________________
૮૦૪ ]
होता वेदिषदतिथिर्दुरोणसत् ।
[ સિદ્ધાન્તકાષ્ડ ભ ગી૦ અ૦ ૧૮/૨
સુધને માટે ધીરે ધીરે તેને અભ્યાસ કરવા સબંધે શાસ્રના છે. જેમ ક્રેઈનું દેવું હોય તે એકદમ આપી દર્દ તેમાંથી મુક્ત થવું તે સૌથી ઉત્તમ કહેવાય પરંતુ જેની પાસે આવી શક્તિ ન હેાય તેણે ધીરે ધીરે હાએ બાંધીને તેમાંથી મુક્ત થવું, તેનું અંતિમ ધ્યેય તા એક જ છે. એકમ આપે! યા ધીરે ધીરે આપે! પણ શાહકારના દેવમાંથી મુક્તિ મેળવવી એ જ તેનું ધ્યેય છે. તેમ સંન્યાસને મૂળ ક્રિવા અંતિમ હેતુ તેા અહંમમાદ ભાવેને મૂળમાંથી જ ઉચ્છેદ કરી નાખવાને છે. પછી તે ધ્યેય કા બુદ્ધિશાળી આ મિથ્યા વિષયે।રૂપ અહમાદિ ભાવાના એકદમ સન્યાસ કરીને સાધ્ય કરે અથવા તેા વર્ણાશ્રમેચિત કર્મો કરીને ધીરે ધીરે સાધ્ય કરે. ઉદ્દેશ એ કે, આ પ્રમાણે વિષયામાંથી નિવૃત્ત થવાને માટે શાસ્રામાં વર્ણાશ્રમાદિ ધર્મોની વ્યવસ્થા કરેલી છે કે જેના પાલન વડે મનુષ્યનું ઋતુ અને પરલેાકમાં કલ્યાણ થઈ તે મેડા વહેલે પશુ નિવૃત્તિને પામી તે આત્મસ્વરૂપમાં સ્થિત થાય છે. આની સ્પષ્ટતાને માટે શાસ્ત્રમાં કહેલા વર્ણાશ્રમધમ ના સંક્ષેપમાં વિચાર કરીશું.
ધર્મનાં મુખ્ય ત્રીસ લક્ષણા
સર્વ ધર્માંનું મૂળ આત્મસ્વરૂપ એવા ભગવાન શ્રી હિર છે. તેના સ્વરૂપતે જાણવાને માટે વેદ, શ્રુતિ, સ્મૃતિ આદિ શાસ્ત્ર; નિત્યપ્રતિ આત્મસ્વરૂપમાં જ રમમાણુ થયેલા આત્મારામ જીવન્મુક્ત મહાત્માને સદાચાર; આત્મષ્ટિ એટલે હુંમેશાં આત્મામાં જ રમમાણ થવું, આત્મમાં જ તૃપ્ત થવું તે આત્મસંતાય, એ સ વ ધમનું મૂળ છે. અર્થાત્ ધર્મનાં આ ચાર મુખ્ય પ્રમાણેા છે. સત્ય, દયા, તપ અને શૌચ એટલે ખાદ્યાન્યતર પવિત્રતા, સહનશીલતા, સારાસાર વિચાર શમ, દમ, અહિંસા, બ્રહ્મચય, દાન, સ્વાધ્યાય, સરળતા, સંતેષ, મહાત્મા પુરુષાની સેવા, પ્રવૃત્તિમાર્ગનાં કર્મો થકી ધીમે ધીમે નિવૃત્ત થવું, મનુષ્યા વિષયેાની ઇચ્છા વડે જે ક્રિયાઓ કરે છે તે સ` તે કેવી રીતે નિષ્ફળ નીવડે છે તેને વારંવાર વિચાર કરવા, મિથ્યાભાષણુ નહિ કરવું, આત્મા દેહાદિથી તદ્દન ભિન્ન છે એવું નિત્ય ચિંતન, પેાતાની પાસેના અન્નાદિ તથા છતરમાં પેાતાને એકલાને જ ભાગ નથી પરંતુ કુટુંબીએ સિવાય બીજા લેાકાનેા પણ ભાગ છે એમ સમજને ખીજા પ્રાણીઓને યેાગ્ય ભાગ આપવા, સર્વ પ્રાણીમાત્રમાં એક જ આત્મરૂપ દેવ બિરાજે છે એવી દૃઢ બુદ્ધિ રાખવી અને મનુષ્યામા તે। તે વધારે પ્રમાણમાં છે માટે તેમનામાં દેવબુદ્ધિ રાખવા ચૂકવું નહિ, મહાપુરુષ! જે પરમપદને પ્રાપ્ત કરે છે. તેવા આત્મસ્વરૂપ ભગવાન શ્રત્રણ, કીર્તન, સ્મરણુ, સેવા, અન, વંદન, દાસ્ય, સભ્ય અને આત્મનિવેદન એટલે અને આ બધું આત્મસ્વરૂપ છે એવા દૃઢ નિશ્ચય તે; આ ત્રોસ લક્ષવામા ઉત્તમ ધમ સર્વસામાન્ય હેાઈ સર્વ મનુષ્યા માટે તે સાધારણતઃ ઉપયેગી હેાવાથી અત્રે કહેવામાં આવ્યા છે. તેના પાલન વડે સર્વાત્મા ભગવાન પ્રસન્ન થાય છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની
ઉપવિકા
જેને ઉપનયનાદિ ષોડશ સંસ્કારા કરવામાં આવે તે દ્વિજ કહેવાય. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણને તેને અધિકાર છે. આ ોિ જો જન્મ (જાતિ) તથા ક્રમ વડે શુદ્ધ હોય તેા જ તેઓતે આ યજ્ઞ, વેદાધ્યયન, દાન અને બ્રહ્મચર્યાદિ આશ્રમધમ માં કહેલી ક્રિયાઓને સંપૂર્ણતઃ અધિકાર છે. એમ શાસ્ત્રમાં કહ્યું છે. બ્રાહ્મણુને માટે ભણવું, ભણાવવું, યજ્ઞ કરવા, કરાવવેા, તથા દાન લેવું અને આપવું, આ છે કર્મો કરવાનાં કહ્યાં છે; તે પૈકી ભણાવવું, યજ્ઞ કરાવવા અને દાન લેવું એ ત્રણ ક્રર્મો બ્રાહ્મણને આવિકાને માટે કહ્યાં છે. ક્ષત્રિએ માટે દાન લેવા સિવાયનાં પાંચ ક્રર્મો કરવાનાં હ્યાં છે, છતાં આપત્તિકાળમાં ક્ષત્રિયેાતે પણ ભણાવવાની તથા યજ્ઞ કરવાની છૂટ છે. જે ક્ષત્રિય રાજા હોય તેણે બ્રાહ્મણુ સિવાય બીજાએ ૫સેથો સ્મૃતિધમ માં બતાવ્યા પ્રમાણે કર અને દંડ લેવા વગેરે તેની આજીવિકા માટે છે. વચ્ચે ખેડ અને વેપારથી પેાતાની આજીવિકા ચલાવવી અને નિરંતર બ્રાહ્માને અનુસરીને રહેવું તથા
૧ આ અશ્રમાદિ ધર્મનું વિવરણ ભાગવત સ્ક ંધ ૭ અ૦૧૧ થી ૧૪ માંથી સારરૂપે અત્રે આપવામાં આવેલું છે.