________________
-
- '
રાજા, અતજા, અદ્વિજા, ઋક્ત ને બહત વગેરે બધું આત્મરૂપ જ છે.
[ ૮૦૦
કરે. સુષુપ્તિમાં તમોગુણને લીધે આત્મસ્વરૂપ યંકાયેલું રહે છે તથા જાગૃત અને રવપ્નમાં વિક્ષેપને લીધે તે તે પ્રકારતું જ નથી, પરંતુ આ અવસ્થાઓની સંધિમાં (કિરણાંશ ૩૫ પૃષ્ઠ ૯૩ તથા અધ્યાય ૧૫ શ્લોક ૧૨, પૃષ્ઠ ૭૧૩ થી ૭૧૫ જુઓ) તમોગુણ કે વિક્ષેપ હોતાં નથી; તેથી તેવી શુદ્ધ સંધિ અવસ્થા એ જ આત્ય' નું સાચું સ્વરૂપ છે. એવી રીતે તે સ્વરૂપને લક્ષમાં લઈ તેમાં જ નિત્યપ્રતિ સ્થિતિ કરવી અને તે જ આત્મસ્વરૂપ સર્વત્ર વ્યાપક હાઈ બંધ અને મોક્ષ તો કેવળ માયામાત્ર છે, એવો વિચાર કરીને સાન્યાસીએ સર્વત્ર એક આત્માની જ વ્યાપકતાની ભાવના કરવી. આમ જે સર્વત્ર હંમેશ એક આત્માની જ ભાવના કરનારો છે તેને જ ખરો સંન્યાસી જાણુ. પછી તે કોઈ પણ વણું કે આશ્રમનો છે. આ દેહનું મરણ કે જે અવશ્ય થનારું જ છે તેની પણ ઈરછા કરવી નહિ અને જીવિત કે જે રહેવાનું નથી તેને પણ ઇચ્છવું નહિ. કેવળ પ્રાણીમાત્રની ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ જેના વડે થયા કરે છે એવા કાળની જ રાહ જોવી. આધ્યાત્મિક સિવાય બીજો કેઈ વિષય કિવા શાસ્ત્રને લક્ષમાં નહિ લેવું. જોષીપણાની વૃત્તિથી આજીવિકા તે કરવી નહિ, પરંતુ તેવી પ્રવૃત્તિ પણ કદી કરવી નહિ જલ્પ અને વિતંડાવાદ ત્યાગ કરો, તર્કવિતર્કોને ત્યાગ કરવો. કઈ પણ પક્ષ કે સાંપ્રદાયનો દુરાગ્રહ રાખવો નહિ. બળજબરીથી લલચાવી કે ફોસલાવીને શિષ્યો કરવા નહિ. ધણા ગ્રંથોનો અભ્યાસ કરવો નહિ. સભા ભરી વક્તાપણાનું કામ કરવું નહિ. મઠ, આશ્રમો કે મંદિરો બાંધવા ઇત્યાદિ વ્યાપારો કદી પણ કરે છે નહિ. આ રીતે જ્ઞાન પ્રાપ્ત થતાં સુધી એટલે આત્માનો સાક્ષાત્કાર થતાં સુધી સંન્યાસનિયમનાં ચિહ્નોનું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ. પરંતુ સાક્ષાત્કાર થયેલો સંન્યાસી પરમહંસ અને મહાત્મા કહેવાય છે. તે સવ આશ્રમ અને ધમથી અતિત એટલે પર થયેલો હોય છે; આથી પરમહંસને કોઈ ચિહ્નોની જર નથી. તે આશ્રમને ધારણ કરે યા તજી દે, એ તેની મરજી ઉપર છે. તે બાહ્ય ચિહ્નોને રાખવાથી પરમહંસને કઈ ખાસ ધર્મ થાય તેમ નથી તેમ નહિ રાખ્યાથી અધમ થતો નથી. તે તો અંતરમાં સતત આત્માનુસંધાનમાં જ મસ્ત રહે છે. આ પરમહંસ વિદ્વાન હોવા છતાં બહારથી તે બાળક અને ઉમત્તની જેમ જણાય છે. મહાન વક્તા હોવા છતાં પણ જાણે લોકદષ્ટિએ મુંગે નહિ હોય એ જણાય છે. આ રીતે આત્મનિષ એવા મહાત્મા પરમહંસ સિને ઓળખવાને માટે કોઈ પણ બાહ્ય ચિહ્યો નથી. નિત્ય આત્મામાં જ પરાયણ, કેઈ વખતે બાળક, કેઈ વખતે ઉન્મત્ત તથા કેઈ સમયે પિશાચાદિ જેવી અવસ્થામાં વિહાર કરનારા એ સિહ પરમહંસને અવધૂત કહે છે.
પૃહસ્થ ધર્મમાં રહેવા છતાં સંન્યાસી હવે ગૃહરથ ધર્મમાં રહેવા છતાં પણ તે સંન્યાસીની પદવી મેળવી પરમહંસને પ્રાપ્ત થનારી ગતિને પ્રાપ્ત કરી શકે તે પ્રકાર કહું છું. ગૃહસ્થાશ્રમમાં રહેલા ગૃહસ્થ પોતાના આશ્રમને યોગ્ય તમામ ક્રિયાઓ આત્મસ્વરૂ૫ એવા વાસુદેવને અર્પણ કરતા રહેવું અને હંમેશા આત્મનિષ્ઠ મુનિની સેવા કરવામાં જ તત્પર રહેવું. તેણે હંમેશાં આત્મસ્વરૂપ એવા ભગવાનની કથારૂપ અમૃતનું શ્રવણ કરવું અને અનન્ય ભાવના વડે આત્મામાં સ્થિત થયેલા શાંત મહાત્માઓને યથાયોગ્ય સમયે સમાગમ કરો. જેમ સ્વખમાંથી જાગૃત થયેલો મનુષ્ય, સ્વમની અંદર જોયેલાં ધન તેમ જ સ્ત્રીપુત્રાદિની આસક્તિ ઉપરનો ત્યાગ કરે છે, તેમ સત્સંગના પ્રભાવ વડે પુરુષ પોતાના સાચા આત્મસ્વરૂપથી તદ્દન અલગ એવા શરીર, સ્ત્રી, પુત્ર ઈત્યાદિની આસક્તિમાંથી ધીરે ધીરે ક્ટો થાય છે. વિચારશીલ અને બુદ્ધિમાન પુરુષે દેહ અને ઘરમાં ખાસ જેટલી જરૂર હોય તેટલે જ સંબંધ રાખવો અને અંતરંગમાં આ સર્વ સંસાર મિધા છે, એવો વૈરાગ્ય રાખીને બહારથી આસક્ત હોય છે તે રીતે વ્યવહાર કર્યો . જ્ઞાતિ, માતા, પિતા, પુત્ર, ભાઈમાંડુએ અને બીજા સંબંધીઓ જે કહે તેમાં આગ્રહ નહિ રાખતાં મમતાથી રહિત બની ઉપર ઉપરથી સંમતિ આપતા જવી. પધામાંથી જે કાંઈ અનાયાસે મળી આવે અથવા વૃષ્ટિ વગેરેથી જે ધાન્યાદિ પાકે અને જે કાંઈ અકસ્માત મળી આવે તે સર્વ સ્વતઃ ઈશ્વરે નિર્માણ કરેલા દેવ વડે જ પ્રાપ્ત થયેલું છે એમ નિશ્ચયપૂર્વક સમજીને