________________
૮૧૨ ]
મચ્ચે વામનમાહીતૂ વિષે કેવા સવાલ છે
.
[ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગી- અ. ૧૮/૨
સિદ્ધ થતો નથી, તેઓનો તે ત્યાગ અંતે નિરર્થક જ નીવડે છે. એટલું જ નહિ પરંતુ તેવા બાહ્ય ત્યાગીએ કંટાળીને આખરે તેને પણ છોડી દઈ ઊંધે રસ્તે દોરાઈ જવાથી પોતાના અને જગતના વિનાશને જ કારણભૂત બને છે. કેમ કે અવિવેકીઓને એ ત્યાગ ઉદ્દેશ સમજ્યા વગરને હાઈ મિષ્ઠા અહંકાર વડે તે જ ખરા ત્યાગ છે એમ માની લીધેલ હોય છે. આમ તેઓ પોતાને અને જગતને છેતરે છે. તસ્માત બાહ્યત્યાગને ઉદેશ અંતઃત્યાગ કરી છેવટે કમને જડમૂળથી જ ઉખેડી નાખી નિત્યપ્રતિ એક ૫રમતવમાં જ ચિત્તને એકાગ્ર કરવાનો હોવો જોઈએ, એ ખાસ ધ્યાનમાં રાખવું. આ રીતની સાધનાને માટે જ બાહ્યાદિ ત્યાગોના માગો શાસ્ત્રમાં કહેલા છે. કેવળ એક આત્મામાં સ્થિતિ રાખનારાઓ જ સાચા ત્યાગી હોઈ જેમ યંત્રથી બનાવેલાં પૂતળાં અને નિદ્રાવશ થયેલા પુરુષોને ભાન હોતું નથી છતાં તેઓ કાર્ય તે કરે છે તેમ આ આત્મવિદેનાં કાર્યો પણ તેમાં લાલુપ થયા સિવાય સહજભાવે આપોઆપ થતાં રહે છે. આમ “અહં” એવા સંકલ્પનો જ જેણે મૂળમાંથી જ ત્યાગ કરે છે એવા વિવેકીઓ અધી જાગ્રત અને અધ સુષુપ્તિ જેવી સંધિ અવસ્થામાં એટલે અનિર્વચનીય એવી યોગભૂમિકાને પ્રાપ્ત થયેલા હોય છે. જેમ વૃક્ષના મૂળને છેદી નાખવું એ જ તેનો ખરો નાશ અથવા ત્યાગ કહેવાય પરંતુ મૂળ રાખી ફકત ઉપર ઉપરથી શાખા વગેરે કાપી નાખવી એ સાચે ત્યાગ નથી, કેમ કે તેમાંથી ફરી પાછું મહાન વૃક્ષ ઉત્પન્ન થઈ જાય છે, તેમ અહંભાવને જ મૂળમાંથી ઉચ્છેદ કરી નાખો એ જ ખરો કર્મત્યાગ હોઈ અહંભાવ સિલકમાં રાખીને બાકી મમાદિ ભાવોનો ત્યાગ કરવામાં આવે તે સાચો કર્યા ત્યાગ કહેવાતો નથી. આ મુળ હું એવું કાંઈ છે જ નહિ, તો પછી તું. તે, આ, મારું, તારું, ઇત્યાદિની તો વાત જ કયાં રહી ? બ્રહ્મમાં આ તમામ દસ્યપ્રપંચાદિ કહ્યું છે જ નહિ, અથવા જે ભાયમાન થાય છે તે બધું અભિન્ન એવું' એક આત્મસ્વરૂપ જ છે, એવું જ્ઞાન થતાં જ કર્મોને ત્યાગ સિદ્ધ થાય છે; આ સિવાય બીજી કઈ પણ રીતે તે સિદ્ધ થતો નથી, માટે આત્માને અપરોક્ષ અનુભવ થાય ત્યાં સુધીને માટે આ પ્રમાણેને દઢ નિશ્ચય કરીને સતત અભ્યાસ વડે નિવિકતા પ્રાપ્ત કરી લેવી જોઈએ. જેઓ આ રીતે મૂળસહ કર્મોત્યાગ નહિ
વળ બાહ્ય ત્યાગ કરવાનો પ્રયત્ન કરી તેને જ કર્મયાગ માને છે તે સાચો કર્મત્યાગ નહિ હેવાથી તેઓના દુઃખની નિતિ કદાપિ પણ થતી નથી. આ સર્વ એક આત્મરૂપ છે, આત્મા સિવાય બીજું કાંઈ છે જ નહિ, આત્મા સિવાય જે જે કાંઈ પ્રતીતિમાં આવે છે તે બધું મિથ્યા ભ્રમરૂપ છે, એવા પ્રકારના દત નિશ્ચયાત્મક જ્ઞાન વડે પિતાની મેળે જ કમંત્યાગ સિદ્ધ થાય છે. આ રીતે થનારી ક્રિયા વાસનારહિત કહેવાય છે. જેમ સુષુપ્તિ અવસ્થામાં મનુષ્ય કાંઈ બબડે છે, આમથી તેમ આળોટે છે, પરંતુ તેને તે ક્રિયાનું કિંચિત્માત્ર પણ ભાન હેતું નથી, તેથી તેની તે ક્રિયાઓ વ્યર્થ હેઈ કર્યા છતાં પણ નહિ કર્યા સમાન જ છે. તેમ આત્મા વિના બીજું કાંઈ છે જ નહિ; હું, તું, તે, આ, મારું, તારું અને આ બધાને સાક્ષી ઇત્યાદિ સર્વ આત્મસ્વરૂપે જ છે, જેની વૃત્તિ નિત્યપ્રતિ આત્માકાર જ થયેલી છે, આત્મા સિવાય બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા પામતું નથી તેવો પુરુષ વાસના વગરને કહેવાય છે. આ રીતે વાસના વગરની થતી ક્રિયા ગમે તેટલી મહાન હોય અથવા સુદ હોય પરંતુ તેનું મૂળ જ બળી ગયેલું હોવાથી તે
અયિા૫ જ છે, અર્થાત ભોગોની આસકિતથી થનારું કર્મ બંધનરૂ૫ છે, ૫ણ સર્વાત્મભાવની દ્રષ્ટિ વડે થના દેહની ચેષ્ટારૂપ ભાસતું સર્વ કર્મ નિષ્ફળ હોવાથી તે બંધનરૂપ થતું નથી. આમ જ્ઞાન વડે કર્મત્યાગ થઈ જતાં વાસતારહિત થએલો જીવન્મુકત પુરુષ ઘરમાં રડે, અરણ્યમાં રહે, દ્રવ્ય આદિ સંપત્તિથી રહિત થઈ જાય તે માટે સમૃદ્ધિવાળે થઈ જાય છતાં તે સદાકાળ સમાન જ હોય છે.
આ જ ખરે કર્મયાગ તેલ વિના ઓલવાઈ જનારા દીવાની પેઠે અજ્ઞાનનો નાશ થઈ અહેમમાદિ સહિત જમતાદિ તમામ દશ્ય જાળનું મિથ્યાપણું જણાતાં તે સર્વના સાચા અને મૂળ સ્વરૂપ એવા આત્માનું જ્ઞાન થવાથી જ ખરો ત્યાગ સિદ્ધ થાય છે, તે વિના બીજી કોઈ પણ રીતે તે સિદ્ધ થતો નથી, કેવળ કર્મોને ત્યાગ