________________
ગીતાદોહન ] તેમાં વ્યષ્ટિ, સમષ્ટિ અને વિરાટ એમ ત્રણેને સમાવેશ થઈ જાય છે. [ ૬૭ રીતે આ મિથ્યા માયાવી જગત વાસ્તવિક અનિર્વચનીય એવા બ્રહ્મરૂપ છે, બ્રહ્મથી ભિન્ન નથી. આ જે જે કાંઈ ભાસે છે તે બ્રહ્મ પિતે પોતામાં અને પોતા વડે જ ભાસમાન થઈ રહેલું છે, એવા પ્રકારનું અપરોક્ષજ્ઞાન થતાં સધીને માટે મને ઉદેશીને » તત્ સત્ એવી ત્રણ સંજ્ઞાઓ તથા બ્રાહ્મગુ, વેઢ અને યાને વિસ્તાર પ્રસૃત થવા પામેલ છે.
तस्मादोमित्युदाहृत्य यज्ञदानतपः क्रियाः । प्रवर्तन्ते विधानाक्ताः सततं ब्रह्मवादिनाम् ॥ २४ ॥
દરેક ક્રિયાના આરંભમાં જ ઉચ્ચાર શા માટે કરવો? હે પાર્થ! એટલા માટે જ છે એ પ્રમાણે બોલીને બ્રહ્મવાદીઓએ કહેલી યજ્ઞ, દાન અને તપન દરેક વિધિઓ નિરંતર પ્રવર્તે છે; તાત્પર્ય આ રીતે છ એ સર્વ સૃષ્ટિ ઉત્પન્ન કરનારા બ્રહ્મદેવનું પણ મૂળ હોવાથી બ્રહ્મવેત્તાઓએ વટબીજ ન્યાયનો સિદ્ધાંત બુદ્ધિમાનોને જાણવામાં આવે એવા હેતુથી યજ્ઞ, દાન અને તપ ઇત્યાદિ કોઈ પણ પ્રકારની જગતમાં શાસ્ત્રવિધિ અનુસાર થતી તમામ ક્રિયાઓને આરંભ છે એ શબ્દોચ્ચારણ વડે જ શરૂ કરો એમ ઠરાવ્યું છે. સારાંશ એ કે, જગતમાં થતી તમામ ક્રિયાઓ પછી તે ગમે તે ઉદ્દેશથી કરવામાં આવે, પરંતુ જે તે શાસ્ત્રવિધિ અનુસાર પરમશ્ર વડે યુક્ત થઈને કરવામાં આવે તે જેમ નદી છેવટે સમુદ્રમાં જ જઈને મળે છે તેમ તે બ્રહ્મરૂપમાં જ જઈને મળે છે અને અંતે ક્રિયા કરનાર પોતે પણ ચિત્તશુદ્ધ થઈ ક્રમે પરમપદને જ પામે છે. સંક્ષેપમાં એટલું જ કે નદીની અંદરની વસ્તુ સમજે કે વગર સમજે અંતે સમુદ્રને જ મળે છે તેમ વેદત્તાઓએ કહેલી શાસ્ત્રવિધિ અનુસાર શ્રદ્ધા વડે યુક્ત થઈ ને ક્રિયાઓ કરનારો પરમ પદને પ્રાપ્ત થાય છે. આ તે કેવળ શાસ્ત્ર ઉપર શ્રદ્ધા રાખીને તેણે કહેલી ક્રિયાઓ કરવાની પોતાની ફરજ છે એવું સમજીને શાસ્ત્રવિધિ અનુસાર ક્રિયાઓ કરનારાની ગતિ સંબંધે કહેવામાં આવ્યું. પરંતુ હવે જે મોક્ષ એ જ એક ધ્યેય છે એમ સમજીને એટલે બ્રહ્મ કિંવા આત્માનું અપરોક્ષજ્ઞાન જેઓને થયેલું હોય તેવાઓ ની ક્રિયા ઓ સંબંધે કહું છું.
तदित्यनभिसाधाय फलं यक्षतपःक्रियाः । दानक्रियाश्च विविधाः क्रियन्ते मोक्षुकाटिभिः ॥ २५ ॥
તત વડે થતી સર્વ ક્રિયાઓ તત ઇતિ એટલે તત યાને આત્મા તથા ઇતિ એટલે અંતિમ વા છેવટ યા સમાપ્તિ. અર્થાત આત્મા જ અંતિમ ધ્યેય છે એમ સમજીને કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા વગર જ યા અને ત૫રૂ૫ ક્રિયાઓ, દાનકિયાઓ તથા વિવિધ પ્રકારની ક્રિયાઓ મોક્ષને ઇચ્છનારાઓ તરફથી કરાય છે એટલે જેઓને મોક્ષ વગર આ લોક કે પરલોક પિકી કોઈ પણું પ્રકારની ઈચ્છા જ નથી તેવાએ તરફથી જે જે યજ્ઞ, તપ, દાન ઇત્યાદિ વિવિધ પ્રકારની ક્રિયાઓ કરવામાં આવે છે તે સર્વ તત રૂપ જ છે એવી ભાવના વડે જ થાય છે અર્થાત આ તમામ દશ્યજાળ આત્મરૂપ છે, આમાથી ભિન્ન કાંઈ છે જ નહિ. એવા પ્રકારના દઢ નિશ્ચય વડે વાણી, મન, બુદ્ધિ ઈત્યાદિ ધૂળ કિવા સક્ષમ ઈન્દ્રિયો વડે જે જે ક્રિયાઓ થાય છે તે સર્વ તત એવા આત્મરૂપ છે; એવા પ્રકારના દઢ અભ્યાસ વડે જ કરવામાં આવે છે. સારાંશ હું, તું, તે, આ, મારું, તારું, તને, મને ઇત્યાદિ વડે જે જે કાંઈ વ્યહાર થાય છે કિવા જે જે કાંઈ ક્રિયાઓ કરવામાં આવે છે તે તમામ આત્મરૂપ જ છે. આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ, એવી રીતે આ સર્વ દુને તેના સાક્ષી સહ વિલય કરી આત્મામાં તદાકાર બની જવું. અંતઃકરણમાં કેરી