________________
ગીતાહન ]
દહાદિ સર્વ ભાવોના વિલય બાદ) શેષ શું રહે છે? આત્મા, તે (આત્મા)આ જ. [ ૮૧૭
દર્શન અને રમૃતિરૂ૫ સર્વ વ્યવહાર નિર્વિય થઈ જાય છે, કેમ કે કોઈ કદાચ એમ કહેવા માગે કે મેં આજે સ્વપ્નમાં એક વંધ્યાનો પુત્ર જોયો હતો અને તે ની સાથે વાતો કરી હતી તો તે મૂર્ખાપણું ગણાય, કેમ કે જાગૃતિમાં પણ કદી વંધ્યાનો પુત્ર હોતો નથી તો પછી સ્વપ્નના વંધ્યાપુત્રની તો વાત જ કયાંથી ? ખોટામાં ખોટું. અંધારામાં અંધારું હતું એ કહેવું જેમ મિસ્યા છે તેમ આ સર્વ વ્યવહાર નિરર્થક ઠરે છે, તે પ્રમાણે આત્મસાક્ષાત્કાર થયા પછી પણ સ્વપ્નમાંના વંધ્યાપુત્રવત અહેમમાદિ તમામ દસ્યના સંબંધમાં પણ સ્મૃતિ, વાણીનો વ્યવહાર તથા દષ્ટિ સત્તા એ ત્રણે નિર્વિષય થઈ જાય છે. આમાનો અપરોક્ષ સાક્ષાત્કાર થતાં જ આ સર્વ દશ્યરૂપ સાંસારિક સ્થિતિ નિર્જળ પ્રદેશમાં દેખાતા ઝાંઝવાના જળ (મૃગજળ) ની પેઠે તદ્દન બ્રાંતિમાત્ર જ ભાસે છે. આથી આત્મસાક્ષાત્કારી મહાત્માને તત્ત્વદૃષ્ટિએ તો કશું કરવાનું પણ પ્રયોજન નથી અને નહિ કરવાનું પણ પ્રયોજન નહિ હેવાથી તે કદી કાંઈ કરતો પણ નથી અને કરાવતો નથી. લોકોની દૃષ્ટિએ દેહ હોય ત્યાં સુધીને માટે જે વખતે જે પ્રાપ્ત થાય તેવા યથાયોગ્ય વર્ણાશ્રમોચિત વ્યવહારમાં તે સ્થિતિ રાખીને રહેલો જોવામાં આવે છે, તેને કર્મ કરવામાં કિંવા નહિ કરવામાં પણ આગ્રહ રાખવાનું પ્રયોજન રહેતું નથી. આથી આત્મપ્રાપ્તિ માટે પ્રત્યક્ષ તે છે કે જ્ઞાન જ કારણભૂત છે પરંતુ કમ સિવાય ચિત્તની શુદ્ધિ થતી નથી. વ્યવહારમાં પણ જે માપો વડે વ્યવહાર કરવામાં આવે છે તે માપો શુદ્ધ છે કે નહિ તેના પ્રમાણુની ખાત્રી પ્રથમ કરવી પડે છે કેમ કે જે પ્રમાણ જ શુદ્ધ ન હોય તો પછી તેવા અપ્રમાણિક માપો દ્વારા થયેલે સર્વ વ્યવહાર નિરર્થક નીવડે છે, તેમ અનેક વાસનાઓને લીધે ચિત્ત જ્યાં સુધી અજ્ઞાનરૂપી દોષથી મલિન હેય ત્યાં સુધી આત્મજ્ઞાનનો પ્રવેશ તેમાં થઈ શકતો નથી તેથી ચિત્તશુદ્ધિને માટે સર્વ કામ્ય કર્મોનો કિંવા તમામ કર્મોનાં ફળનો ત્યાગ કરવો આવશ્યક છે. ચિત્તશુદ્ધિ થતાં જ જ્ઞાન થાય છે અને જ્ઞાન વડે મેક્ષ થાય છે એમ જાણવું, આ મુજબ શાસ્ત્રમાં પણ નિર્ણય છે.
निश्चय शृणु मे तत्र त्यागे भरतसत्तम । त्यागो हि पुरुषव्याघ्र त्रिविधः सम्प्रकीर्तितः ॥ ४ ॥
ત્યાગ ત્રણ પ્રકાર છે. ભગવાન આગળ કહે છે: હે ભરત શ્રેષ્ઠ અર્જુન! કર્મ ત્યજ છે કે નહિ, તે સંબંધમાં શાસ્ત્રનિર્ણય તને કહ્યો. હવે તેના ત્યાગ સંબંધમાં હું કહું છું તે સાંભળ, એટલે ત્યાગના સંબંધે પિટા ભેદ સહ વિસ્તારપૂર્વક હું તને કહું છું. તે મારા નિશ્ચયને તું સાંભળ. હે પુરુષવ્યાધ્ર ! ત્યાગ પણ ત્રણ પ્રકારના છે એટલે પ્રથમ (અધ્યાય ૧૭)માં તને શ્રદ્ધા, આહાર, યજ્ઞ, દાન, તપ ઇત્યાદિમાં જેમ સવાદિ ગુગે વડે ત્રણ ત્રણ ભેદ કહ્યા છે તેમ આ ત્યાગમાં પણ ત્રણ ભેદે પડે છે. તે ભેદ કહેવા પૂર્વે યજ્ઞ, દાન અને તપ૨૫ કર્મો કેમ કરવાં તે તને કરું છું.
यशदानतपः कर्म न त्याज्य कार्यमेव तत् । यशो दान तपश्चैव पावनानि मनीषिणाम् ॥ ५ ॥
યજ્ઞ, દાન ત૫રૂપ કર્મો કેમ કરવાં? યજી, દાન અને તપ૩૫ કર્મ તજવા યોગ્ય નથી, પરંતુ તે તે કરવા યોગ્ય છે, કેમ કે આ યજ્ઞ, દાન અને તપ૨૫ કર્મ તો મનીષિણામ એટલે વિવિધ પ્રકારના મતવાદીઓએ અર્થાત મનમાં અનેક પ્રકારની તૃષ્ણાવાળાઓએ આત્માનું અપરોક્ષજ્ઞાન થતાં સુધીને માટે પોતાનું કર્તવ્ય છે એમ સમજીને કરવાં જ જોઈએ, કારણ કે તે કરવાથી અને ચિત્તશુદ્ધિ થાય છે. માટે આ પાવન એટલે ચિત્તશુદ્ધિ કરનારાં યg, દાન અને તપ૫ મે જ્યાં સુધી મનમાં અનેક અભિલાષાઓ છે, જ્યાં સુધી એક આત્મસ્વરૂપને નિશ્ચય ૬૮
૧૨