________________
૮૦૨]
१५सः शुचिषद्वसुरन्तरिक्षसत् [ સિદ્ધાન્તકાષ્ઠ ભ૦ ગીવ અ૦ ૧૮/૨ ઇષ્ટદેવતાની નિષ્કામ ઉપાસના કરી તે દ્વારા તપતા પ્રાપ્ત કરી લેવી અથવા તે આ નામરૂપાદિ જે જે કાંઈ છે તે તમામ આત્મા છે. એક આત્મા ઉપર જ ભિન્નભિન્ન નામ૨પાદિને આરોપ કરવામાં આવે છે. એવી રીતના દઢ નિશ્ચય વડે જાણવું તેનું નામ જ ખરો ન્યાસ છે. જેમ સેનાનાં કડાં, કુંડળ, વીંટી, બંગડી ઇત્યાદિને આ બધું સવર્ણ જ છે છતાં તેને જ હું વીંટી, બંગડી, કડા, કુંડળાદિ કહું છું એમ સમજવું તેનું નામ માલિકને બદલે તેના નોકર મારફતે મૂળ વસ્તુ માલિકને પહોંચાડવી. કર તથા હદયાદિ ન્યાસના તથા દેવતાના મૂતિના અવયવ ઉપરના ન્યાસને ઉદ્દેશ પણું એ જ છે કે આ સવ અંગ ઉપાંગા આત્મસ્વરૂપ છે કિંવા પોતપોતાના ઇષ્ટદેવતારૂપ છે એ પ્રકારની ભાવના નિત્યપ્રતિ જાગૃત રહે એટલે મારે, હૃદયમાં મારા અમુક ઇષ્ટ દેવતા છે તેમ જ શિર, કર ઇત્યાદિ સર્વમાં પણ ઇષ્ટદેવતા છે તે જ આ બધે શારીરિક, વાચિક અને માનસિક થતા તમામ વ્યવહાર ચલાવે છે એવી દઢ ભાવના હંમેશાં જાગૃત રહેવાને માટે આ ન્યાસપદ્ધતિ શાસ્ત્રમાં કહેલી છે. જેમ બીબામાં જે આકૃતિ હોય તે જ છાપમાં પડે છે, તેમ આ બધું પણ મૂળ આત્મસ્વરૂપ એવી છાપ કિંવા બીબામાંથી પ્રગટ થયેલું છે તેથી આ તમામ દશ્ય જાળ આત્મસ્વરૂપ જ છે એવી રીતે દઢ નિશ્ચય વડે જાણવું. છાડવું કિંવા તેને ત્યાગ કરવો અથવા સ્વીકાર નહિ કરવો આનો અર્થ પણ સ્પષ્ટ છે કે અનાત્મ વસ્તુને છોડવી કિંવા તેનો ત્યાગ કરી દેવો, ઉદાહરણને માટે સ્વપ્ન કિંવા મૃગજળ હો, તે મિશ્યા હોવાથી જાગૃત થયા પછી સ્વપ્નમાંની વસ્તુઓ મેળવવાને માટે પ્રયત્ન નહિ કરવો અથવા મૃગજળ ભ્રમ વડે ભાસે છે પરંતુ વસ્તુતઃ સત્ય નથી એમ જાણીને તે દેખાય છતાં પણ તેની પાછળ પડી વ્યર્થ પરિશ્રમ નહિ કરે તેનું નામ ન્યાસ છે તે જ પ્રમાણે આ તમામ દશ્ય જાળ પણ આત્મ૫ હોવાથી સ્વપ્ન કિંવા મૃગજળવત સાવ મિથ્યા છે. એમ સારી રીતે જાણી લઈ તેનો સ્વીકાર નહિ કરે તેને ન્યાસ કહેવામાં આવે છે,
આ જ ખરા સંન્યાસ સારાંશ કે, વણથી માંડીને રાજપાટાદિક ઐહિક તથા સ્વર્ગાદિથી તે બ્રહ્મલેક સુધીના પારલૌકિક વિષય એ બધા બહેપરલોકના તમામ વિષયો પ્રાપ્ત કરવાની બુદ્ધિને સ્વીકાર નહીં કરે અર્થાત આ સર્વ વિષયો મિથ્યા છે એ દઢ નિશ્ચય કરીને અંતઃકરણમાં ઉત્પન્ન થતી હું, તું, તે, આ, મારું, તારું, તને, મને વગેરે સર્વ વૃત્તિઓનો સ્વીકાર નહિ કરે, તેને સંન્યાસ કહે છે, તાત્પર્ય એ કે, આમા તદ્દન અસંગ હોઈ તેમાં હ, તું, તે ઇત્યાદિ ભાવનું કિંચિત્માત્ર પણ અરિતત્વ નથી. જેમ પ્રકાશમાં અંધકાર છે નહિ તેમ આત્મા તદ્દન નિર્લેપ હેઈ તેમાં જમરૂ૫ એવી આ મિથ્યા માયા અને તેના વિષયાદિ દશ્ય જાળને કિંચિત્માત્ર પણ અંશ નથી. આ રીતના નિશ્ચય વડે અંતઃકરણમાં વૃત્તિનું ઉત્થાન જ થવા પામે નહિ એ પ્રમાણેના અભ્યાસક્રમની જે પૂર્ણતા તે જ ખરો સંન્યાસ છે. સંન્યાસ, સંન્યાસ એમ કહીને જે શાસ્ત્રો પોકાર કરી કરીને કહે છે તેની અંતિમ કક્ષા આ જ છે. આ કક્ષાએ પહોંચે એટલે જ તેનો ખરો સંન્યાસ સાય થયે એમ જાણવું. સંન્યાસની વ્યાખ્યા પણ અત્રે જ પૂર્ણ થાય છે.
વિષયોમાં ભાવિ મહાન દુઃખનાં બીજ છે આ પ્રમાણે ખરા સંન્યાસની પ્રાપ્તિ થવી એ ઘણું જ દુર્લભ છે, કેમ કે જીવને સ્વભાવ સ્વાભાવિક રીતે જ વિષયવાસના મેળવવા રૂ૫ પ્રવૃત્તિ કરવા તરફ જ આકષીયા કરે છે. બને ત્યાં સુધી તે વિષયોમાંથી નિવૃત્ત થવા કદી પણ ઈચ્છતો જ નથી અને તે જેની પાછળ અહર્નિશ દોડે છે તે તમામ વિષયો તો મૃગજળ પ્રમાણે મિથ્યા ભમરૂપ હોવાને લીધે જો કે જીવાત્માની ઇચ્છા તે સુખ મેળવવાની હોય છે છતાં પણ તે અંતે દુ:ખ ભોગ જ ભોગવે છે. આમ તેની મિયા પ્રવૃત્તિ જ્યાં સુધી મટતી નથી ત્યાં સુધીને માટે તે કદી પણ સાચું સુખ પ્રાપ્ત કરી શકતો જ નથી. જો કે આ બધા વિષયે નશાની જેમ તાત્કાલિક થોડા સમયને માટે મોટાં સુખ આપનારા જણાય છે, પરંતુ વસ્તુતઃ તે જણાતા તે સુખમાં જ ભાવ