________________
ગીતાદહન ]
વૃષત, વરસત, વ્યોમસ, અજા,
[ ૮૦૭
નાશને પામે છે તેમ કામનાઓથી ભરેલું જીવાત્માનું ચિત્ત ધણ વિષપભોગ ભોગવતાં ભોગવતાં તૃપ્ત થઈ વિચાર વડે વા કંટાળીને પછી પોતાની મેળે જ વૈરાગ્યને પામે છે. તાત્પર્ય એ કે, અનંત વાસનાવાળાઓથી એકદમ વાસનાનો ત્યાગ થઈ શકતો નહિ હેવાથી તેવાઓએ વેદોમાં કહેલા નિયમ અનુસાર નિત્ય, નૈમિત્તિક અને કામ્યાદિ કર્મો કરવાં. તે કરતાં કરતાં તેને લીધે છેવટે વિષયોમાં દોષ દેખાવાથી યયાતિ રાજા અને સૌભરિ ઋષિની પેઠે ધીરે ધીરે પોતાની મેળે જ એક યા હજારો જન્મ વિષયો પર વૈરાગ્ય ઉપજે છે. જેમ બળતે અમિ ઘીનાં ટીપાંઓથી શાંત ના થાય પરંતુ ઊલટ પ્રજજવલિત બને છે પણ મોટી ધારા કરીએ તો તે બુઝાઈ જાય છે તેમ જીવાત્મા ચિત્ત વડે થોડા વિષયો ભોગવવાથી શાંત થતો નથી, પરંતુ વેદમાં કહેલાં કામ્યાદિ કર્મો કરી એક કિંવા અનેક જન્મે જ્યારે તેને પુષ્કળ વિષયભોગ પ્રાપ્ત થાય છે ત્યારે તે ભોગવતાં ભોગવતાં તેના ઉપર કઈ કારણસર તિરસ્કાર ઉત્પન્ન થાય છે, આથી કામ્યકર્મોમાં જ દિમૂઢ બનેલાઓને માટે વેદ પ્રથમ તેવા પ્રકારના કર્મો તરફ પ્રવૃત્તિ કરી છેવટે કંટાળીને તેમાંથી નિવૃત્તિ થાય એવો માર્ગ કહેલો છે તેમ જ વિચારશીલ અને સંયમીઓને માટે તે પ્રથમથી જ નિવૃત્તિ રાખવા કહેલું છે. તેવી વ્યવસ્થા વાસનાના મંદ કિંવા તીવ્રપણાના ધોરણે છે એમ સમજવું.
બ્રાહ્મણદિ વિભાગે લક્ષણે વડે જ મુખ્ય છે ઉપર કહેવામાં આવ્યા તે બ્રાહ્મણાદિ વિભાગે મદમાદિ લક્ષણો વડે જ મુખ્ય છે. કેવળ જાતિથી નહિ, આથી પ્રથમ કહેવામાં આવેલા આ બ્રાહ્મણદિનાં લક્ષણે ક્ષત્રિયાદિ અન્ય જાતિમાં જોવામાં આવે તે તે મનુષ્ય ગમે તે જાતિનો હોય પરંતુ તેનો સમાવેશ આ વર્ણની કેટીમાં જ થાય છે એમ સમજવું, એવો શાસ્ત્રમાં નિર્ણય છે. આ તને સર્વસાધારણ નિયમો કહ્યા. હવે આશ્રમધર્મોના સામાન્ય ધર્મો(નિયમો) કે જે શાસ્ત્રમાં કહેવામાં આવ્યા છે તે સંક્ષેપમાં કહું છું.
બ્રહ્મચારીના નિયમો
બ્રહ્મચારીએ ગુરુને ઘેર વાસ કરો, છદ્રિય થવું, ગુરુનું હિત જે વડે થાય તેમ વર્તવું, ગુરુ પાસે દાસની જેમ નમ્રતાથી રહેવું, ગુરુ ઉપર દઢ પ્રેમ રાખો, સવાર સાંજ ગુરુ, અગ્નિ, સૂર્ય અને ઉત્તમ દેવોની ઉપાસના કરવી, ત્રિકાળ સંખ્યા કરી મૌન વડે જ ગાયત્રીને જપ કર, ગુરુ જ્યારે બોલાવે ત્યારે તેમની પાસે અત્યંત સંયમ જાળવીને ધ્યાને દઈ વેદાધ્યયન કરવું, વેદાધ્યયનના આરંભમાં અને અંતમાં ગરુના ચરણોમાં શિરસા પ્રણામ કરવા. શાસ્ત્રાજ્ઞાનુસાર મેખલા, મૃગચર્મ, વસ્ત્ર, જટા, કમંડલુ, કેપિન, યજ્ઞોપવિત ધારણ કરવાં અને હાથમાં દભ રાખ; સવાર સાંજ ભિક્ષા માગી લાવીને તે પ્રથમ ગુરુને આપવી અને તેઓ આપે તો જમવું, નહિતર કેાઈ વખત ઉપવાસ પણું કરો, સ્વભાવ ઉત્તમ રાખો, મિતાહાર એટલે જેટલી ભૂખ લાગી હોય તે પૈકી બે ભાગ ખાવું અને એક ભાગ પાણી પીવું, ચતુરાઈથી રહેવું, શ્રદ્ધા રાખવી, છતેંદ્રિય રહો જરૂર જેટલો જ સ્ત્રીઓ તથા સ્ત્રીવશ ગૃહસ્થાશ્રમીઓ સાથે વ્યવહાર રાખ, એકલા બ્રહ્મચારીએ જ નહિ પરંતુ ગુહસ્થ પણ પિતાની સ્ત્રી સિવાય અન્ય સ્ત્રીઓ સાથે તથા વાનપ્રસ્થ કિંવા સંન્યાસીઓએ પણ સ્ત્રી અને સ્ત્રીવશ ગૃહસ્થો સાથે જરૂર કરતાં વધુ સંપર્કમાં આવવું નહિ, સ્ત્રીએ સંબંધી વાતને પણ ત્યાગ કરવો, કેમ કે ઈંદ્રિા બળવાન હોવાથી સાધકના મનનું હરણ કરી લે છે. બ્રહ્મચારીએ ગુરુની યુવાન સ્ત્રીઓ પાસે કેશનો સુધારો, મર્દન, સ્નાન કે અંજનાદિ કરાવવાં નહિ કેમ કે, સ્ત્રી અગ્નિરૂપ તથા પુરુષ ઘીરૂપ છે માટે દિકરીની સાથે પિતાએ પણ એકાંતમાં રહેવું નહિ એવી શાસ્ત્રાના છે. આ સઘળું દશ્યજાળ મિખા છે એવો નિશ્ચય થઈ જ્યાંસુધો સાક્ષાતકાર કરી પૂર્ણ તપતા પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી અભ્યાસ કર્યા કરો, કારણ કે સાક્ષાત્કાર વગર હૅત મટતું નથી અને દ્રિત ય ત્યાંસુધી વિષયમાદિકની લાલચ થવાનો સંભવ હોય છે, માટે સ્ત્રીથી દૂર જ રહેવું.