________________
૮૧૬] દેહાતિમુરચનાનસ્થ મિત્ર રવિણસે 1 તા . ૩. [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ ૧૮/૫
કામ સમુદ્રતરંગન્યાયાનુસાર અજ્ઞાનીઓની દષ્ટિએ થતું જ રહે છે, છતાં તત્વવિત એવા જીવન્મુકતની દષ્ટિએ તો કાંઈ થતું પણ નથી અને તેવું કાંઈ હોય તો તે આત્માથી એટલે પોતાના સ્વરૂપથી અભિન્ન જ છે તેથી કર્મ કરવાં કે નહિ કરવાં એ બને તથા તેને સાક્ષી ઇત્યાદિ કાંઈ હશે એવી તત્વદષ્ટિએ કલ્પના છે જ નહિ તથા સર્વસામાન્ય લોકોને સમજાવવાને માટે અજ્ઞાનની દષ્ટિએ કયાં કર્મો ત્યાજ્ય અને કયાં ગ્રાહ્ય છે તે સંબંધમાં પ્રથમ શાસ્ત્રોનો મત શું છે તે તને કહું છું. વળી લક્ષમાં રાખ કે આ અજ્ઞાની આત્માને સાક્ષાત્કાર થતાં સુધીને માટે જ ઉપયોગી છે.
त्याज्यं दोषदित्येके कर्म प्राहुर्मनीषिणः। यशदानतपः कर्म न त्याज्यमिति चापरे ॥ ३ ॥
કર્મો કરવાં કે નહિ કરવાં મનોષિણ એટલે વિવિધ મતવાળા વિદ્વાનો કર્મ દોષવાળું હોવાથી ત્યાજય છે અને બીજા કેટલાકે યજ્ઞ, દાન અને પરૂપ કર્મ ત્યાજ્ય નથી એમ કહે છે. સારાંશ એ કે, કર્મ તજવું કે નહિ તજવું તે સંબંધમાં કેટલાક પંડિત તમામ કર્મો ધુત છે, કર્મ થયું એટલે તે દોષ વગરનું થવું કદી પણ શકય નથી અને આત્મા તે તદ્દન નિર્દોષ હોવાથી કાયિક, વાચિક, માનસિક તમામ કર્મોનો ત્યાગ કરવો જોઈએ એમ કહે છે, ત્યારે કેટલાકનું કહેવું એમ છે કે, કર્મો દેજયુક્ત છે છતાં યજ્ઞ, દાન અને તપાદિ કર્મો શ્રુતિમાન્ય હે તેઓને આમરણાંત ત્યાગ કરવો જોઈએ નહિ કેમકે તે વડે ચિતશુદ્ધ થઈ અંતે આત્મસ્વરૂ૫મૃત ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આ સંબંધમાં શાસ્ત્રનું એક કથન કહું છું.
મેક્ષનું સાધન કર્મ કે જ્ઞાન? પ્રશ્નઃ જીવતાં સુધી અમિત્રાદિ તથા સોપાસનાદિ કર્મો કરવાં ઇત્યાદિ કેટલીક કૃતિ સ્મૃતિઓમાં પ્રવૃત્તિરૂપ ધર્મ કહેલ છે તથા કેટલીક કૃતિ રમૃતિએ કહે છે કે ધનથી, કર્માથી કે પ્રજા ઉત્પન્ન કરવાથી મોક્ષ થતો નથી પરંતુ કેવળ તે સર્વના ન્યાગ વડે જ આત્મપદની પ્રાપ્તિ થઈ મોક્ષ થાય છે અને તે પ્રમાણે આચરણ કરીને ઘણાઓ મોક્ષને પામ્યા છે. તો મેક્ષનું સાધન કમ છે કે જ્ઞાન છે અથવા બંને છે તે સંબંધે નિશ્ચય કહે.
કર્મથી ચિત્તની શુદ્ધિ થાય છે ઉત્તર : આકાશમાં જેમ પક્ષીઓ બંને પાંખો વડે ઊડી શકે છે તેમ જ્ઞાન અને કર્મ એ બંને સાધનો તત્તનિશ્ચય થતાં સુધી ઉપયોગી હોવાથી એકલા કર્મથી કિંવા એકલા જ્ઞાનથી મેક્ષ સિદ્ધ થતું નથી; કેમ કે તમામ અહિક વિષયભોગની અભિલાષાઓને છોડી દઈ કેવળ પોતાનું કર્તવ્ય છે એમ સમજીને જે શાસ્ત્રવિહિત કર્મ કરવામાં આવે છે તેવાં નિષ્કામ કર્મો દ્વારા ચિત્તશુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિ થઈ એટલે પછી આત્માનું પરક્ષજ્ઞાન થઈ શકે છે. આમ પરોક્ષજ્ઞાન થયા પછી તે કર્મની અપેક્ષા હતી નથી, પણ બહ્મનિષ્ઠ સદગુએ બતાવ્યા પ્રમાણે અહેમમાદિ ભાવેને વિલય સર્વાત્મભાવના કિવા નિઃશેષભાવના અભ્યાસ વડે કરવો પડે છે, કે જેથી સાક્ષાત્કાર થઈ અંતે મોક્ષરૂપ પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. આમ આત્મસ્વરૂ૫ થયેલા કતકર્યો એટલે જેણે જે કરવાનું તે સર્વ કર્યું છે તથા જ્ઞાતય એટલે જે જાણવાનું તે સર્વ જગ્યું છે એવા તે મહાત્માનાં અનાની લોકોની દષ્ટિએ થતાં કર્મો ઘોર નિદ્રામાં પડેલા મનુષ્યની થતી બોલવાની તથા હલનચલનાદિક ક્રિયાઓની જેમ નિખિય૩૫ છે એમ સમજવું. જેમ સ્વપ્નની અંદર વખાને પુત્ર જોવામાં આવેલો હોય પરંતુ જાગૃત થયા પછી તેની સ્મૃતિ, તેની સાથે સ્વપ્નાવસ્થામાં થયેલો વાણીને વંહાર અને સ્વપ્નમાં જોવામાં આવેલા વધ્યાપુત્રની દર્શનરૂપ સત્તા, તેમ તેની સાથે થયેલી વાણીને વ્યવહાર