________________
૮૧૪]
મા વિજ્ઞ સમાન રીસ્થા નિ:
[ સિદ્ધાન્તાઠ ભ૦ ગીવ અ૦ ૧૮/ર
પ્રતિવૃત્તિ વડે તેને તત્કાળ દાબી દેવી અને આત્મા એટલે તો જ્યાં અહમ છે જ નહિ એવું આકાશની જેમ તદ્દન નિઃસંગ સ્વરૂપ છે અને તે જ હું છે, એ દઢ નિશ્ચય રાખ. માટે આત્મસ્વરૂપ એવા મારામાં હું” એવો કોઈ પદાર્થ છે જ નહિ આ મુજબ આત્મા કે જે આકાશની જેમ તદ્દન અસંગ છે તેને ઓળખી તે ભાવથી તદ્દન અસંગ રહેવું. આ સર્વ દશ્યરૂપ ભ્રાંતિ તો જયારે હું એવા ભાવને તદ્દન ભૂલી જવાય છે ત્યારે પ્રકાશ થતાં જેમ અંધારું એકદમ કયાંય અદશ્ય થઈ જાય તેમ એકાએક કયાંય અલેપ થઈ જાય છે. તેને પુનઃ કદી પ પણ લાગતો નથી. માટે “હું” એવો કોઈ પદાર્થ જ નથી અને જે છે તે એક ચિતન્યવન એ આત્મા જ છે એવી વૃત્તિ વડે તેને આધાર વગરનો બનાવી દે. આ પ્રમાણે અહંકારને છતવાને પાને સંન્યાસ કરવાને સમર્થ નથી એવો અસંયમી પુરુષ ત્યાગ કિવા સંન્યાસને લાયક જ નથી તેવા મોએ વેદાંતશાસ્ત્રની પ્રવૃત્તિમાં પડવું નિરર્થક જ છે. અરે! જુઓ કે, અજ્ઞાની મૂર્ખાઓ આ મિથ્યા વ્યવહારમાં મોટાં મોટાં શાસ્ત્રોના ઘા સહન કરે છે તથા અસહ્ય એવી આધિ વ્યાધિની વેદનાઓ પણ સહન કરે છે. રાતદિવસ શોકસાગરમાં અને ચિંતામાં જ ડૂબેલા રહે છે. આ રીતે બાપડા જે અનેક અસહ્ય યાતનાઓ સહન કર્યું જાય છે તે પછી હું એવું કાંઈ છે જ નહિ એટલું એક સહન કરી લેવામાં તે મોટી શી પીડા છે? હે મૂઢ! તમો આનંદરૂ૫ અને શાંત હોવા છતાં પણ આ “હું અને મારુ” એવી કલ્પનાઓએ તમારે ઘાત કરેલ છે. આ “હું” એવો અહંકાર જ તમામ દસ્યજગતના પદાર્થ સમૂહના અક્ષય અંકુર૨૫ છે. તે અંકરનો જે સમૂળગે ઉછેદ થઈ જાય તો આ સર્વ જગદિ દશ્ય પિતાની મેળે જ નિર્ભેળ બની જાય છે. આ અહંભાવની પૂર્વનું નિશ્ચલ, તદ્દન શાંત, દક્ષ્યાદિ આભાસથી રહિત, અનંત, જન્મરહિત અને નાશથી પણ રહિત એવું એક પરમ આકાશરૂપ જે તરવે છે, તેને જ શાસ્ત્રમાં અજ્ઞાનીઓને સમાવવાને માટે બ્રહ્મ, આત્મા, ચિતન્ય, અક્ષર પુરુષ, સત, તત ઇત્યાદિ શાબ્દિક મિયા સંજ્ઞાઓ આપેલી છે, પરંતુ તેને ઉદ્દેશ તે ફકત એક અનિર્વચનીય ભાવ દર્શાવવા પૂરતો જ છે, એમ જાણવું.
સંન્યાસ અને ત્યાગની વચ્ચે અંતર આ મુજબનું તે પરમપદ હેવાથી અહંભાવની ઉત્પત્તિ થવા નહિ દેવી તેનું નામ જ કામ કર્મોનો સંન્યાસ કહેવાય. કેમ કે હું ભાવની ઉપત્તિ થાય તે પછી તેમાંથી મારું, તું, તે, આ વગેરે ભાવોનો વિસ્તાર થઈ અનંત કામ્પકર્મોને વિસ્તાર થાય છે. માટે કામ્યકર્મોનું મૂળ એવા હું ભાવની ઉપત્તિ થવા નહિ ? તેનું નામ જ સંન્યાસ હોઈ હું ભાવની ઉત્પત્તિ થયા પછી તું', તે, આ, મારું, તારું વગેરે ભાવો એ તેના ફળરૂપ છે. અર્થાત હું ભાવની ઉત્પતિ થવી તે જ સૌથી પ્રથમનું કામ્યકર્મ છે અને તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ ભાવ તે કર્મફળ કહેવાય છે. જુઓ કે વ્યવહાર માં પણ અમુક એક વસ્તુ બીજાની હોય ત્યાં સુધી તે મેળવવાને માટે પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તે પોતે મેળવે એટલે આ વસ્તુ મારી છે એમ થયું કે પછી પોતે કરેલાં કર્મનું ફળ મેળવ્યું એમ તે માને છે, અર્થાત મારી નથી એમ માનવું એ ભાવ, કર્મ કરાવવાને માટે કારણભૂત હોવાથી તું, તે, આ, મારું, તારું ઇત્યાદિ સર્વ ભાવનો વિલય કરી નાખવો જોઈએ. એટલે આ સર્વ ભાવો રૂપથી તદ્દન અભિન્ન હોઈ તે હું એટલે નિઃસંગ અને અનિર્વચનીય એવો આત્મસ્વરૂપ છે, એવા પ્રકારને જે નિશ્ચય તે જ ખરો કર્મફળત્યાગ છે. સારાંશ એ કે, આત્મામાં હું એવા ભાવની કદી ઉત્પત્તિ જ થવા પામેલી નથી. આ પ્રમાણે દઢ નિશ્ચય વડે જાણીને હું ભાવને વિલય કરી નાખવો. હું ભાવની વૃદ્ધિને ઉત્પન થવા નહિ દેવી તેનું નામ જ કર્મયોગ અથવા સંન્યાસ છે અને હું તથા મારું એવા ભાવ ઉત્પન્ન થયા પછી તું, તે, આ, મારું, તારું, તને, મને ઈત્યાદિ જે જે ભાવે ઉત્પન્ન થવા પામે છે તે સર્વ ભાવો આત્મરૂપ છે અને તે જાણનારો હું પોતે પણ આત્મસ્વરૂપ છે એવી રીતે હું, તું, તે, આ ઇત્યાદિ ભાવની અંત:કરણમાં રણ ઉત્પન્ન થવા પામે કે તરત જ તે તે સર્વ ભાવો આત્મસ્વરૂપ છે એવા પ્રકારની પ્રતિતિ કિંવા ભાવના વડે તેને તકાળ દાબી દેવી તેનું નામ જ ખરો કર્મફળત્યાગ છે. આ મુજબને સાચો કમંત્યાગ એટલે સંન્યાસ અને કર્મફળત્યાગ સાધ્ય થતું નથી ત્યાં સુધીને