________________
૭૯૬ ]
લગાવતા: [ સિદ્ધાન્તકા ભ૦ માં અ૦ ૧૭/રપ વિદ્યાર્થી કહે છે એ, માં નામના માણસે કયા દેશમાં રહે છે તે કહે એટલે હું તેને મળીને પૂછી આવું કે જેથી આપને આ બધું સમજાવવાની માથાકુટ કરવાની જરૂર રહેશે નહિ તો તેમ કહેનાર મૂર્ખ ગણાશે. આ , ના ઇત્યાદિ માણસ ક્વિા બિંદુઓને ઉદ્દેશ તે સાચો સિદ્ધાંત વિદ્યાર્થીઓના મગજમાં ઠસાવવા પુરતો જ ઉપગમાં લેવાનો હોઈ તે કાલ્પનિક હોવાથી નિર્દેશાત્મક જ છે; આથી એ સિદ્ધ થાય છે કે મૂળ વરતનું સાચું રવરૂ૫ અથવા જ્ઞાન આપવાને માટે તેને જે કાલ્પનિક સંજ્ઞાઓના આધાર વડે સમજાવવાને પ્રયત્ન કરવામાં આવે છે તેને નિર્દેશ કહે છે. નિર્દેશને પર્યાય, સંજ્ઞા કિવા વિવત' ઇત્યાદિ નામો વડે પણ સંબંધે છે તેમ આ વાણી, મન, બુદ્ધિ ઈત્યાદિથી અગેચર એવું અનિર્વચનીય પદ સમજાવવાને માટે તેને બ્રહ્મ એવી સંજ્ઞા આપેલી હોઈ તેનો છે તત સત એના ત્રણ પ્રકારે શાસ્ત્રમાં નિર્દેશ કરવામાં આવેલ છે. તેને સાર એટલો જ કે તે મૃતઃ એટલે જે મરણ કિંવા બુદ્ધિ ઇત્યાદિથી પણ પર છે, એવા પ્રકારની સ્મૃિતિરૂ૫ ક૯૫ના વડે જ જાણી શકાય છે. જે સ્થૂળ રીતે બતાવી નહિ શકાય પરંતુ વાણી વડે જ તેનું વર્ણન થઈ શકે છે તે વાચ્યાર્થી કહે છે અને જે વાણી વડે પણ વર્ણવી શકાય નહિ પરંતુ બુદ્ધિ વડે ફક્ત અનુમાનથી સમજવામાં આવે તે લક્ષ્યાર્થ કહેવાય, તેમજ આ પ્રકારે અનુમાનથી પણ પર કાંઈક છે એવા પ્રકારે જે આભાસાત્મક જાણવું તેને તત્વાર્થ કહે છે. જેમ જ્યાં પૃથ્વી, જલ, તેજ(વહ્નિ) અને વાયુ એ ચાર મહાભૂતો નથી તે આકાશ સમજવું તેમ જ “આ, તું, અને હું” એવી ત્રણે સંજ્ઞાઓ જગતમાં જેને જેને માટે લાગુ પડી શકે છે તે બધું અને આ ત્રશુ સંજ્ઞાઓ જ્યાં નથી એવું જે પદ તેને માટે જ “ત" (તત) એવી સંજ્ઞા વા નિર્દેશ શ સ્ત્રમાં બતાવવામાં આવ્યો છે. આ રીતે આત્મા કિયા બ્રહ્મને તત્વાર્થ વડે જાણી શકાતું હોવાથી તેને તત એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. આ ઉદ્દેશથી જ ! વેદમાં તત્ત્વમસિ મહાવાકયની રચના થયેલી છે, તેમ જ અજ્ઞાનીને સમજાવવા માટે જ તેના ઉપર આ બધી દક્ષ્યજાળ અસત છે માટે અમુકને સત કહેવું એવા પ્રકારે સમજાવેલું છે ( ની વ્યાખ્યા માટે અધ્યાય ૩ શ્લોક ૩૫ તથા અધ્યાય ૮ શ્લોક ૧૧ જુઓ, સત્ અસતની વ્યાખ્યા માટે અધ્યાય ૨ શ્લોક ૧૬ જુઓ).
» તત સત તથા બ્રહ્મા, વેદ અને ય આ » તત સત વડે જ બ્રહ્મદેવે પ્રથમ ક૯૫માં એટલે બ્રહ્મદેવના આયુષ્યની શરૂઆત થઈ તેના આરંભના પ્રથમના જ દિવસે બ્રાહ્મણ (બ્રહ્મણ ઉપરથી બ્રાહ્મઃ જેમ પરાશર ઉપરથી પારાશર) વેદો અને મનો સજ્યાં એટલે બ્રહ્મને જાણી શકાય એવાં આ ત્રગુ મેં સૂજેલાં છે. એટલે બ્રહ્મને જાણી શકે એવા આ ત્રણ માર્ગ જ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. વેદ શું છે તે આ સાધનો વડે જ જાણી શકાય છે, તેથી સંજ્ઞામાંથી બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારો બ્રાહ્મણ અર્થાત્ બ્રહ્મદેવ, તત સંજ્ઞા વડે બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારા વેદો અને સત સંજ્ઞા વડે બ્રહ્મનું સ્વરૂપ દર્શાવનારા ય; એમ ત્રણના દર્શક ત્રણને સર્યાં છે. ઉદ્દેશ એ કે, આ ત્રણ રૂપે બ્રહ્મ પતે પિતામાં જ પ્રકટ થયું, એટલે પ્રથમ આ અનિર્વચનીય એવા તત્વને ભ્રમ એવી સંજ્ઞા પ્રાપ્ત થઈ ત્યાર પછી તે ૩ તત સત એવા ત્રણ પ્રકારના નિર્દેશરૂપે જણાવ તત્પશ્ચાત તે નિર્દેશ જાણનારા બ્રાહ્મણ એટલે બ્રહ્મદેવ, વેદ અને યજ્ઞ સૂજ્યાં, અર્થાત આ બ્રહ્મ પોતે પોતામાં 5 એ અક્ષરપે પ્રકટ થયું. અક્ષરમાંથી બ્રહ્મદેવ, બ્રહ્મદેવમાંથી વેદ અને વેદમાંથી યજ્ઞો. આ રીતે આકાશ અસંગ હોવા છતાં જેમ તે પૃથ્વી આદિ ચાર મહાભૂતના વિસ્તારને પામેલું ભાસે છે. તેમ આ બ્રહ્મ જ ઉપર મુજબ વિસ્તારને પામેલું છે. આ ય વડે જ ચરાચર બ્રહ્માંડ વ્યાપેલું છે. આ
બ્રહ્મદેવની ઉત્પત્તિ પૂર્વે કોઈ પણ ક્રિયા વગર જ સૃષ્ટિને વિકાસ સૂમ રીતે થતો રહે છે, પરંતુ બ્રહ્મદેવની ઉત્પત્તિ થયા પછી તેને કમને નિયમ લાગુ પડે છે એટલે તેને બ્રહ્માંડાદિ નિર્માણ કરવાને માટે સંકલ્પરૂપી કર્મ કરવું પડે છે અને પછી માનસિક કર્મમાંથી સ્થલ કર્મો થયેલાં છે. આ રીતે બ્રહ્મદેવનું પ્રથમ સંક૯૫૩૫ કર્મ પેદની આજ્ઞાનુસાર યક્ષ હોવાથી ચરાચર બ્રહ્માંડમાં ચાલતાં કમે તે યજ્ઞકર્મો કહેવાય. આથી બ્રહ્મદેવને માં એવી પણ સંજ્ઞા છે.