________________
ગીતારોહન !
આ (કણીદ) અગિયાર ઠાર (છિદ્ર)વાળું જે આ પુર છે,
[ ૭૫
ખારા ખારા પાણીને ઉપયોગ કરવાથી તે પદાર્થોને ગંધ અને લેપ મટી જતાં તે પદાર્થ પાછો જ્યારે અસલ સ્થિતિમાં આવે છે ત્યારે વળી પાછો શુદ્ધ થાય છે, એમ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. (વધુ માટે નિર્ણયસિંધુ કિવા ધર્મસિંધુ અને જેમિનીકૃત કર્મ વા પૂર્વ મીમાંસા જુએ). આ પ્રમાણે દ્રવ્યશહિ તને કહી. હવે કનની શુદ્ધિ વિષે કહું છું.
કર્તા, કર્મ અને મંત્રની શુદ્ધિ નાન, દાન, તપ, બાયાદિ અવસ્થા શક્તિ ઉપનયનાદિ સરકાર, સંપાસનાદિ કર્મ અને આત્મસ્વરૂપ એવા મારા સ્મરણથી પણ કાર્યની શુદ્ધિ થાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય તેમ જ વૈચ્ચે શુદ્ધ થઈને જ શાસ્ત્રીય કાર્ય કરવું જોઈએ. મંત્રને આત્મનિષ્ઠ સદગુરુના મુખેથી યથાર્થ જાણુ તે મંત્રશુદ્ધિ છે અને દરેક કર્મ ઈશ્વરને અર્પણ કરી દેવાં એ કર્મશુદ્ધિ છે. આ રીતે દેશ, કાળ, કવ્ય, કર્તા, મંત્ર તેમજ કર્મ એ છ શુદ્ધ હેય તે જ ધર્મ થાય છે તથા અશક્ત હોય તે અધર્મ થાય છે, એ મુજબ વેદનાં નિયમ વાક્યોમાં કહેવામાં આવ્યું છે.
ગુણ વ્યવહારસિદ્ધિને માટે છે આ રીતે બતાવેલા ગુણદોષનો વિભાગ વાસ્તવિક સત્ય નથી, કારણ કે શાસ્ત્રના બળવડે કોઈ સમયે ગુણને પણ દોષ અને દોષને ગુણ માનવામાં આવે છે. જેમ કે દાન લેવું એ દોષ છે પરંતુ આપ કાળમાં તે ગુણરૂપ છે. કુટુંબત્યાગ દેષરૂ૫ છે પરંતુ વૈરાગ્યકાળમાં તે જ ગુરુરૂપ છે. આ પ્રમાણે એક જ પદાર્થમાં તે દેશકાળાદિથી જે જે મુદેષપણું ઠરાવેલું છે તે જ પદાર્થ તે તે ગુણદેને ખોટો પણ ઠરાવી આપે છે. જે ગુણદોષાદિ વારતવિક હોય તો જે ગુણ છે તે ગુણ જ રહેવો જોઈએ પરંતુ તે ફક્ત વ્યવહારની વ્યવસ્થા માટે કલ્પાયેલો છે એવો વેદમાં કહેવાયેલાં નિયમવાને હેતુ છે એમ સિદ્ધ થાય છે. (ભા. ૧૧/૨૧/૧થી૧૬)
ॐ तत्सृदिति निर्देशो ब्रह्मणविविधः स्मृतः । ब्राह्मणास्तेन वेदाश्च यज्ञाश्च विहिता पुरा ॥ २३ ॥
# તત સત ભગવાન કહે છે: હે પાર્થ! આ રીતે શાસ્ત્રમાં ગુણદોષની વ્યવસ્થા વ્યવહારસિદ્ધિને માટે અધિકાર પર કરવામાં આવેલી છે. ૐ તત સત એ રીતે બ્રહ્મનો નિર્દેશ ત્રણ પ્રકારનાં સ્મરણવાળો છે. તે વડે પરા એટલે બ્રહ્મદેવના પ્રથમ કલ્પના પ્રથમ દિવસે અર્થાત આદિકાળમાં બ્રાહ્મણે વેત તથા યજ્ઞો ઈશ્વરાજ્ઞાથી બ્રહ્માએ સૂજેલાં છે. ભાવાર્થ એ કે, બ્રહ્મ કિવા આમા તો વાણી, મન અને બુદ્ધિથી પણ અગોચર છે. તેને માટે તો નામરૂપ આકાર, વિકાર, વિધિ યા નિષેધ ઇત્યાદિની કલ્પના પણુ થી શકય નથી. વળી જેમ આકાશ અસંગ હોવા છતાં પણ તેના અસ્તિત્વ વિના વાયુ, વઢિ (તેજ), જળ દિવા પૃથ્વીનું અથવા પૂવીમાં આવેલા ચરાચર ભેદોનું અસ્તિત કદી પણ સંભવતું નથી, આ ચારે મહાભૂતો તેના આધારે તેનામાં અને તે વડે જ અસ્તિત્વને પામેલાં હોવા છતાં તે તો તદ્દન અસંગ છે, તેને નામરૂપ ગુણધર્મ ઇત્યાદિ કંઈ છે જ. નહિ; છતાં આ સર્વ ચરાચરને અવકાશ આપવાવાળું એક તત્વ છે અને તેનું સાચું સ્વરૂપ તો જ્યાં આ ચારે તને વિલય થાય અને ત્યાર પછી જે શેષ રહે તે જ છે એમ અનુમાન વડે જાણી શકાય છે પણ પ્રત્યક્ષ દષ્ટિવડે કિવા વાણી વડે તે જાણી શકાતું નથી; તેથી તને અાકાશ એવી જે સંજ્ઞા આપવામાં આવે છે, તેને નિર્દેશ કહે છે. વ્યવહારમાં પણ વિદ્યાર્થીઓને મગજમાં ઠસાવવા માટે જ્યારે કેઈ ઉદાહરણ સમજાવવામાં આવે છે ત્યારે એક મ નામના મનુષ્ય પાસે આ નામના મનુષ્ય અમુક વસ્તુ અમુક ભાવે લીધી કિવા નબિંદુથી આ બિંદુ અમુક અંતર ઉપર છે ઇત્યાદિ સંજ્ઞાઓ આપીને સમજાવવામાં આવે છે. કેાઈ