________________
૮૧૮
બાર્બન નાપાન નીતિ વિશ્વના
[ સિદ્ધાન્તકાડ ભ૦ ગીર અ૦ ૧૮/૮
થયો નથી ત્યાં સુધી વિદ્વાનોએ પણ તે કર્મ કરવાં જ જોઈએ. પછી તે (ઈરછાઓ)શુભ કિંવા અશુભ છે પણ જ્યાં સુધી દૈતભાવનાનો લેશ પણ સિલક છે ત્યાં સુધી તે અવશ્ય કરવાં જ જોઈએ. જ્યારે આત્માને સાક્ષાત્કાર થાય છે ત્યારે અહેમમાદિ તમામ દંતભાવ સહ મનની તમામ ઈરછાઓને વિલય થઈ જાય છે. તે પહેલાં સારી મા માડી કોઈને કોઈ પ્રકારની ઈચ્છાઓ તો મનમાં હોય છે જ, તેથી આ કર્મોને ત્યાગ નહિ કરતાં તે કરવાં જ જોઈએ કે જેથી ચિત્તશુદ્ધિ થઈ જ્ઞાનપ્રાપ્તિ થઈ શકે છે.
पताम्यपि तु कर्माणि सङ्गं त्यक्त्वा फलानि च । कर्तव्यानीति मे पार्थ निश्चितं मतमुत्तमम् ॥ ३ ॥
યજ્ઞાદિ કર્મો સંગ અને ફલેચ્છારહિત કરવા હે પાર્શ્વ ! જો કે યજ્ઞ, દાન અને તરૂપ કર્મો તજવા યોગ્ય નથી એમ તન ઉપર કહેવામાં ખાખ્યું છે, પરંતુ ખાસ ધ્યાનમાં રાખ કે આ બધા કર્મો પણ સંગ અને ફળ ત્યજીને કરવાં એ ઉત્તમ છે એવો મારે નિશ્ચિત મત છે. ભાવાર્થ એ કે, આત્મસાક્ષાત્કાર થતાં સુધાને માટે આ કર્મો કોઈ પણ વ્યવહાર અર્થે એટલે ફળપ્રાપ્તિની ઇચ્છા નહિ રાખતાં ફકત પોતાનું એક કર્તવ્યકર્મ છે એમ સમજીને કરવાં જોઈએ. જેમ નાટકમાંનો રાજા ઉપરથી વેશ ભજવીને લોકોનું મનર જન કરતો હોવા છતાં પણ અંદરખાને હું રાજ નથી એમ પાક જાણે છે, તેમ જ નાટકની અંદર બીજા દેશો ઉપર ચઢાઈ કરીને તે જીતી લેવા સંબંધે આજ્ઞાઓ કરે છે છતાં અંદરખાને તે રાજ્ય છતાય રૂ૫ ફળ મળશે અને હું તેને ખરેખર રાજા થઈશ એવી ફલેચ્છા તે કદી રાખતો નથી પણ ફક્ત પિતાનું કર્તવ્ય માનીને વેશ ભજવે છે; તેમ આ યજ્ઞ, દાન અને તપ૩૫ કર્યો પણ વ્યવહાર પછી કઈ પણ પ્રકારની ઇચ્છા નહિ રાખતાં નિખાપણે કેવળ પિતાનું કર્તવ્ય સમજીને
પણ બુદ્ધિ વડે જ કરવાં, અર્થાત આ બધું આત્મસ્વરૂપ છે અને હું તો કેવળ તેની આજ્ઞામાં રહેનારો અને વેશ ભજવનાર નટ છું. એવા પ્રકારની ભાવના વડે તે કરતાં રહેવું, તેમજ તે વડે થતાં સુખદુઃખાદિ સંબંધમાં પણ તે પિતાનાં નથી એવો નિશ્ચય રાખો. આ પ્રમાણે કર્તાપણાને અભિમાનથી રહિત અર્થાત સંગનો ત્યાગ કરીને તથા વ્યાવહારિક ફળાની ઇરછા વગર કેવળ પિતાનું કર્તવ્યકમ છે એમ સમજીને કર્મ કરવા એ ઉત્તમ છે, એવો મારો નિશ્ચિત મત છે. કેમ કે તે વડે ઉપર કથા પ્રમાણે ચિત્તશુદ્ધિ થઈ કમે આમાનું પરોક્ષ અને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થાય છે તથા છેવટે તે અહેમમાદિ ભાવોનો પણ વિલય કરીને પર સંન્યાસી કિંવા ત્યાગી (જીવન્મત) બની શકે છે. એમ તું નિશ્ચયપૂર્વક જાણું. હવે તને ત્યાગના ત્રણ પ્રકારે કહું છું તે સાંભળ.
नियतस्य तु सरन्यासः कर्मणो नोपपद्यते । मोहात्तस्य पारत्या॒गस्तामसः परिकीर्तितः ॥ ७ ॥
ત્યાગ નિયત એટલે નિયતિ નિયમાનુસાર નિશ્ચિત થયેલું; જેમ કે આંખે જોવું, કાને સાંભળવું, નાકે સંવવું, પગે ચાલવું વગેરે તે તે જ્ઞાનેંદ્રિયો અને કમેંદ્રિયોનાં કર્મો નિયત એટલે નિશ્ચિત થયેલાં છે; માટે તેને સમાસ કેવી રીતે સંભવે ? કોઈ કહે કે પગ વડે ચાલવાનું કામ નિયત છે છતાં પણ હું તો તે કામ હાથે જ કરીશ કિવા નેત્ર જોવાનું કામ કરે છે પણ હું તે તે કાન વડે જ કરીશ તેમ જ મોઢાનું કામ ગુદાવડે અને ગદાનું કામ મેં વડે કરીશ તો તે અશક્ય છે. જ્ઞાની હા કે અજ્ઞાની હો પરંતુ તેમની બાહ્ય ક્રિયાઓ તો એક સરખી જ થાય છે. નાની પણ અજ્ઞાનીની પેઠે મોઢા વડે જ બોલે છે, આમ બાહ્ય ક્રિયાઓ તો બંનેની
1