીને જે શાસ્ત્ર નિયત કર્મોનો ત્યાગ કર્ક છે તે રાજસ પ્રકારને ત્યાગ હોવાથી, તે ત્યાગને » આશય શાકમાં કહેવામાં આવેલો છે તેને તે કદી પણ પ્રાપ્ત થઈ શકતો નથી. એટલે કર્મોઠારા ચિત્તશુદ્ધિ થઈ તેને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કદાપિ પણ થઈ શકતી નથી.
कार्यमत्येव यत्कर्म नियतं क्रियतेऽर्जुन । सनं त्यक्त्वा फलं चैव स त्यागः सास्विको मतः ॥९॥
સાત્વિક ત્યાગ હે અર્જુન! આ કર્મ કરવા યોગ્ય છે એટલે કરવાની પોતાની ફરજ છે એમ કેવળ કર્તવ્ય બુદ્ધિ વડે કોઈપણ પ્રકારના વ્યાવહારિક ફળની અથવા ઇતર કશાની પણ ઈછા વગર કેવળ જે શાસ્ત્રકારોએ નિયત કરી આપેલું વર્ણાશ્રમેચિત નિત્ય નૈમિત્તિકાદિક કર્મ સંગરહિત, ફક્ત નિષ્કામ ભાવના વડે જ કરવામાં આવે
નિયતિ અથવા પ્રારબ્ધવાદ સંબંધમાં અધ્યાય ૩, શ્લેક ૫, ૨૮, ૨૯, તથા અધ્યાય , બ્લેક ૮, અધ્યાય ૧ શ્લેક ૧૪, અધ્યાય ૭, ૮, ૧૧, ૧૫ વગેરે જોઈ લેવાં,