________________
૮૨૦ ] તન તુ ગીન્તિ અસ્મિત્તેતાયુfબત . [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૧૦ છે તે ત્યાગ સાત્વિક માને છે. સારાંશ એ કે, જે કર્મ નાટકમાંના નટની પેઠે સંગ અને ફળની ઈચ્છા રહિત બની, આસક્તિ છોડીને માત્ર પિતાનું કર્તવ્યકર્મ છે એમ સમજીને શાસ્ત્રમાં નિયત થયેલું એ કર્મ બરાબર દક્ષતાથી કરવામાં આવે છે તેવું કર્મ એ કર્મ કરવા છતાં પણ ભાગરૂપે જ કહેવાય છે. આ ત્યાગ તે સાત્વિક ત્યાગ સમજવો.
न द्वेष्ट्यकुशलं कर्म कुशले नानुषजते । ચાર ગુર્જરમાવિશે મેઘાવી છિલરશઃ ઘરના
ખરે ત્યાગી તે જીવન્મુક્ત જ છે ભગવાન આગળ કહે છે. સૌમ્ય! આ તને સત્વ, રજ અને તમ એમ ત્રણ પ્રકારના ત્યાગનું સ્વરૂપે કહ્યુંપરંતુ જેઓની ચિત્તશુદ્ધિ થયેલી હોતી નથી તેવાઓને માટે શાસ્ત્રકારોએ પોતપોતાના વર્ણાશ્રમાદિની દષ્ટિએ ઉચિત એવાં નિત્ય નૈમિત્તિક કર્મો નિયત કરી આપેલાં છે, કેમ કે તેનું આચરણ કરવાથી તેઓની ચિત્તશુદ્ધિ થઈ કમે આત્માના પક્ષ અને અપક્ષ જ્ઞાનને અનુભવ તે કરી શકે છે, પરંતુ પ્રથમ જે તને સૌથી ઉત્તમ પ્રકારને સંન્યાસ અને ત્યાગ કોને કહે એ સંબંધે શાસ્ત્રવિવેચન સહિત કહેવામાં આવેલું છે તેવા ત્યાગ કિવા સંન્યાસવાળા જીવન્મુક્તોની રિથતિ કેવા પ્રકારની હોય છે તે કહું છું. “તત્ત્વજ્ઞાન વડે જેના તમામ સંશયો છેદાઈ ગયા છે એ સર્વસમાવિષ્ટ* બુદ્ધિમાન ત્યાગી, અકુશળ કર્મોને ઠેષ પણ કરતો નથી અને કુશળ કર્મોમાં પ્રીતિ પણ કરતા નથી. એટલે આ, હું, તું, તે આ, મારું તારું, તને, મને ઇત્યાદિ રૂપે ભાસનારી તમામ દસ્યજાળ આત્મસ્વરૂપ જ છે, આમાથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવા પ્રકારના નિશ્ચય વડે જે તદ્દન શંકારહિત બનેલો હોઈ જેની તમામ કઠોમાં એક આત્મરૂપ એવી સમભાવના થયેલી છે તે સર્વસમાવિષ્ટ બુદ્ધિમાન જીવન્મુક્ત આ કર્મ અકલ્યાણુકારી હોવાથી ત્યાજય છે એમ સમજી તેને કદી ઠેષ પણ કરતું નથી, તેમ આ કર્મ કલ્યાણ કરનારું હોવાથી ગ્રાહ્ય છે એમ માની તેના ઉપર કદી પ્રીતિ વડે આસક્ત થતું નથી. કારણ કે તેની દૃષ્ટિએ તે તે પોતાહ સર્વ એક આત્મસ્વરૂપ હોવાથી સારું કિંવા નરસું, માહ્ય કિંવા ત્યાજ્ય ઈત્યાદિ ભાવનાઓ કયાંથી ઉદ્દભવે? અર્થાત નિત્યપ્રતિ આત્મામાં જ સ્થિત થયેલે નિઃસંશય એવો જીવન્મુક્ત એ જ ખરો ત્યાગી હેવાથી તેમાં પ્રિય અપ્રિયાદિ દૈતભાવનાઓને અંશ કદી પણ હેત નથી, તે તે વ્યવહારદષ્ટિએ બહારથી જાણે કમ કરતા હોય એમ ભાસે છે છતાં અંતરમાં તો વાસ્તવિક રીતે કાંઈ પણ કરતો નથી. તેનાં થતાં કર્મો અજ્ઞાનીઓની દષ્ટિએ છે, તેની પોતાની દૃષ્ટિએ તો તે અંતઃકરણમાં તદ્દન નિક્રિય અને શાંત હોય છે. આથી ખર ત્યાગી તો આત્મારામ એ જીવન્મુકત જ છે, એમ સિદ્ધ થાય છે. ત્યાગ સંબંધમાં શાસ્ત્રમાં પણ નીચે પ્રમાણે કથન છે.
રાજ્ય, સ્ત્રી, પુત્ર, ધનાદિને ત્યાગ ખરે ત્યાગ છે કે? શિખિધ્વજ નામને રાજા રાજપાટ, સ્ત્રી, પુત્ર, ધન, દોલત વગેરે સર્વને ત્યાગ કરી જંગલમાં ઝૂંપડી બાંધીને ત્યાં વલ્કલાદિ ધારણ કરીને અને વાયુ ભક્ષણ કરી રહ્યો હતો. આ પ્રમાણે સુમારે અઢાર વર્ષો સુધી તેણે ઘણી જ ભયંકર તપશ્ચર્યા કરી. તેની સ્ત્રી ચૂડાલા તત્ત્વજ્ઞાની હેઈ જીવન્મુક્ત હતી. તેણે રાજાને બોધ કરવાની ઇચ્છાથી બીજા રૂપમાં જઈને પૂછ્યું કે તમે કોણ છો ? અને અત્રે જંગલમાં કેમ રહ્યા છે? શિખિધ્વજ રાજાએ કહ્યું કે હું રાજ હતું પરંતુ રાજયપાટ વગેરે સર્વનો ત્યાગ કરીને વર્ષો થયા
- જીવન્મુક્ત મહાત્માના ચિત્તને સર્વ કહે છે એ શાસ્ત્રને નિયમ છે તેથી સત્વસમાવિષ્ટ એટલે જેનું ચિત્ત કેવળ એક આત્મતત્વમાં જ સ્થિર થયેલું હોવાથી તે દરેક ઢંઢમાં જેની સમભાવના થયેલી છે તે આત્મજ્ઞ વા જીવન્મુક્ત સમાજ,