________________
બનાવ ન શોતિ– [ સિદ્ધાન્તકાણક ભ૦ ગીર અ૦ ૧૭/૮
પણ અત્તનું ઉત્થાન થાય કે તુરત જ તે તત એવા બ્રહ્મ કિંવા આત્મસ્વરૂપ છે, આત્માથી ભિન્ન કાંઈ છે જ નહિ એવા પ્રકારના પ્રતિસંક૯૫ વડે તેને તુરત જ દાબી દેવી, આ રીતે જેઓ મેક્ષની ઇચ્છાવાળા હોય છે તેઓ વેદમાં કહેલા “ તરવમસિ” એ મહાવાકયના અર્થને ધ્યાનમાં લઈ પોતાની તમામ ક્રિયાઓ તને ઉદ્દેશીને કિંવા તમાં અર્પણ કરીને જ કરે છે.
सद्भावे साधुभावे व सदित्येतत्प्रयुज्यते । प्रशस्त कर्मणि तथा सच्छब्दः पार्थ युज्यते ॥ २६ ॥
સત શબ્દની યોજના
હે પાર્થ ! વાસ્તવિક રીતે તે કેવળ તતરૂપ એવો એક આમાં જ સત્ય છે. તત રૂ૫ આત્મા સિવાય બીજું કંઈ સત્ય છે જ નહિ, એટલા માટે ભાવમાં અને સાધુભાવમાં સત એ શબ્દ લગાડવામાં આવે છે તથા પ્રશસ્ત એટલે અયોગ્ય નહિ એવાં કર્મોમાં પણ સત શબ્દનો જ પ્રયોગ કરવામાં આવે છે. તાત્પર્ય એ કે, આ ચરાચર જગતાદિ તમામ દશ્યજાળ અનિર્વચનીય એવા બ્રહ્મરૂપ જ છે. બ્રહ્મથી ભિન્ન છે જ નહિ. અનિર્વચનીય એવું તે બ્રહ્મ જ ૩ તત સત એવાં નામો વડે પ્રસિદ્ધ છે. આ બ્રહ્મ જ સૌથી શ્રેષ્ઠ છે. બ્રહ્મથી શ્રેષ્ઠ કાંઈ છે જ નહિ એવા પ્રકારનો ખ્યાલ નિત્યપ્રતિ હેકામાં આવે એટલા માટે આ સારો છે, એ સાધુ છે, આ સારાં કર્મ કરનારો છે ઈત્યાદિ પ્રકારનો ભાવ જ્યારે બતાવવાનો હોય છે ત્યારે “સત” શબ્દ લગાડવામાં આવે છે. સંક્ષેપમાં એટલું જ કે વ્યવહારમાં ચાલનારી પ્રવૃત્તિઓ પૈકી જે પ્રવૃત્તિ આત્મસ્વરૂપના જ્ઞાન તરફ લઈ જનારી હોય તે પ્રવૃત્તિ સૌથી શ્રેષ્ઠ પ્રકારની ગણાય છે અને આવી પ્રકૃત્તિ જ વિદત્તાઓએ વ્યવહારમાં લોકેને પરમપદને માર્ગે ચઢાવવાને માટે જ શાસ્ત્રમાં કહેલી છે. તેવા પ્રકારનાં કર્મો કરનાર પ્રત્યે વ્યવહારમાં સદ્દભાવ, સાધુભાવ દાખવવાનું હોય તો આ સારો છે, સાધુ છે, સારાં કર્મો કરનાર છે એવા પ્રકારે તેને માટે સત શબ્દ જ જોડવામાં અાવે છે, એટલે તેવાને માટે સત શબ્દનું જ વિશેષણ લગાડવામાં આવે છે. તથા જે પ્રવૃત્તિ વિષયમાગે એટલે અધમતાને ભાગે લઈ જનારી હોય તેને માટે આ સારો નથી, દુરાચારી છે એ ભાવ બતાવવાને માટે અસત શબ્દ લગાડવામાં આવે છે. કારણ કે, જે વસ્તુ જેવા સ્વરૂપમાં હોય તેવા સાચા રૂપમાં તેને ઓળખીને તેવા પ્રકારે તેની સાથે વ્યવહાર કરવો એ સત કહેવાય અને તેથી વિપરીત તે અસત કહેવાય. જેમ કે મનુષ્યનું રામ એવું નામ હોય છતાં તેને ઓળખ્યા વગર બીજા કોઈ નામ વડે બોલાવવું તે અસત્ અને રામ નામ વડે જ બેલાવવું તે સત; આ રીતે વ્યવહારમાં પણ નિયમ છે. તેમ સર્વ શાસ્ત્રને ઉદ્દેશ આ સર્વ સત એવા બ્રહ્મરૂપ છે માટે તેને તેના પોતાના એક સાચા સ્વરૂપે ઓળખવું તે સત અને બ્રહ્મ હોવા છતાં તેને હું, તું, તે, આ ઇત્યાદિપે કહેવું તે અસત, આથી શાસ્ત્રકારોએ જે ક્રિયાઓ બ્રહ્મનું સાચું ભાન કરાવી આપનારી હોય તે ક્રિયાઓને સત કહેલી છે તથા તે કિયાઓને અનુસાર ચાલનારાઓને માટે ઉચ્ચ ભાવના બતાવવાને અર્થે સત શબ્દ લગાડવામાં આવે છે તથા સતમાં જ નિત્યપ્રતિ સ્થિત રહેવાને માટે સાધુભાવ દર્શાવવાના ઉદેશથી પણ સત શબ્દ જ લગાડવામાં આવે છે, એટલે જેમ જ્યાં અંધારું નથી તે જ અજવાળું કહેવાય તેમ જ્યાં અસત બે કિંવા વિપરીત ભાવ નથી તે જ સત ભાવ,
यशे तपसि दाने च स्थितिः सदिति चोच्यते ।। कर्म चैव तदीयं सदियेवाभिधीयते ॥ २७ ॥