________________
ગીતાહન ]
આ રીતે બધાને આત્મરવાપે જાણનારે શાક કરતો નથી.
[ ૭૯
તે “સત ' એમ કહેવાય છે યજ્ઞમાં અને તપમાં તથા દાનમાં જે સ્થિતિ તે પણ સંત કહેવાય છે તેથી જ તદથય કર્મ પણ સત જ કહેવાય છે. સારાંશ એ કે, યજ્ઞ, તપ અને દાનમાં જે સ્થિતિ એટલે સ્થિરતા કિંવા નિછા તેને પણ સત કહે છે તથા તેવા ઉદ્દેશ વડે થતાં કર્મો પણ સત્કર્મો જ કહેવાય છે, એટલે વ્યવહારમાં પણ યજ્ઞ, તપ, દાન કરવાની ઇચ્છાવાળાઓને માટે આ સત ભાવનાવાળા છે એમ કહેવામાં આવે છે તથા જેઓ આ યજ્ઞ, તપ અને દાનાદિ ક્રિયાઓનું આચરણ કરે છે તેને પણ આ સતકર્મ કરનારા છે એમ વ્યવહારમાં કહે છે. પરંતુ આથી પણ વિશેષતા તો એ છે કે યજ્ઞ, તપ, દાનમાં જેઓ નિછાવાળા હોય તે પણ સત કહેવાય છે એટલું જ નહિ પણ તત અર્થય અર્થાત તત એટલે તે અર્થાત આમા કિંવા બ્રહ્મ એવા અર્થે એટલે કે જેઓ આ સર્વ આત્મસ્વરૂપ છે એવા નિશ્ચયવડે સ્થિર થઈને અંતઃકરણમાં તત (આમા) વિના બીજી કોઈ વૃત્તિનું ઉત્થાન જ થવા દેતા નથી, તેવાઓ પણ સત જ કહેવાય છે. અર્થાત્ ઉપર જે હરુ એવા શબ્દનું ઉચ્ચારણ કરીને જે. યજ્ઞ, દાન અને ત૫૩૫ ક્રિયાઓ કરનારા કહ્યા તે તથા તતરૂપ છે એવા પ્રકારની ભાવના વડે જે મોક્ષાર્થીઓ ફળની ઈરછા રહિત બનીને યજ્ઞ, તપ કિંવા દાનાદિપ વિવિધ ચેષ્ટાઓ કિંવા ક્રિયાઓ કરે છે, તે બંને સત જ કહેવાય છે, એ ભગવાને અને બંનેનો સમન્વય કર્યો છે. સારાંશ એ છે, કઈ પણ કર્મ તત સત એવા પ્રકારે ત્રણ કિંવા તે પૈકી કઈ પણું એક નામનું અવલંબન કરીને શ્રદ્ધા વડે કરવામાં આવે તે સર્વ રીતે શાસ્ત્રવિધિ પ્રમાણે પરિપૂર્ણ થયું હોય અથવા શાસ્ત્રવિધિ અનુસાર પરિપૂર્ણ ન થઈ શકયું હેય, અર્થાત તેમાં કોઈ નતા રહેવા પામી હેય છતાં પણ તે શારવિધિ અનુસાર જ થયેલું છે એમ સમજવું.
પ્રજ્ઞા દુર્ત વૃત્ત પરત ત ર યા भसदित्युच्यते पार्थ न च तत्प्रत्य नो इह ॥ २८ ॥
શ્રદ્ધા વિનાનું સર્વ અસત છે. હ પાથ, અશ્રદ્ધા વડે હોમેલું, દીધેલું, તપ કરેલું અને જે કરેલું હોય છે તે સર્વે અસત એમ કહેવાય છે. તે આ લોકમાં કે મરણ પછી પરલોકને માટે પણ નિરુપયોગી છે. સારાંશ એ કે, અશ્રદ્ધા વો કરેલા યો. દાન, કિંવા તપ તે સર્વ અસત એવી સંજ્ઞાને પાત્ર છે. ઉપર કહેવામાં આવ્યું છે કે શ્રદ્ધા વડે કરેલું તે સર્વ સત, તે સિવાયનું એટલે અશ્રદ્ધાવાળું સર્વ અસત કહેવાય. જેમકે વ્યવહારમાં પણ જે વસ્તુનું જે નામ હેય તે વરતુને તેના સાચા નામ વડે બોલાવવું તે સત અને વિપરીત નામ વડે બોલાવવું તે અસત કહેવાય છે, ખરું ને? તેમ આને માટે પણ સમજે. સારાંશ, આ સર્વ દશ્ય જાળ અનિર્વચનીય એવું બ્રહ્મ નથી પરતું તે તો વિષયભોગ ભોગવવાના સાધનરૂપ છે એવી વિષયદષ્ટિ વડે તેને ઓળખવું તે સૌથી પ્રમણ મોટામાં મોટી અશ્રદ્ધા છે. અર્થાત વેદશાસ્ત્ર ઉપર અને તેના સિદ્ધાંત ઉપર વિશ્વાસ ન હો એ જ પ્રથમ મોટામાં મોટી વાત એટલે વિનાશ કરનારી અશહા હોવાથી તેવી અશ્રદ્ધાને ત્યાગ કરી સર્વત્ર અનિર્વચનીય એવું એક આત્મરૂપ જ વ્યાપેલું છે એ રીતની એકત્વની ભાવનારૂ૫ દઢ શ્રદ્ધાના અવલંબન વો આમતિ સાધી લેવું જોઈએ. કેમ કે આ સિવાય કોઈપણ પ્રકારે આત્મહિત સાધી શકવું શક્ય નથી અને આ સિવાયની બીજી બધી ભાવનાઓ અમલાપ જ છે. માટે તરૂપ એવી આ અશ્રદ્ધાનો ત્યાગ કરી એકત્વ૫ શ્રદ્ધાનો આશ્રય કરવો જરૂરી છે.